________________
ત્રેવીસમો બોલ
પાંચ મહાવ્રત
૧. અહિંસા મહાવ્રત ૨. સત્ય મહાવ્રત ૩. અસ્તેય મહાવ્રત ૪. બ્રહ્મચર્ય મહાવ્રત ૫. અપરિગ્રહ મહાવ્રત
જયારે કોઈ દીક્ષિત થાય છે, તે સમયે તે આજીવન પાંચ મહાવ્રતોનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરે છે. તે ત્રણ કરણ, ત્રણ યોગથી પાંચ આશ્રવો (હિંસા, અસત્ય, ચૌર્ય, મૈથુન અને અપરિગ્રહ)નું પ્રત્યાખ્યાન કરે છે. અહિંસા-મહાવ્રત
પહેલું મહાવ્રત અહિંસાનું છે. તેમાં જીવ-હિંસાનો સર્વથા ત્યાગ કરવામાં આવે છે. પ્રશ્ન થાય છે–ભોજન જીવનનું સર્વપ્રથમ સાધન છે, તેના વિના જીવન ટકી શકતું નથી અને ભોજન હિંસા વિના થતું નથી, આવી સ્થિતિમાં અહિંસક સાધુ કેવી રીતે જીવે ?
સાધુ ન તો ભોજન બનાવે છે, ને બીજા પાસે બનાવડાવે છે અને ન તો ભોજન બનાવનારને સારા સમજે છે. ગૃહસ્થ પોતાને માટે જે ભોજન બનાવે છે, તેનો જ થોડો ભાગ પ્રાપ્ત કરી તે પોતાનો જીવન-નિર્વાહ કરે છે.
= જીવ-અજીવ ૧૭૦ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org