Book Title: Jivvichar Prakaran Author(s): Shantisuri, Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 7
________________ પુસ્તકો લખ્યાં હોય છે, ત્યારે એ જ વાતનો પ્રાચીન ગ્રંથોમાં એકાદ પદ, શ્લોક કે ગાથામાં પણ સમાવેશ હોય છે. એવા સંક્ષિપ્ત સંગ્રહોના ગ્રંથોના ગ્રંથો ભરેલા છે. ચાર પ્રકરણો, કર્મગ્રંથો, મોટી સંગ્રહણી વગેરેમાં તો માત્ર સંક્ષિપ્તમાં વિષય નિર્દેશ જ છે. આગળના મોટા ગ્રંથો અને આગમોમાં વિશાળ પ્રસ્થાન માલૂમ પડે છે. તેની અગાધતાથી આશ્ચર્ય અને જ્ઞાનીઓની મહાશક્તિઓનો ભાસ થાય છે. છતાં તેમાંનો ઘણો ભાગ નાશ પામ્યો છે. જયારે એ ભાગ વિદ્યમાન હશે, ત્યારે તેમાં કેટલા પ્રમાણમાં વિવેચન હશે ? તેની કલ્પના પણ મુશ્કેલ છે. છતાં હાલ જે વિદ્યમાન છે, તેમાં હાલની શોધો કરતાં હજારો ગણા વિચારો ભર્યા પડ્યા છે, આપણે માટે તો એ જ્ઞાની પુરુષોનાં વચનો જ શરણરૂપ છે. નકામો બુદ્ધિભેદ કરીને ઝાંઝવાનાં જળ પાછળ દોડવાની જરૂર નથી. દુનિયા આજે દોડવાને પાટે ચડી છે, તેથી તે અટકે તેમ નથી. દોડી દોડીને થાકશે, ત્યારે હારીને રહેશે, અને આખર તો તેઓને પણ જ્ઞાની પુરુષોનાં જ વચનો શરણરૂપ છે. આધુનિક પ્રાણીશાસ્ત્રનું પુસ્તક, તે વિષય ઉપર લખાયેલા જુદા જુદા નિબંધો, જુદા જુદા લેખો, મુસાફરોનાં ભ્રમણ-વૃત્તાંતો, પેપરોમાં આવતા કેટલાક પ્રસંગો પ્રસંગે વાંચ્યા છે, વિચાર્યા છે. અને તેની સાથે યથાશક્તિ તુલના પણ કરી જોઈ છે. તેમાં કેટલુંક સામ્ય, કેટલાક મતભેદો, કેટલાકમાં તદ્દન જુદાપણું યે જોવામાં આવેલ છે. છતાં આજ સુધીના તુલનાત્મક અભ્યાસ ઉપરથી “જ્ઞાનીઓએ પ્રતિપાદન કરેલ ષડુ-જીવનિકાયનું સ્વરૂપ હજી સુધીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 154