Book Title: Kaling Chakravarti Maharaja Kharwel
Author(s): Kashiprasad Jaiswal
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 4
________________ મૌર્ય સમ્રાટ અશોકે કલિંગમાં ગુજારેલા સીતમની વાત ઈતિહાસના અભ્યાસીઓ જાણે છે. અશોકે પિતે જ કલિંગના સર્વનાશની વિગતે આપી છે. યુદ્ધો તે યુગેયુગમાં ઘણું લડાયાં છે. પણ કલિંગયુદ્ધ જે રાજકારણી યુગક્રાંતિની હવા વહાવી તેને લીધે ઇતિહાસમાં એક સીમાચિન્હ તરિકે ઓળખાવાનું સૌભાગ્ય તે મેળવી શકયું છે. મૌર્ય સામ્રાજ્ય, કલિંગવિજયના પાપથી નબળું બન્યું. સ્થિરતા અને સંકુચિતતાની દીવાલોમાં જેટલું સુખશીલ તેટલું જ એ શિથિલ થઇ ગયું. કલિંગ જે કે પાયમાલ થયું, પણ એ પાયમાલી તે ઉપરછલી હતી. પરાજયની રાખ નીચે કલિંગના અંતરમાં અસ્મિતા અને સ્વાતંત્ર્યપ્રેમના અંગાર ધીખતા હતા. એમાંથી જ કલિંગ–સામ્રાજ્યની, જતે દિવસે, ભારતવ્યાપી જવાળા પ્રકટી. શહીદોની સમર્પણતા એ સર્વનાશ નથીઃ કલિંગયુદ્ધ એ અર્થગંભીર સંદેશ પ્ર . લાખ કલિંગવાસીઓ અશોકના સૈન્ય સાથે ઝૂઝતા ઘવાયા-ભરાયા અને છેક આશ્રયહીન બનેલાં કુટુંબોના કરૂણઆર્તનાદ સાંભળી અશક જેવા વિજેતાનું ગર્વથી ધબકતું કલેજું પણ કંપી ઉઠયું. આ દારૂણ યુદ્ધની હદયવિદારક અસર કલિંગના મોટા મહેલથી માંડી ઝુંપડીઓ સુધીમાં વ્યાપી ગઈ. બહારની એ વિષાદછાયાને બાદ કરીને આજે જોઈએ છીએ તે કલિંગના એ પરાભવમાં આત્મ સમપર્ણતાને પ્રચ્છન્ન વિજય સમાએલો દેખાય છે. કલિંગની ખપી જવાની સામી છાતીની શહીદીએ કલિગના આત્માને જડતાની ઊંઘમાં પડતે બચાવી લીધો. અશે કે જે એવી ગણતરી કરી રાખી હતી કે આવી મેટી કતલ પછી કલિંગ કોઇ દિવસ પાછું ઉભું જ નહિ થાય તે ધારણું બેટી પડી. કલિંગ પિતાની ખુવારી જોઇને હતાશ કે નિર્વીર્ય ન બન્યુ. ભિખુરાજ ખારવેલના સમયમાં એ પુનઃ ખડું થયું. રાષ્ટ્રની ખાતર મરી ખૂટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 186