Book Title: Kaling Chakravarti Maharaja Kharwel Author(s): Kashiprasad Jaiswal Publisher: ZZZ Unknown View full book textPage 3
________________ ભૂમિકા પુરાતત્ત્વ અને પ્રાચીન ઇતિહાસના પંડિત ને અભ્યાસીઓ સિવાય, કલિંગ-ચક્રવતી મહામેઘવાહન મહારાજા ખારવેલનું નામ પણ બહુ ઓછા જણે સાંભળ્યું હશે. ભિખુરાજ ખારવેલ, જૈનધર્મના મહાન આશ્રયદાતા અને પ્રભાવક હતા. પણ જૈન સમાજમાં એ સમ્રાટ સંપ્રતિ કે ગુર્જરનરેશ કુમારપાળ જેટલી, મહારાજા ખારવેલની પ્રસિદ્ધિ નથી. પ્રાચીન સાહિત્યમાં કે શાસ્ત્રમંથમાં એમને નામોલ્લેખ પણ નથી. માત્ર હાથીગુફાવાળા શિલાલેખને અચાનક જ, લગભગ બે હજાર કરતાં પણ વધારે વર્ષને અંતે વાચા ફુટી અને મગધના શિથિલજુલ્મી સામ્રાજ્યને અંત આણનાર, બાહુબળે કલિંગ-સામ્રાજય ખડું કરનાર કલિંગ-ચક્રવર્તી ખારવેલની કીર્તિના બે ચાર સ્વર સંભળાયા. હાથીગુફાવાળો શીલાલેખ પ્રથમ કયારે મળી આવ્યો અને એને અર્થ બેકારવામાં વિદ્વાનોને કેટલી મુશીબતે પડી તેમ ઈતિહાસના પ્રદેશમાં કેટલે ન પ્રકાશ પડે એ બધું શ્રી કાશિપ્રસાદ જય વાલના આ છેડે આપેલા એક લેખ ઉપરથી કઈક સમજાશે. ઇતિહાસ કે પુરાતત્ત્વના પ્રદેશમાં કંઇ નવી શેધ કરવાને મેં દા નથી કર્યો. ખરું જોતાં તે પુરાતત્ત્વવેત્તાઓએ જે ચીલો મહામહેનતે તૈયાર કર્યો છે તે રસ્તેજ હું ચાલ્યો છું. પ્રાચીન ઇતિહાસના પટ ઉપર કલિંગ અને કલિંગાધિપતિનાં ચિત્રો યથામતિ દરવાજ મેં માત્ર પ્રયત્ન કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 186