________________
જ હોય છે કે મન, વાણી અને શરીરની પ્રવૃત્તિ અશુભ નથી હોતી. અપેક્ષા દૃષ્ટિએ આંશિક રૂપમાં અયોગ-સંવર થઈ પણ શકે છે. પણ તે અયોગ-સંવરનો અંશ કહેવાય છે, અયોગ-સંવ૨ નહીં. ૭. નિર્જરા
શુભ યોગની પ્રવૃત્તિથી થનારી આત્માની આંશિક ઉજવળતાને નિર્જરા કહે છે.
નિર્જરા એક જ છે, તો પણ કારણને કાર્ય માનીને તેના બાર ભેદ કરવામાં આવ્યા છે.
જે રીતે એક જ સ્વરૂપવાળો અગ્નિ કાષ્ટ, પાષાણ, છાણ તથા તણ વગેરે કારણોના ભેદથી અનેક પ્રકારનો કહેવામાં આવે છે, તેવી જ રીતે તપસ્યાઓના ભેદથી નિર્જરા પણ બાર પ્રકારની કહેવાઈ છે. પરંતુ સ્વરૂપની દૃષ્ટિથી તે એક જ પ્રકારની છે.
નિર્જરાના બાર ભેદ છે : ૧. અનશન
ત્રણ કે ચાર આહારોનો ત્યાગ કરવો તે અનશન છે. ઓછામાં ઓછું તે એક દિવસ-રાતનું અને વધુમાં વધુ છ માસ સુધીનું હોય છે. ૨. ઊણોદરી
જેટલી માત્રામાં ભોજન કરવાની રુચિ હોય, તેનાથી ઓછું ખાવું, પેટને કંઈક ભૂખ્યું રાખવું તે ઊણોદરી. ૩. ભિક્ષાચારી
વૃત્તિહાસ–અભિગ્રહ કરવો, જેમ કે સાધુ અભિગ્રહ કરે છે કે આટલા ઘરોથી વધુ ઘરોમાંથી આજે ભિક્ષા ગ્રહણ નહીં કરું, આજ જો ભિક્ષામાં અમુક પદાર્થ ન મળે તો ભોજન નહીં કરું વગેરે. ૪. રસ-પરિત્યાગ
વિગઈ (દૂધ, દહીં, માખણ વગેરે)નો ત્યાગ કરવો. ૫. કાયક્લેશ
આસન વગેરે કરવા તથા શરીરના મમત્વનો ત્યાગ કરવો. ૧. ચાર પ્રકારનો આહાર–અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય.
=
જીવ-અજીવ, ૧૦૬ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org