________________
| વાંકીતીર્થમંડન શ્રી મહાવીરસ્વામિને નમઃ || // શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણસૂરિગુરુભ્યો નમઃ |
સંપાદકીય (પ્રથમ આવૃત્તિમાંથી)
જંગમ તીર્થસ્વરૂપ, અધ્યાત્મયોગી, પૂજયપાદ, સદ્ગુરુદેવ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજીને જૈન-જગતમાં કોણ નહિ જાણતું હોય ?
| પૂજય આચાર્ય શ્રી પહેલા તો કચ્છ-ગુજ૨ાત કે રાજસ્થાનમાં જ કદાચ જાણીતા હતા, પણ છેલ્લા છ વર્ષ દક્ષિણ ભારતમાં પૂજ્યશ્રીનું પદાર્પણ થયું ને પૂજ્યશ્રીના પગલે, શાસન-પ્રભાવનાની જે શૃંખલાઓ ઊભી થઈ, તે કારણે પૂજ્યશ્રી ભારતભરના જૈનોના હૈયે વસી ગયા.
પૂજ્યશ્રીનો પ્રસન્નતાથી છલકાતો ચહેરો ! પૂજ્યશ્રીની પ્રભુ પ્રત્યેની અપાર ભક્તિ ! પૂજ્યશ્રીના હૃદયમાં સર્વજીવો પ્રત્યે રહેલી અપાર કરુણા ! પૂજ્યશ્રીનું ચુંબકીય વ્યક્તિત્વ ! પૂજ્યશ્રીનું અદ્ભુત પુણ્ય ! પૂજ્યશ્રીની અધ્યાત્મગર્ભિત વાણી ! પૂજ્યશ્રીનો છ આવશ્યકો પ્રત્યે પ્રેમ !
પૂજ્યશ્રીનું અપ્રમત્ત જીવન ! .. આવી બધી વિશેષતાઓના કારણે જેમણે પૂજ્યશ્રીને શ્રદ્ધાપૂર્વક જોયા, તેમના હૃદયમાં વસી ગયા.
પૂજ્યશ્રીનું પુણ્ય એટલું કે જ્યાં પગલાં પડે ત્યાં મંગળ વાતાવરણ સર્જાઈ જાય, ભક્તિથી વાતાવરણ પવિત્ર બની જાય, દૂર-દૂરથી ખેંચાઈને લોકો આવતા જ જાય.
આવી વિશેષતા, બીજે, બહુ જ ઓછી જોવા મળે.
ઘણીવાર તો એટલી બધી ભીડ હોય કે લોકોને દર્શન પણ ન મળે. (વાસક્ષેપની તો વાત જ છોડો.)
દર્શન, વાસક્ષેપ આદિ નહિ મળવાના કારણે ઘણા લોકોને નિરાશ થઈને પાછા પણ જવું પડે છે !