Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 21
________________ જેન યુગ જાન્યુઆરી ૧૯૫૯ સર્ણકુમારચરિયને મળતી છે.) વાર્તાઓમાં જીવનઃકરણ- સલાપસ્થા અને સ્થૂલભદ્રકથા સહુથી વધુ અગત્યની છે. સ્થૂલભદ્રકથાના જુદા જુદા રૂપાન્તરોનું આવશ્યકચૂણિના પ્રાચીનતમ ઉલેખોમાંથી ગુજરાતી રાસોના એમના છેવટના રૂપ સુધી પગેરું કાઢયું છે. પ્રથમ ભાગમાં કુમારના પ્રા. અને અ૫. અંશોની લઘુ ચર્ચાનો સમાવેશ છે. ગ્રન્થમાંની બધી કથાઓ (અન્ય સાહિત્યિક સમાન્તરો સહિત)ની ગ્રન્થના ૭ માં પાનાથી શરુ કરીને યાદી આપી છે. Remarks on Pischel's Materialien zur Kentnis des Apabhramsa' (424411 "Materialien zur Kentnis des Apabhramśa”—અપ. ના જ્ઞાન માટેની સામગ્રી-ઉપર felyeil) (Festschrift Moritz Winternitz, Leipzig 1933, pp. 29 ff.) 240 ApabhramsaStudien (અપભ્રંશનો અભ્યાસ) (Leipzig, 1937): આ બે પ્રકાશનો [ જેમાં પિશેલે ભેગા કરેલ અને ભાષાન્તરિત કરેલા અ૫. શ્લોકોનું પુનર્વ્યાખ્યાન છે અને જેમાં અપ. અને અર્વાચીન ભારતીય આર્ય (New Indo-Aryan) વ્યાકરણના નિર્ણાયક મુદ્દાઓની ચર્ચા છે] નો જૈન સાહિત્ય સાથે સીધો સમ્બન્ધ જૂજ માત્ર છે. પરંતુ અ૫. ગ્રન્થોની વધુ સારી સમજણની દૃષ્ટિએ એક સર્વસાધારણ પ્રદાન પૂરું પાડે છે. Two New Testimonies for the "Indian origin” of the Arabian Nights (ZDMG, 1935, pp. 275 ff.) (“અરેબીઅન નાઈટ્સના “ભારતીય ઉદ્ગમ” માટે બે નવા પુરાવા”) : (૧) બસરાના હસનની કથાનો આરમ્ભ અને સિન્ડબાદવૃત્તાન્તોમાંના એકનો આરમ્ભ સંઘદાસના વસુની ચારુદત્તકથા જેટલો જૂનો છે. (વસુ નો ચારુદત્ત= બૃહત્કથાનો સાનુદત્ત). ભારતીય રૂપાન્તરની અધિકતર મૌલિકતા સ્પષ્ટ છે. (૨) રાજકુમાર ફિરોઝશાહના જાદુઈ ઘોડાની કથા અંશતઃ (સંઘદાસના વસુમાં કહેવાએલી) કોકાસકથા પર અને ( પતન્નની) “કૌલિકના રૂપમાં વિષ્ણુ”ની કથા પર આધારિત થઈ છે. પતંત્રની વાર્તા પણ કોકકસ કથા દ્વારા જ પ્રેરાએલી લાગે છે. હરિવંશપુરાણ (અપ.માં લખાએલ “મહાપુરાણ તિસદ્વિમહાપુરિસગુણાલંકાર' નામના વિશ્વઈતિહાસનો એક ભાગ) (ANIST 5, 1936): હસ્તપ્રતોના અભાવને લીધે અપ. ગ્રન્થોની પહેલાંની આવૃત્તિઓને સહન કરવું પડેલું. તિસહિમહા°ની ત્રણ સારી હસ્તપ્રતોએ આસડૉક્ને પુષ્પદન્તના આ ગ્રન્થના હરિવંશવિભાગનો આધારભૂત ગ્રન્થ નક્કી કરવા અને અપ. વ્યાકરણ(ખાસ કરીને ધ્વનિવિદ્યા)ને આપણા જ્ઞાનને મજબૂત પાયા પર મૂકવા સમર્થ બનાવ્યા. ગ્રન્થનું ભાષાન્તર અને ભાષા (જે ભવિસત્તહાને મળતી છે) તથા છત્ત્વનું પૃથક્કરણ કર્યું છે. આલ્સ સર્વ પ્રથમ જેની ચર્ચા કરી છે એવા તિસક્રિમહા° અને મહાપુરાણ (સ) (જિનસેન અને ગુણભદ્રરચિત)ના નામોની વિશિષ્ટ ચર્ચા ખાસ ધ્યાન ખેંચનાર મુદ્દો છે. દા. ત. સુમઢસાય એ પુષ્પન્ત (નામોની સમાનાર્થતા) માટે અને તેવી નિનાવિલ એ નિવ-નિદ્રિત્તી (નામોનું બીજગણિત) માટે વપરાયાં છે. તિસઢિમહા°, જિનસેનનું હરિવંશપુરાણ (હિ), હેમચન્દ્રનું ત્રિષષ્ટિશલાકપુરુષચરિત પર્વ ૮ (વે.) અને સંઘદાસનું વસુદેવહિણિક –આ બધાના સંક્ષિપ્ત પૃથક્કરણથી આરંભી ગ્રન્થના પ્રતિપાદ્યવિષયની ચર્ચા હરિવંશપુરાણના સર્વ ઉપલભ્ય દિ. અને . ઉદ્ગમોની સરખામણી સુધી પહોંચે છે. વિશ્વ ઈતિહાસ (૬૩ મહાપુરુષોનો ઈતિહાસ)ના વિભાગની આ વ્યવસ્થિત ચર્ચા સર્વપ્રથમ કરવામાં આવી છે. જૈન હરિવંશપુરાણ જૈન લેખકોએ સાંકળી દીધેલા પાંચ અંશોનું બનેલું છે : કૃષ્ણ-કથા, મહાભારત, નેમિચરિત, વસુદેવહિડિ અને પ્રદ્યુમ્નચરિત. આ પિકી વસુ ખાસ ધ્યાન માગે છે કારણ કે તે બૃહત્કથાનું જેન રૂપાન્તર છે. અલ્સડૉ આ શોધ “A New Version of the Lost Brhatkathā of Guņādhya" (Atti del XIX Congresso Internazionale degli Orientalisti, Rome 1938, pp. 344 fF.) એ લેખમાં ચલી જ છે. એનો આશય ટૂંકમાં આ પ્રમાણે છે : ગુણાઢ્યની ખોવાઈ ગએલી બૃહત્કથાના પુનરુદ્ધાર માટે પહેલાં એક બીજાને લગભગ મળતાં બૃહત્કથાના ૩. જનસાહિત્યમાં અરેબિયન નાઈટ્સના બે વધુ સમાનતો માટે જુઓ-કલાઉસ બ્રુનઃ શીલાંકની ચઉપણમહાપુરસચરિય (૬ ૨) પૃ. ૧૧૩,

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 524