________________
(૧૧) વ્યાકૃત—વિસ્તા૨સહિત બોલવું જેનાથી સ્પષ્ટ સમજ
પડે.
(૧૨) અવ્યાકૃત—અતિ ગંભીરતાપૂર્વક બોલવું કે જે સમજવું અતિ મુશ્કેલ પડે.
કાય-યોગ
કાયા (શરીર)ની પ્રવૃત્તિ માટે જે શ૨ી૨-વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે, તે છે દ્રવ્યકાયયોગ અને તે પુદ્ગલોની સહાયતાથી જીવની જે પ્રવૃત્તિ થાય છે તે છે ભાવકાયયોગ. કાયયોગના સાત ભેદ છે :
(૧) ઔદારિક કાયયોગ—ઔદારિક શરીરવાળા મનુષ્યો અને તિર્યંચોમાં શ૨ી૨-૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી જે હલન-ચલનની ક્રિયા થાય છે, તે છે ઔદારિક કાયયોગ.
(૨) ઔદારિક મિશ્ર-કાયયોગ—આ ચા૨ પ્રકારે થઈ શકે છે ઃ (ક) મનુષ્ય અને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થતી વખતે જીવ આહાર લઈ લે છે, પરંતુ શ૨ી૨-૫ર્યાપ્તિનો બંધ પૂર્ણ નથી થઈ શકતો, તે અવસ્થામાં કાર્મણ-કાયયોગની સાથે ઔદારિક-મિશ્ર હોય છે.
(ખ) વૈક્રિય-લબ્ધિવાળા મનુષ્યો અને તિર્યંચો વૈક્રિય-રૂપ બનાવે છે, પરંતુ જ્યાં સુધી તે પૂર્ણ નથી થતું ત્યાં સુધી વૈક્રિય-કાયયોગની સાથે ઔદારિક-મિશ્ર-કાયયોગ હોય છે.
(ગ) વિશિષ્ટ શક્તિ-સંપન્ન યોગી આહા૨ક-લબ્ધિ પ્રયોજે છે, પરંતુ જ્યાં સુધી આહા૨ક-શરીર પૂરું બની નથી જતું, ત્યાં સુધી આહારક-કાયયોગની સાથે ઔદારિક-મિશ્ર-કાયયોગ હોય છે.
(ઘ) કેવલી-સમુદ્દાતના બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં કાર્યણની સાથે ઔદારિક-મિશ્ર-કાયયોગ હોય છે.
(૩) વૈક્રિય-કાયયોગ—દેવતા અને નારકીમાં શ૨ી૨-૫ર્યાસિ પૂર્ણ થઈ ગયા પછી વૈક્રિય-શરીરની તથા મનુષ્ય અને તિર્યંચમાં લબ્ધિજન્ય વૈક્રિય-શરીરની જે ક્રિયા થાય છે, તે વૈક્રિય-કાયયોગ છે.
(૪) વૈક્રિય-મિશ્ર-કાયયોગ—
આ બે પ્રકારે થઈ શકે છે :
Jain Educationa International
જીવ અજીવ ૪૨ સ
For Personal and Private Use Only
www.jainelibrary.org