Book Title: Jivvichar Prakaran Author(s): Shantisuri, Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 6
________________ એમ જણાય છે. આ પ્રકરણ ઉપર પાઠક રત્નાકરજીએ સં. ૧૬ ૧૦માં બૃહવૃત્તિ રચી છે, અને લઘુવૃત્તિ મુનિ ક્ષમાકલ્યાણજીએ સં. ૧૭૮પમાં રચી છે. આ બન્ને વૃત્તિના આધારે અમે ઉક્ત ગ્રંથની સંસ્કૃત છાયા અને વિવેચન લખવા પ્રયાસ કર્યો છે. આ પ્રમાણે ત્રીજી આવૃત્તિમાં કર્તા વગેરે વિષે નિર્દેશ કર્યો છે. જીવ શાસ્ત્ર : આ પ્રકરણનો વિષય જીવોને લગતો છે. જૈન સાહિત્યમાં સ્કૂલ અને સૂક્ષ્મ વિગતથી ભરેલા એ વિષેના વિચારના સેંકડો ગ્રંથો મળી આવે છે. તે બધાના ટુંક સારરૂપ અને પ્રવેશક તરીકે આ પ્રકરણ છે. આ વિષયના સાહિત્યને હાલના લોકો પ્રાણી શાસ્ત્ર કહે છે. યુરોપના આધુનિક સંશોધકો મુસાફરી કરીને તેના ભેદો અને પ્રકારો એકઠા કરે છે. કેટલાક સંશોધકો એક એક પ્રાણી કે તેના વર્ગના આખા જીવનનો અભ્યાસ પ્રયોગશાળાઓ મારફત કરીને અનેક હકીકતો તારવે છે. પ્રાણીઓની વિવિધ ચૈતન્યશક્તિ, આહારપદ્ધતિ, ઈન્દ્રિયશક્તિ, જનનપ્રકાર, જીવનપ્રકાર, આયુષ્ય, શરીર રચના, ગુણ, સ્વભાવ વગેરે તત્ત્વોનું કરોડોના ખર્ચે પૃથક્કરણ કરે છે. પરંતુ એ તદ્દન અપૂર્ણ, અવ્યવસ્થિત અને પાશેરામાં પહેલી પૂણી બરાબર છે. જ્ઞાની પુરુષોએ જૈનશાસ્ત્રોમાં આ શાસ્ત્ર વિષે વર્ણવેલું જે કાંઈ લખેલું મળે છે, તેટલું જગત્ આગળ તેઓ હજારો વર્ષે પણ મૂકી શકશે કે કેમ? એ સંશય છે. કેમકે, કોઈ એક શોધ વિશે હાલના લેખકોએ પુસ્તકોનાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 154