Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 8
________________ જેન યુગ જાન્યુઆરી ૧૯૫૯ રિક વહીવટમાં વેકિયું નથી કરતા. આવી સંસ્થાઓના વહીવટનો જે અભ્યાસ કરવામાં આવે તો કેવળ અસંતે ૧ જ અનુભવવાનો રહે ! ધાર્મિક પાઠશાળાઓ માટે યોગ્ય શિક્ષકો તો નથી મળતા પણ સામાન્ય કોટિના શિક્ષકો પણ પૂરતી સંખ્યામાં નથી મળતા; અને બહેનોને આવું શિક્ષણ આપી શકે એવી સ્ત્રીશિક્ષિકાઓની માગણી તો બહુ ઓછા પ્રમાણમાં સંતોષી શકાય છે. છાત્રાલયો, વિદ્યાલયો કે ગુરુકુળોને સુયોગ્ય ગૃહપતિ નહીં મળતો હોવાની ફરિયાદ તો હવે જાણે રોજની બની ગઈ છે. આટલું જ શા માટે, કોઈ કોઈ સંસ્થાને તો સાધારણ કક્ષાના ગૃહપતિને મેળવવા માટે પણ ફાંફાં મારવાં પડે છે. સાહિત્યપ્રકાશનની સંસ્થાઓનું સુચારુરૂપે સંચાલન કરી શકે અને ખાસ કરીને સાહિત્ય સંશોધનના આધુનિક વૈજ્ઞાનિક ગ્રંથોનું સાંગોપાંગ સુંદર અને સુઘડ પ્રકાશન કરી શકે એવા નિષ્ઠાવાન અને તલસ્પર્શી જ્ઞાન ધરાવતા વિદ્વાનો તો અત્યારે શોધ્યા જડતા નથી. પરિણામે, આપણી અનેક સાહિત્ય સંસ્થાઓ પાસે પુષ્કળ પૈસો હોવા છતાં એનું ગ્રંથપ્રકાશન કાર્ય બહુ ધીમું, નબળું અને ઊતરતી કોટીનું થાય છે, જે આજના યુગમાં ભાગ્યે જ આદરપાત્ર બની શકે છે. જૈનોની મોટી વસતી ધરાવતા દરેક શહેરમાં, વધારે નહીં તો ઓછામાં ઓછો એકાદ વિદ્વાન તો એવો હોવો જોઈએ કે જે જૈનધર્મ, દર્શન અને સંસ્કૃતિનાં વિવિધ અંગોનો અને સાથે સાથે ઈતર ધર્મ કે દર્શન પરંપરાઓનો ઊંડો અભ્યાસી હોય અને કોઈ પણ જિજ્ઞાસુની જિજ્ઞાસાને સારી રીતે સંતોષી શકે. વળી તીર્થસ્થાન, દેવસ્થાનો કે ધર્મસ્થાનોનો વહીવટ સંભાળતી સંસ્થાઓમાં પણ જનતાને સંતોષ આપી શકે એવી સંસ્થાઓ તો માંડ આંગળીને વેઢે ગણી શકાય એવી જ મળવાની. આ જ હાલત બીજી પણ મોટા ભાગની સંસ્થાઓની છે. આવી બધી સંસ્થાઓના સંચાલનનો ભાર જેમ સવેતન કાર્યકરોને માથે હોય છે તેમ અવેતન (ઓનરરી) જાહેર કાર્યકરોને માથે પણ હોય છે. પણ જાહેર કાર્યકરો બધે જ પહોંચી વળે એટલા આપણી પાસે છે જ નહીં એ હકીકત છે. પરિણામે એક જ જાહેર કાર્યકરને અનેક સંસ્થાઓ સાથે સંકળાવું પડે છે અને છેવટે દરેકને સમય, શક્તિ અને સંજોગોની મર્યાદા હોવાથી સંસ્થાના કાર્યને પૂરતો ન્યાય નહીં મળવાને કારણે સંસ્થાનો વહીવટ કથળે છે. આ બધા વિવેચનનો સાર એ જ નીકળે છે કે સેવાની કે શિક્ષણ અને સાહિત્ય પ્રકાશનની સંસ્થાઓના વહીવટને પહોંચી શકે એવા કાબેલ અને શક્તિશાળી કાર્યકરો અને વિદ્વાનોની આપણે ત્યાં ખોટ છે; અને આ ખોટ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આપણી સંસ્થાઓનું સંચાલન સંતોષકારક રીતે ચાલે, એ ન બનવા જોગ છે. તો આ માટે શું કરવું જોઈએ? વિદ્વાનો અને સારા શિક્ષકો માટે પહેલી જરૂર તો એમના પગારના ધોરણમાં અને સામાજિક પ્રતિકામાં વધારો થવો જોઈએ; એમનો માનમર્તબો પણ પૂરેપૂરો જળવાવો જોઈએ, અને બીજા કાર્યકરો માટે પણ પગાર અને પ્રતિષ્ઠાનું ધોરણ વધારવાની સાથે એમને તે કાર્યમાં કેળવવાની જોગવાઈ કરવી જોઈએ. અનુભવી કર્મચારીઓ મળતા રહે તો વહીવટમાં ચોક્કસ ફેર પડે. વળી, સારા શિક્ષકો અને સારા કાર્યકરો તૈયાર કરવા માટે ટ્રેનિંગ કોલેજ કે એવી એકાદ સંસ્થાની ઉપયોગિતા પણ અમને વિચારવા અને ધ્યાન આપવા જેવી લાગે છે. અને અવેતન કાર્યકરો પણ વધવા જ જોઈએ. આ માટે દરેક સંસ્થાએ નવા નવા કાર્યકરોને આવકારવા જોઈએ, અને એમને સંસ્થાના સંચાલનનો અનુભવ આપવાની સાથે એમના અનુભવ અને એમની શક્તિનો પણ સંસ્થાના સંચાલનમાં બને તેટલો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે કંઈક એવું બન્યું હોય એમ લાગે છે કે આ દિશામાં નવા કાર્યકરો ઓછા આકર્ષાય છે. અને તેથી જૂના કાર્યકરોને સાથે વધારે પડતો ભાર આવી પડે છે. પણ આવા કાર્યકરોની તો પરંપરાજ ચાલવી જોઈએ. આવી બધી સંસ્થાઓ સમાજને માટે ઉપયોગી હોવાનું જે આપણને લાગતું હોય તો એના પ્રાણુરૂપ વિદ્વાનો અને કાર્યકરોની અછત દૂર કરવા સમાજે પ્રયત્ન કરવો જ જોઈએ. જે શકિતશાળી અને સાચા કાર્યકરો અને વિદ્વાન પૂરતા પ્રમાણમાં નહીં હોય તો, પૂરતા પેસે અને સાધને આપણી સંસ્થાઓ સંતોષકારક કામ નહીં કરી શકે એટલું આપણે સમજી રાખીએ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 524