Book Title: Jambudwip
Author(s): Jayendra R Shah
Publisher: Jambudwip

View full book text
Previous | Next

Page 19
________________ જંબુદ્વીપ સંકુલ તરફ એક નજર પ. પૂ. પં. પ્ર. શ્રી અભયસાગરજી ગણિવર્યના અથાગ પરિશ્રમ અને વ્યાપક જ્ઞાનદષ્ટિના પરિપાકરૂપે પૃથ્વી ગોળ નથી, ફરતી નથી, એપેલે ચન્દ્ર ઉપર ગયું નથી, વગેરે ખગોળ-ભૂગોળના સંશાધનાથે અને પ્રસારાર્થે શ્રી જબૂદ્વીપ વર્ધમાન જૈન પેઢીની સ્થાપના થઈ. જેની સાથે જ તીર્થાધિપતિ શ્રી વીરપ્રભુ અને પરમ પુરુષાદાનીય શ્રી કલ્પદ્રમ પાર્વપ્રભુના જિનાલયે, જમ્બુદ્વીપનું વિરાટ કદનું મેડલ, પ્રાચીન અને અર્વાચીન ગ્રંથી સમૃદ્ધ જ્ઞાનભંડાર, ઉપાશ્રય, વિજ્ઞાનભવન વગેરેનું પણ નિર્માણ થયું અને તેની સાથે વિવિધ પુસ્તક અને સાહિત્યના પ્રકાશનની પ્રવૃત્તિ પણ થતી રહી છે. હાલ પ. પૂ. પં. પ્ર. શ્રી અભયસાગરજી મ. સા.ના પ્રથમ શિષ્ય પ. પૂ. પં. પ્ર. શ્રી અશેકસાગરજી મ. સા.ની પ્રેરણા અને માર્ગદર્શનપૂર્વક જબૂદ્વીપ સંકુલમાં વિવિધ નવા આયેાજને તથા પ્રવૃત્તિઓ આકાર લઈ રહેલ છે. નવા આયેાજનેમાં અષ્ટકોણીય-અષ્ટફલક ધરાવતે વિશાળ ખંડપ્રમાણ ઉપાશ્રય (આરાધના ભવન), નવકાર મંદિર (જ્યાં ભાવિક ભૂગર્ભમાં નમસ્કાર મહામંત્રને જાપ આરાધી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.) તથા તેની સાથે જોડાયેલું ગુરુમંદિર (જ્યાં પૂ. અભયસાગર મ. સા.ની પાદુકા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે અને નમસ્કાર મહામંત્રના વિવિધ પટ તથા પૂ. અભયસાગરજી મ. સા.ના જીવનસંસ્મરણરૂપ તેઓના સંયમ જીવનના ઉપકરણે ગોઠવવામાં આવનાર છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28