Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ | વાંકીતીર્થમંડન શ્રી મહાવીરસ્વામિને નમઃ || // શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણસૂરિગુરુભ્યો નમઃ | સંપાદકીય (પ્રથમ આવૃત્તિમાંથી) જંગમ તીર્થસ્વરૂપ, અધ્યાત્મયોગી, પૂજયપાદ, સદ્ગુરુદેવ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજીને જૈન-જગતમાં કોણ નહિ જાણતું હોય ? | પૂજય આચાર્ય શ્રી પહેલા તો કચ્છ-ગુજ૨ાત કે રાજસ્થાનમાં જ કદાચ જાણીતા હતા, પણ છેલ્લા છ વર્ષ દક્ષિણ ભારતમાં પૂજ્યશ્રીનું પદાર્પણ થયું ને પૂજ્યશ્રીના પગલે, શાસન-પ્રભાવનાની જે શૃંખલાઓ ઊભી થઈ, તે કારણે પૂજ્યશ્રી ભારતભરના જૈનોના હૈયે વસી ગયા. પૂજ્યશ્રીનો પ્રસન્નતાથી છલકાતો ચહેરો ! પૂજ્યશ્રીની પ્રભુ પ્રત્યેની અપાર ભક્તિ ! પૂજ્યશ્રીના હૃદયમાં સર્વજીવો પ્રત્યે રહેલી અપાર કરુણા ! પૂજ્યશ્રીનું ચુંબકીય વ્યક્તિત્વ ! પૂજ્યશ્રીનું અદ્ભુત પુણ્ય ! પૂજ્યશ્રીની અધ્યાત્મગર્ભિત વાણી ! પૂજ્યશ્રીનો છ આવશ્યકો પ્રત્યે પ્રેમ ! પૂજ્યશ્રીનું અપ્રમત્ત જીવન ! .. આવી બધી વિશેષતાઓના કારણે જેમણે પૂજ્યશ્રીને શ્રદ્ધાપૂર્વક જોયા, તેમના હૃદયમાં વસી ગયા. પૂજ્યશ્રીનું પુણ્ય એટલું કે જ્યાં પગલાં પડે ત્યાં મંગળ વાતાવરણ સર્જાઈ જાય, ભક્તિથી વાતાવરણ પવિત્ર બની જાય, દૂર-દૂરથી ખેંચાઈને લોકો આવતા જ જાય. આવી વિશેષતા, બીજે, બહુ જ ઓછી જોવા મળે. ઘણીવાર તો એટલી બધી ભીડ હોય કે લોકોને દર્શન પણ ન મળે. (વાસક્ષેપની તો વાત જ છોડો.) દર્શન, વાસક્ષેપ આદિ નહિ મળવાના કારણે ઘણા લોકોને નિરાશ થઈને પાછા પણ જવું પડે છે !

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 708