________________
ઉત્તર—અધર્માસ્તિકાય સ્વભાવતઃ સ્થિર રહેનારા પદાર્થોના સ્થિર રહેવામાં સહાયક થતું નથી. તે સહાયક થાય છે માત્ર ગતિશીલ પદાર્થોના સ્થિર રહેવામાં. જે સ્વભાવતઃ સ્થિર છે, તેમને સહાયતાની કોઈ જરૂર નથી. સહાયતાની જરૂર તે જ પદાર્થોને હોય છે જે હંમેશા સ્થિર નથી રહેતા. સ્થિર રહેવામાં ઉપાદાન અર્થાત્ આત્મીય-કારણ સ્વયં પદાર્થો જ છે, અધર્માસ્તિકાય માત્ર સહાયરૂપ છે.
અધર્માસ્તિકાય વિના જીવ કે પુદ્ગલો સ્થિર નથી રહી શકતાં, આથી અધર્માસ્તિકાયનું અસ્તિત્વ અનિવાર્ય છે. સ્થિરતાનું અસ્તિત્વ સંપૂર્ણ લોકમાં છે, આથી તેનું સકળ લોક-વ્યાપી હોવું પણ જરૂરી છે. -આ બધું ધર્માસ્તિકાયની માફક સમજવું જોઈએ. અલોકમાં અધર્માસ્તિકાયનો અભાવ છે, આથી જ ત્યાં પદાર્થોની સ્થિરતાનો પ્રશ્ન પણ નથી, કેમ કે ધર્માસ્તિકાયના અભાવમાં જીવ અને પુદ્ગલ ત્યાં જઈ જ નથી શકતાં.
પ્રશ્ન—ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આગમ-પ્રમાણ જ ઉપલબ્ધ છે કે બીજું કોઈ પ્રમાણ પણ ?
ઉત્તર—અનુમાન-પ્રમાણ વડે પણ તેમનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. લોક અને અલોકનો વિભાગ તેમનાથી જ થાય છે. આકાશ લોક તથા અલોક બંનેમાં વ્યાપ્ત છે. જે આકાશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે, તેમાં જીવો અને પુદ્ગલો રહે છે, બીજે નહીં; એટલા માટે તેનું નામ લોકાકાશ અથવા લોક છે. જેમાં જીવ વગેરે જોવામાં આવે છે તે લોક છે. જેમાં ઉક્ત દ્રવ્યો નથી તેનું નામ અલોકાકાશ કે અલોક છે. જો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ ન માનવામાં આવે તો પછી લોક અને અલોકના વિભાગને માટે કોઈ પણ પદાર્થ નથી મળતો. આથી સહજપણે એવું અનુમાન થાય છે કે કોઈ એવું દ્રવ્ય છે જે અલોકને લોકથી છૂટો પાડી રહ્યું છે.
પ્રશ્ન-અલોક છે—એ સિદ્ધાંત ઐચ્છિક છે કે પ્રમાણ-સિદ્ધ? ઉત્તર—આગમ-પ્રમાણ-સિદ્ધ.
પ્રશ્ન-જે જૈનેત૨-દર્શનો છે, તેમને શું અલોક માનવો જ
પડશે ?
Jain Educationa International
જીવ-અજીવ ૦ ૧૪૪
For Personal and Private Use Only
www.jainelibrary.org