________________
પુદ્ગલોનું નામ છે–નામકર્મ. નામકર્મના ઉદયથી જ શરીર મળે છે. શરીર-સમાવિષ્ટ અમૂર્ત આત્મા પણ મૂર્ત જેવો પ્રતીત થવા લાગે છે.
આત્માનો સાતમો ગુણ છે–અગુરુલઘુપણું (ન નાનાપણું, ન મોટાપણું). તેને રોકનારા પુદ્ગલોનું નામ છે—ગોત્રકમ.
આત્માનો આઠમો ગુણ છે—લબ્ધિ. તેને રોકનારા પુદ્ગલોનું નામ છે–અંતરાયકર્મ.
કર્મ-વર્ગણાના પુદ્ગલો (કર્મયોગ્ય પુદ્ગલ) ચતુઃસ્પર્શી હોય છે, અષ્ટ-સ્પર્શી નહીં.
પ્રાણીઓ સાથે સંબંધ રાખનારા વિશ્વના સમસ્ત યુગલોને બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે:
૧. અષ્ટ-સ્પર્શી–તે પુગલો કે જેમાં વર્ણ, ગંધ, રસની સાથે હલકાપણું, ભારેપણું વગેરે આઠેય સ્પર્શ હોય.
૨. ચતુ-સ્પર્શી–તે પુગલો જેમનામાં વર્ણ, ગંધ, રસ તથા શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ આ ચાર સ્પર્શ હોય. કર્મના બે વર્ગો
આત્માની સાથે ચોંટનારા કર્મયુગલોને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે—–ઘાતિ કર્મ અને અઘાતિ કર્મ.
ઘાતિ કર્મ–જે કર્મપુદ્ગલ આત્માને ચોંટીને આત્માના મુખ્ય કે સ્વાભાવિક ગુણોનો ઘાત કરે છે–તેમને હણે છે, તેમને ઘાતિકર્મ કહે છે. આ કમનો મૂલોચ્છેદ થવાથી જ આત્મા સર્વજ્ઞ કે સર્વદર્શી બની શકે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય–આ ચાર ઘાતિ-કર્મ કહેવાય છે.
અઘાતિ કર્મ–જે કર્મ આત્માના મુખ્ય ગુણોનો ઘાત નથી કરતાં, તેમને હાનિ નથી પહોંચાડતાં, તે અઘાતિ-કર્મ કહેવાય છે. ઘાતિ-કર્મના અભાવમાં આ કમોં ઉછરતાં નથી, તે જ જન્મમાં નામશેષ થઈ જાય છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર–આ ચાર અઘાતિ-કર્મ છે. કર્મો અને તેમનું કાર્ય ૧. જ્ઞાનાવરણીય-કર્મ આંખ પરના પાટા સમાન છે. જે રીતે
= ==. જીવ-અજીવ ૫૬ દર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org