________________
સહકારી કારણ છે, જેવી રીતે–માછલીઓ માટે પાણી. તેમનું ઉપાદાન-કારણ (આત્મીય કારણ) જીવ અને પુદ્ગલ જ છે. ધર્માસ્તિકાય વિના જીવ અને પુદ્ગલ ગમનાગમન કરી શકતાં નથી. આથી ધર્માસ્તિકાયનું અસ્તિત્વ અનિવાર્ય છે. ત્રણે ય કાળમાં જીવ તથા પુગલની ગમન-ક્રિયા વિદ્યમાન રહે છે, આથી તેનું ત્રિકાળવર્તી હોવું પણ આવશ્યક છે. જીવ અને પુદ્ગલ સંપૂર્ણ લોકમાં ગતિ કરે છે, આથી ધર્માસ્તિકાયનું વિશ્વવ્યાપી હોવું પણ અનિવાર્ય છે. કાળો વગેરે પાંચ વર્ણ તેમાં નથી, આથી તેનું અરૂપીપણું પણ નિશ્ચિત છે. ગુણના વિના વસ્તુનું અસ્તિત્વ ટકી નથી શકતું. ધર્માસ્તિકાય વસ્તુ છે, આથી તેમાં ગતિ-ક્રિયા સહાયક ગુણ વિદ્યમાન રહેવો પણ જરૂરી છે. અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે, આથી જીવ-પુગલ ત્યાં જઈ શકતાં નથી. ૨. અધર્માસ્તિકાય
અધર્મનો અર્થ છે–જે સ્થિતિમાં ઉદાસીન-સહાયક છે તે દ્રવ્ય. અસ્તિકાયનો અર્થ છે–પ્રદેશ-સમૂહ.
દ્રવ્યથી અધમસ્તિકાય એક દ્રવ્ય છે. અર્થાત્ અસંખ્ય પ્રદેશોનો અવિભાજ્ય પિંડ છે. એક કહેવાનો અભિપ્રાય એ છે કે તે એક જ છે, બહુ-વ્યક્તિક નહીં.
ક્ષેત્રથી તે સમસ્ત વિશ્વમાં વ્યાપક છે. કાળથી તે અનાદિ અને અનંત છે. ભાવથી તે અરૂપી છે. ગુણથી તે સ્થિર રહેવામાં ઉદાસીન-સહાયક છે. પ્રશ્ન–સ્થિર પદાર્થો કેટલા છે?
ઉત્તર–બધા પદાર્થો સ્થિર છે. જીવ અને પુદ્ગલ સિવાય બાકીના બધા પદાર્થો તો સ્થિર છે જ, પરંતુ જીવ અને પુગલમાં પણ નિરંતર ગતિ નથી હોતી. તેઓ ક્યારેક ગતિ કરે છે, ક્યારેક સ્થિર રહે છે. ચાલવું અને સ્થિર થવું એ ક્રમ બરાબર ચાલુ રહે છે.
પ્રશ્ન–અધર્માસ્તિકાય ગતિશીલ જીવો તથા પુદ્ગલોના સ્થિર રહેવામાં જ સહાયક થાય છે અથવા સ્વભાવતઃ સ્થિર રહેનાર પદાર્થોનું પણ સહાયક થાય છે?
= = ; વીસમો બોલ૦ ૧૪૩ = ==
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org