Book Title: Jambudwip
Author(s): Jayendra R Shah
Publisher: Jambudwip

View full book text
Previous | Next

Page 5
________________ [૩] વિજ્ઞાન રીસર્ચ કેન્દ્રના સંશોધનને આજની લગભગ તમામ સમસ્યાઓ સાથે સીધે કે આડો સંબંધ છે તેથી સંસ્થાનું મુખપત્ર “જબૂદ્વીપ' માસિક એક સાચા વૈજ્ઞાનિકનું પાત્ર ભજવી વિશ્વ સમક્ષ એવી ચાવીઓ રજૂ કરવા પ્રયત્ન કરશે, જેથી વિશ્વના રહના દરવાજા સહેલાઈથી ખેલી શકાય અને વિશ્વની વર્તમાન સમસ્યાઓના મૂળ સુધી જઈ શકાય. શ્રી જબૂદ્વીપ માસિક ઉપદેશકનું કામ નહિ કરે, એ તે સત્યપૂર્ણ વિગતો અને એમાંના ન્યાયપૂર્ણ તને રજૂ કરવાને નમ્ર પ્રયાસ કરશે. પરિસ્થિતિને તમામ પાસાઓથી અભ્યાસ કરાવવાના એના પ્રયત્નમાં આકાશ કરતાં સચ્ચાઈ વધારે હશે, તિરસ્કાર કે દ્વેષ નહિ હોય પણ પ્રેમ અને વાત્સલ્ય હશે, કદાગ્રહ કે પૂર્વગ્રહ નહિ હોય પણ વિશાળ અને વ્યાપક દષ્ટિપૂર્વકની ખેલદિલી હશે, સ્વાર્થ કે અહંકાર નહિ હોય પણ સમષ્ટિના હિતને સતત ખ્યાલ અને નમ્રભાવ હશે, આગ્રહ કે વિગ્રહ નહિ હોય પણ મૈત્રીભાવ અને સમભાવ હશે, વિસંવાદિતા કે વિવાદપણું નહિ હોય પણ સંવાદિતા અને સમન્વયની ભૂમિકા હશે. જબૂદ્વીપ માસિકનું ક્ષેત્ર વિશાળ રહેશે. જીવનના તમામ પાસાઓને સ્પર્શતું વિજ્ઞાન એ રજૂ કરતું રહેશે. જન્મથી મૃત્યુ, બાળઉછેર, લગ્નજીવન કે વૃદ્ધાવસ્થા, કુટુંબજીવન અને સમાજજીવન, સ્ત્રી અને પુરુષ વચ્ચેને પ્રાકૃતિક ભેદ, મંદિરની સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિના પાયાના મૂલ્ય, રાજ્ય વ્યવસ્થા અને વૈશ્વિક રાજકારણ, શિક્ષણ અને સલામતી, ખેતી, ઉદ્યોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28