________________
બીજી અવસ્થા આધ્યાત્મિક વિકાસક્રમની નહીં, પરંતુ આધ્યાત્મિક વિકાસના પતનની છે. પતનનો અંતરાલ કાળ બીજી અવસ્થા છે.
ત્રીજી અવસ્થા ઉપર ઉત્ક્રાંતિ કે અપક્રાંતિ કરનાર આત્માનો અધિકાર છે. ઉત્ક્રાંતિ કરનાર આત્મા પ્રથમ ગુણસ્થાનમાંથી અને અપક્રાંતિ કરનાર આત્મા ચતુર્થ ગુણસ્થાનમાંથી ત્રીજા ગુણસ્થાનમાં આવી જાય છે.
સ્થિતિનો પરિપાક થતા તથા સારી ઉપયુક્ત સામગ્રી મળવાથી આત્માનો એક આંતરિક પ્રયત્ન થાય છે, જેમાં ગ્રંથિ-ભેદ થઈ જાય છે—મોહની પ્રબળ ગાંઠ જે પહેલાં ક્યારેય છૂટી ન હતી, છૂટી જાય છે. સમ્યગ્ દર્શન પ્રાપ્ત થઈ જાય છે. આ ચોથી ભૂમિકા છે. સમ્યક્-દૃષ્ટિ પ્રાપ્ત થવાથી સંયમનો સાધિક(મર્યાદિત) અભ્યાસ શરૂ થાય છે. આ પાંચમી ભૂમિકા છે. જયારે તે સંયમના નિરવધિક(અમર્યાદિત) અભ્યાસમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેની ભૂમિકા માત્ર સંયમની બની રહે છે. સંસારાભિમુખતા છૂટી જાય છે. તેને ઉત્તરોત્તર આત્માનંદનો અનુભવ થવા લાગે છે. ત્યાંથી તે સાતમી અવસ્થામાં પહોંચી જાય છે. જ્યારે ઉત્સાહમાં કંઈક ઓછપ આવી જાય છે ત્યારે સાતમીમાંથી છઠ્ઠી આવી જાય છે. ફરી ઉત્કટતા આવે એટલે સાતમી. સાતમી ગઈ એટલે ફરી છઠ્ઠી. સાતમી અને છઠ્ઠી અવસ્થાનો આ ક્રમ બરાબર ચાલુ રહે છે.
આઠમી અવસ્થામાં મોહને નષ્ટ કરવા માટે અધિક આત્મબળની આવશ્યકતા હોય છે. આ અવસ્થામાં અભૂતપૂર્વ આત્મ-વિશુદ્ધિ થાય છે, આથી તેને અપૂર્વકરણ પણ કહે છે. એમાંથી બે શ્રેણીઓ નીકળે છે. -ઉપશમ અને ક્ષપક. નવમીમાં ક્રોધ, માન અને માયાને, દસમીમાં લોભને ઉપશાંત તથા ક્ષીણ ક૨ીને ઉપશમ શ્રેણીવાળો અગિયારમીમાં અને ક્ષપક શ્રેણીવાળો બારમીમાં ચાલ્યો જાય છે. અગિયારમી અવસ્થાવાળો મોહને દબાવતો-દબાવતો આગળ વધે છે, એટલા માટે તેને અંતર્મુહૂર્ત પછી કે ગુણસ્થાનથી તેની નીચેના ગુણસ્થાનમાં જવાનું અવશ્યભાવી બની જાય છે. બારમી અવસ્થાવાળો મોહને ક્ષીણ કરતો-કરતો આગળ વધે છે, આથી તે તેરમી અવસ્થામાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. આત્મા પહેલાં મનોયોગનો તે પછી વાદ્યોગનો અને તે પછી કાયયોગનો નિરોધ
જીવ-અજીવ ૦ ૭૮ *
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org