Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 5
________________ સુધારા વધારા કર્યા છે. આ પ્રકરણના રચયિતા શ્રીમાન્ શાન્તિસૂરિજી છે એમ ઉક્ત પ્રકરણની પ્રાંતે આવેલી ગાથા ઉપરથી સ્પષ્ટ થાય છે. પણ કોની પટ્ટપરંપરાએ આવેલા આ શાન્તિસૂરિ છે ? તે સંબંધી તેમાં કે તે પ્રકરણની ટીકામાં કશો ઉલ્લેખ જણાતો નથી. તપાગચ્છની પટ્ટાવળીમાં તેમના સંબંધી આ પ્રમાણે વિગત મળી આવે છે“સંવત ૧૦૦૪માં જીવવિચાર પ્રકરણના કર્તા વડગચ્છના વાદિવેતાલ શાન્તિસૂરિ થયા. આ વાદિવેતાલનું બિરુદ તેઓશ્રીને લઘુ ભોજ રાજાએ આપ્યું હતું. ચક્રેશ્વરી અને પદ્માવતી દેવીની સહાયથી સંવત ૧૦૯૭માં તેમણે શ્રીમાળીના ૭૦૦ ગોત્રને ધુલિકોટ પડવાની આગાહી જણાવી તેમનું રક્ષણ કર્યું હતું. ઉત્તરાધ્યયન સૂત્રની મોટી ટીકા ૧૮૦૦૦ શ્લોકપ્રમાણ તેમની રચી છે. તે ઉત્તરાધ્યયનની પાઈએ ટીકા કહેવાય છે. કાન્હોડ નગરમાં સંવત ૧૧૧૧માં તેમનું સ્વર્ગગમન થયું.” ઉત્તરાધ્યયન સૂત્રની ટીકાને અંતે તેમણે પોતાને થારાપદ્રગચ્છીય જણાવ્યા છે, જે વડગચ્છની શાખા છે. પાલનપુર નજીકમાં રામસીણ ગામમાં એક દેરાસરજીમાં પ્રતિમાજીના પબાસણ ઉ૫૨ ૧૦૮૪માં થારાપદ્રગચ્છના શાન્તિભદ્ર-સૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. આ ઉપરથી શાન્તિસૂરિનું પૂરું નામ શાન્તિભદ્ર હોય એમ સંભવે છે. કેમકે-ગચ્છ, નામ અને સમય લગભગ મળતાં છે. શાન્તિસૂરિએ ધનપાલ પંડિત કૃત તિલકમંજરી ગ્રંથનું પણ સંશોધન કરેલ છે. આ ઉપરથી આ પ્રકરણ તેમણે અગિયારમા સૈકાના અંતમાં અથવા તો બારમા સૈકાની શરૂઆતમાં રચ્યું હોય

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 154