Book Title: Jambudwip
Author(s): Jayendra R Shah
Publisher: Jambudwip

View full book text
Previous | Next

Page 20
________________ [૧૮] તાજેતરમાં શ્રી જબૂદ્વીપ વિજ્ઞાન રીસર્ચ કેન્દ્રની સ્થાપના કરવામાં છે જેમાં પ. પૂ. પં. પ્ર. શ્રી અભયસાગરજી મ. સા.ના ખગોળ-ભૂગોળના સંશોધન કાર્યને આગળ ધપાવવાનું કામ ખગોળ–ભૂગોળના સંશોધક નિષ્ણાત શ્રી રમણલાલ બબાભાઈ શાહ જેન ભૂગોળવાળાના સુપુત્ર શ્રી જયેન્દ્રભાઈ શાહ કરી રહ્યા છે, જેઓએ આ વિષયમાં ઊંડું અધ્યયન કરેલ છે. જબૂદ્વીપ સંકુલનો ભવ્ય દરવાજો તથા તળેટી રોડથી જંબૂઢીપ તરફ જવાના માર્ગ ઉપર શ્રી કેસરીયાજી જિનાલયની સામે “શ્રી જબૂદ્વીપ' નામને વિશાળ કમાનવાળા ભવ્ય દરવાજે બનાવવાનું કાર્ય ચાલુ થઈ ગયેલ છે. વિજ્ઞાન ભવનનું સમારકામ ચાલુ છે જે પૂરું થતાં વૈજ્ઞાનિક પદ્ધતિના મેડેલ અને એક્ઝીબીટ ગોઠવી તેમાં એક ભવ્ય પ્રદર્શન ગોઠવવામાં આવનાર છે. તળેટી રોડ પરથી સીધું શ્રી જબૂદ્વીપ સંકુલમાં જઈ શકાય તે માટે ભાતાખાતામાંથી ૬ ફુટ પહેળે અવરજવરને માર્ગ બનાવવાની મંજૂરી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફ મળી છે. તળેટી રોડના શ્રી કેસરીયાજી જિનાલયની સામે બનાવેલા ભવ્ય દરવાજાથી શ્રી જંબુદ્વીપ સંકુલ સુધી પાકી સડક બનાવવા મંજૂરી મેળવવાની કાર્યવાહી ચાલુ છે. વિશાળ કદનું ચૌદ રાજલેકનું મેડેલ પ્લેનેટોરીયમ અને વિશાળ સાયન્ટીફીક એકઝીબીશન વગેરે શ્રી અંબુદ્વીપ સંકુલની ભાવિ જનાઓ છે. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28