Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri Publisher: Sasthu Sahitya Vardhak Karyalay View full book textPage 4
________________ નિ વેદન આયુર્વેદના પ્રાચીન ગ્રંથ કાશ્યપસંહિતાનું મૂળ શ્લોકો સાથેનું ભાષાંતર સંસ્થા તરફથી પ્રસિદ્ધ કરતાં અમને આનંદ થાય છે. કાશ્યપસંહિતા એ આયુવેદનો એક અત્યંત પ્રાચીન ગ્રંથ છે. આ ગ્રંથ ચરક તેમ જ સુકૃતની બરાબરીને મનાય છે. કાળે કરીને આપણા અનેક પ્રાચીન આયુર્વેદિક તેમ જ અન્ય ઉપયોગી ધાર્મિક ગ્રંથે નાશ પામ્યા છે. તે પૈકી કેટલાક ગ્રંથો વખતોવખત મળી આવ્યા છે, તેમાં કાશ્યપસંહિતા પણ એક છે. તે નેપાળમાંથી જર્જરિત તથા ખંડિત સ્વરૂપે મળી આવેલ છે; છતાં તે આપણે આયુર્વેદભંડારની અમૂલ્ય સંપત્તિ સમાન છે. કેમકે આયુર્વેદના અન્ય ગ્રંથ કરતાં આમાં બાળકના રોગ તેમ જ સ્ત્રીઓના રાગોની ચિકિત્સા પ્રધાનપણે દર્શાવવામાં આવી છે. તે ખંડિત ગ્રંથ ઉપરથી ચૌખંબા-સંસ્કૃત-સીરિજ, વારાણસી તરફથી હિંદી ટીકા ઉપરાંત સંસ્કૃત ઉદ્દઘાત સહિત કાશ્યપ સંહિતાનો ગ્રંથ સં. ૨૦૧૦ માં પ્રસિદ્ધ થયેલો છે. એ ઉપદઘાતના લેખક પ્રસિદ્ધ વિદ્વાન રાજગુરુ શ્રી હેમરાજજી છે. તેમણે ઉપદઘાતમાં ભારતીય આયુર્વેદને ગૌરવપૂર્ણ ઇતિહાસ અને તેનો વિકાસક્રમ પૂબ વિગતથી દર્શાવ્યો છે. તેમ જ આયુર્વેદના મુખ્ય ગ્રંથ અને તેના આચાર્યો વિષે પણ તેમાં સારી માહિતી આપી છે. આ ઈતિહાસ ઝીણવટભરી વિગતવાળા અને મહત્વપૂર્ણ હોઈ આ ગ્રંથમાં પૂરેપૂરો લીધો છે, તેમ જ આયુ‘ર્વેદની શિક્ષણસંસ્થાઓમાં આ ઈતિહાસને પાઠ્યગ્રંથ તરીકે રાખવામાં આવેલ હેઈ આ સંસ્થાએ તેને “આયુર્વેદનો ઈતિહાસ” નામથી જુદા પુસ્તકરૂપે પણ પ્રસિદ્ધ કરેલ છે. આ ગ્રંથમાં સૂત્રસ્થાન વગેરે સ્થાનના તેમ જ અધ્યાયોના ક્રમાંક મૂળ ગ્રંથ પ્રમાણે જ રાખ્યા છે. છતાં કેટલાક અધ્યાયમાં સરળતા ખાતર લોકેના અનુક્રમે નંબર આપ્યા છે. છેલ્લે ખિલસ્થાનમાં મૂળ ગ્રંથમાં ૨૫ અધ્યાયે જણાવ્યા છેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 1034