Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 23
________________ જેન યુગ ૧૮ જાન્યુઆરી ૧૯૫૯ , દેવેન્દ્ર (સત્તરા–ટા), શાન્તિસૂરિ (ઉત્તરકક્ષા–ટા) અને સંઘદાસ (વસુ ) ને રૂપાન્તરોની તુલના દ્વારા આક્સડૉકે અગડદત્ત-કથાનું મૂળ સ્વરૂપ પાછું આણે છે. દેવેન્દ્રનો ગ્રન્થ બીજા બે ગ્રન્થોની સરખામણીમાં અમૌલિક જણાયો છે. પરંતુ આ બે વાસ્તવમાં એક જ રૂપાન્તર આપે છે, કારણ કે “શાંતિસૂરિનો લગભગ આખો ગ્રન્થ સંઘદાસમાં મળે છે.” જો કે સંઘદાસના વસુ ના સપૂર્ણ કથાનકની સરખામણીમાં શાંતિસૂરિનું રૂપાન્તર માત્ર સંક્ષેપ જ છે. Further Contributions to the History of Jair-Cosmography and-Mythology (ort વિશ્વરચના અને પુરાણકથાના ઇતિહાસમાં વધુ પ્રદાનો) (અંગ્રેજીમાં) (New Indian Antiguary. IX, 1947, pp. 105ff) : શ્વેતામ્બરો (દીવાન્નત્તિ) અને દિગમ્બરો (મહાપુરાણ, મહાપુરાણ તિસક્રિમહા) કહે છે કે દેવો તીર્થંકરનો જન્માભિષેક મેરુ પર્વત પર કરે છે. હવે ની બાબતમાં આ કથાની પહેલાં દિલ્ફમારીઓએ આ બાળકના કરેલા કેટલાક સંસ્કારોનો ઉલ્લેખ હોય છે; દિની બાબતમાં એની પહેલાં (શ્રી વગેરે) કેટલીક દેવીઓ દ્વારા બાળકની માતાના અભિષેકનું વર્ણન આવે છે. અભિષેકના દિ. અને છે. રૂપાન્તરોનું ઉદ્ગમ એક જ છે, પરંતુ જ્યારે દિ એ વાર્તાને “મોટે ભાગે બદલાયા વગરની” રહેવા દીધી ત્યારે .એ પાછળથી સમગ્રતયા વિકસેલી પુરાણકથાની પદ્ધતિને સહમત થાય એ હેતુથી અભિષેક (અને તે પહેલાંની ક્રિયા)ના વર્ણનને વિસ્તાર્યું. આ વધારાઓ રાવપૌત્રમાં સૂર્યાભદેવના વર્ણનમાંથી લેવાયા હતા. . માં મળતી દિકુમારીઓની ૫૬ની સંખ્યા મૂળ ૩૨ની સંખ્યામાંથી વિકસાવી. આ ૩૨ દિકુમારીઓ બૌદ્ધો (મહાવસ્તુ, લલિતવિસ્તર)ને પણ જાણીતી હતી એમ નામોની સરખામણી બતાવે છે. માતાના અભિષેકનો દિ. વૃત્તાન્ત અંશતઃ મહાવસ્તુમાં અને અંશતઃ નિદાનકથામાં ઉપલબ્ધ થાય છે અને આ બન્ને બૌદ્ધ રૂપાન્તરોનો તે સમાવેશ કરતો હોય એમ લાગે છે. પરંતુ (નિદાનકથામાં સ્વમ તરીકે વર્ણવાય છે તેમ) અભિષેક માટે માતાને હિમાલય પર લઈ જવાને બદલે, દિ. અને કવે. રૂપાન્તરમાં માત્ર બાળકને જ અભિષેકાર્થે (મેર) પર્વત પર લઈ જવાય છે. Glimpses of Old Jain Libraries (Halla જૈન પુસ્તકાલયોની ઝાંખી) (ANIST 7, 1951, pp. 59 ff): જેસલમીર, પાટણ અને ખંભાતના જૈન હસ્તપ્રતોના અગત્યના સંગ્રહોની મુનિ શ્રી પુણ્યવિજ્યની પ્રેરણાથી પુનઃરચના અને સૂચીઓ તૈયાર થઈ છે. આલ્સડફે ૧૯૫૧ માં આ સ્થળોની મુલાકાત લીધી અને આ લેખમાં તેઓ એમની ૧૯૩૧ ની છેલ્લી મુલાકાત પછી થયેલા સુધારાઓ જણાવે છે. The Vedha in the Vasudevahindi (વસુદેવહિણિહમાં વેઢ) (Asiatica, Festschrift Friedrich Weller, Leipzig 1954, pp. 1 f) : આગમોના વર્ણકોમાંથી ઉપલબ્ધ થયેલા અને ટીકાકારો તેમજ અર્વાચીન સમ્પાદકો દ્વારા ન પ્રમાણુએલા “ગદ્ય અને પદ્યના સમાધાન” રૂપ વેઢ પ્રત્યે સહુ પ્રથમ યાકોબીએ જ ધ્યાન દોર્યું.૫ અલ્સ સિંઘદાસના વસુ૦માં વેરવિખેર પડેલા ૨૬૦ વેઢની શોધ અને પૃથકકરણ કરે છે. આ છન્દ બીજા આગમેતર ગ્રન્થોમાં જાણીતો ન હોવાથી અને સંઘદાસના વસુ નો વેઢ આગમોના વેઢ કરતાં ઓછો પ્રમાણભૂત ન હોવાથી આ છન્દના ઉપયોગમાંથી આપણે તે ગ્રન્થની પ્રાચીનતા માટે વધારાનો પુરાવો મેળવી શકીએ છીએ. વાન્ત માપતુમ્ (અંગ્રેજીમાં) (Chatterji Jubilee Volume, Madras, 1955, pp. 21 ff) : ૩ત્તરકક્ષાય ૨૨ અને સરવેયાત્રિ ૨ (ાનમર્તવૃત્તાન્ત)માં આવતા વાન્તHignતુમ અને (૨)જધન એ બે શબ્દપ્રયોગોના અર્થ ટીકાઓએ અનાવૃત જ રાખેલા. આ લેખમાં આ બન્ને શબ્દોનું પ્રા. અને પાલી સમાન્તરોમાંથી મળતા પ્રકાશવડે પુનર્વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. The Story of Citta and Sambhūta (rati અને સ તની કથા) (અંગ્રેજીમાં) (Dr. S. K. Belvalkar Felicitation Volume, Poona, 1957 pp. 202 ff) – 4. H. Jaeobi: Indische Studien XVII (Leipzig 1885). pp. 389 ft.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 ... 524