Book Title: Jiva Ajiva
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 170
________________ બાવીસમો બોલ શ્રાવકનાં બાર વ્રત ૧. અહિંસા અણુવ્રત ૭. ભોગપભોગ-પરિમાણ વ્રત ૨. સત્ય અણુવ્રત ૮. અનર્થદંડ-વિરતિ વ્રત ૩. અસ્તેય અણુવ્રત ૯. સામાયિક વ્રત ૪. બ્રહ્મચર્ય અણુવ્રત ૧૦. દેશાવકાશિક વ્રત પ. અપરિગ્રહ અણુવ્રત ૧૧. પૌષધ વ્રત ૬. દિગૂ-વિરતિ અણુવ્રત ૧૨. અતિથિ-સંવિભાગ વ્રત આચરણની પવિત્રતા જ માનવ-જીવનનું સર્વસ્વ છે. જૈનદર્શનમાં જેવું સમ્યગૂ-જ્ઞાનનું મહત્ત્વ છે, તેવું જ સમ્યફ-ક્રિયા(સદ્આચરણ)નું મહત્ત્વ છે. ફક્ત જ્ઞાનથી કે ફક્ત આચરણથી મોક્ષ નથી મળતો, પરંતુ બંનેના ઉચિત સંયોગથી જ મોક્ષ મળે છે. એક પૈડાથી રથ ચાલી નથી શકતો. જૈન-દર્શન અનુસાર ગૃહસ્થ વ્યાપાર વગેરે વડે ગૃહ-નિર્વાહ કરતો-કરતો પણ ધર્મની આરાધના કરી શકે છે. આમ તો જે-જે શુદ્ધ આચરણો છે, તે બધાં ધર્મ જ છે. તો પણ ધર્મના અધિકારીઓની અપેક્ષાએ તેમનાં બે ભેદ કરવામાં આવ્યા છે–પૂર્ણ-ધર્મ અને અપૂર્ણ-ધર્મ. પૂર્ણ-ધર્મના અધિકારી તે વ્યક્તિઓ થઈ શકે છે કે જેઓ પોતાની સમસ્ત વૃત્તિઓને ત્યાગતપસ્યામાં લગાડી પૂર્ણ-સંયમી બની જાય છે. અપૂર્ણ-ધર્મના = = બાવીસમો બોલ ૧૬૧ = Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194