Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati Author(s): Muktichandravijay, Munichandravijay Publisher: Shanti Jin Aradhak Mandal View full book textPage 8
________________ દર્શન અને વાસક્ષેપ મળી જાય તો પણ ઘણાને તૃપ્તિ થતી નથી હોતી. આવા કેટલાક લોકો પૂજ્યશ્રીની સાથે વાર્તાલાપ કરવા માંગતા હોય છે, સાધનામાં માર્ગદર્શન લેવા માગતા હોય છે, પણ સમયની પ્રતિકૂળતાના કારણે, પૂજ્યશ્રી, ઈચ્છા હોવા છતાં, બધાની બધી અપેક્ષાઓ સંતોષી શકતા નથી. ક્યારેક વ્યાખ્યાન કે વાચનાદિ સાંભળવા બેસનારાઓની પણ, ફરિયાદ હોયછે: ‘પૂજ્યશ્રીનો અવાજ અમને નથી સંભળાતો.” જેઓ, પૂજ્યશ્રીને સાંભળવા માંગે છે, છતાં નથી સાંભળી શકતા, તેઓ માટે આ પ્રકાશન અત્યંત ઉપયોગી બનશે, એવો વિશ્વાસ છે. પૂજ્યશ્રીએ વાંકી તીર્થે વિ.સં. ૨૦૫૫ના ચાતુર્માસ દરમ્યાન ૧૦૯ સાધુ-સાધ્વીજીઓ સમક્ષ જે વાચનાઓ આપી તેનો સાર અહીં આલેખવાનો પ્રયત્ન થયો છે. | અધ્યાત્મસાર-આત્માનુભવાધિકાર, પંચવટુક ગ્રંથ તથા અધ્યાત્મગીતા પર ચાલેલી વાચનાઓ જો કે પૂ. સાધુસાધ્વીજીઓ માટે અપાઈ છે, પણ શ્રાવક-શ્રાવિકાઓને પણ એમાંથી ઘણું માર્ગ-દર્શન, મળશે, એવી શ્રદ્ધા છે. પૂજ્યશ્રીના હૃદયમાં ભગવાન કેવા વસેલા છે ? તેનો ખ્યાલ આ પુસ્તક વાંચતાં આવશે. પ્રાયઃ કોઈ એવી વાચના નહિ હોય જેમાં ભગવાન કે ભગવાનની ભક્તિની વાત આવી ન હોય. કોઈના પ્રવચનમાં સંસ્કૃતિ, કોઈના પ્રવચનમાં તપત્યાગ, કોઈના પ્રવચનમાં ‘સુખ ભંડું, દૂ:ખ રૂડું, મોક્ષ મેળવવા જેવો’ ઈત્યાદિ સાંભળવા મળે, તેમ પૂજ્યશ્રીના પ્રવચનોમાં ભક્તિ સાંભળવા મળશે. આ ભક્તિની વાત ન આવે તે પૂ. કલાપૂર્ણસૂરિજીનું પ્રવચન નહિ, એમ કહીએ તો પણ ખોટું નથી. માટે જ અત્યારે પૂજ્યશ્રી, જૈન-જગતમાં ભક્તિના પર્યાય તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે. પૂજ્યશ્રીનો પ્રભુ-પ્રેમ જોતાં આપણને નરસિંહ મહેતાની પેલી પંક્તિ યાદ આવી જાય :Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 708