Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 20
________________ જૈન યુગ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાંની નિવૃત્તિ સુધી શુબિંગ હામ્બર્ગ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગનું સંચાલન કરતા હતા. આજે પણ તેઓ ત્યાં વ્યાખ્યાનો આપે છે. આગમ ગ્રન્થોની આવૃત્તિઓ ઉપરાંત આપણને એમણે “Die Lehre der Jainas” (The Doctrines of the Jains –જૈનોના સિદ્ધાન્તો) નામનો હાખુર્ગથી ૧૯૩૫માં પ્રસિદ્ધ થએલો ગ્રન્થ પણ આપ્યો છે. (એની અંગ્રેજી આવૃત્તિ તૈયાર થઈ રહી છે). આ પુસ્તક અશેષતઃ (શ્વેતામ્બરોના) આગમ ગ્રન્થો પર આધારિત થએલું છે; અને સામગ્રીનું વર્ણન એટલું બધું વ્યાપક છે કે ભવિષ્યમાં થનારા સંશોધન દ્વારા માત્ર નજીવા ફેરફારો કે ઉમેરાઓની જ આશા રાખી શકાય. શુબિંગના તત્પશ્ચાત ગ્રન્યો આ લેખના બીજા ભાગમાં ચર્ચાશે. ઉપર નિર્દિષ્ટ કરવામાં આવેલો ગ્રન્થ તેમ જ એક્સ્ટ Gesel "Geschichte der Sanskrit Philologie" (History of Sanskrit Philologyસંસ્કૃત શબ્દશાસ્ત્રનો ઇતિહાસ) નામનો સ્ટ્રાસબુર્ગથી ૧૯૧૭માં પ્રકાશિત થએલો ગ્રન્થ જર્મનીમાં તે સમય દરમ્યાન થએલા જૈન વિદ્યાના અભ્યાસની રૂપરેખા આપે છે. એટલા માટે ૧૯૩૫ પહેલાં સંશોધનકાર્યની સતત પ્રગતિને સ્પષ્ટતમ રીતે દર્શાવતા પ્રકાશનો તરફ ધ્યાન દોરવાનું અમને યોગ્ય લાગ્યું. યોહાનેસ કલાટ (Studies in the History of the Churchજૈન સંઘના ઈતિહાસનો અભ્યાસ) મોર્ગ ખૂલ્લર (Studies in History and Epigraphyઈતિહાસ અને ઉત્કીર્ણ વિદ્યાનો અભ્યાસ), રિખા પિક્સેલ (પ્રાકૃત વ્યાકરણ, ઈ. સ. ૧૯૦૦), યોહાનેસ હેલ (Studies in the non-dogmatical Narrative Literature– સિદ્ધાતેતર કથનાત્મક સાહિત્યનો અભ્યાસ), હેલન્ટ ફૉન ગ્લાસેનાપ (Description of the Jain Religion– જૈન ધર્મનું વર્ણન, ઈ. સ. ૧૯૨૫) વિલિબાડ કિટ્ટેલ (Studies in Cosmography– વિશ્વરચનાશાસ્ત્રનો અભ્યાસ) ઈત્યાદિ વિદ્વાનોનાગ્રન્થો સમ્પ્રદાયના ઇતિહાસમાં આગળ વર્ણવેલા ગ્રન્થોના જેટલું જ અગત્યનું સ્થાન ભોગવે છે એ કહેવું બિનજરૂરી છે. બીજો તબકકો (ઈ. સ. ૧૯૩૫-૧૯૫૮) વિશિ અને શુધિંગે જેમનો સારાંશ આપી જ દીધાં છે એવા પૂર્વ પ્રકાશનોના કરતાં ઈ. સ. ૧૯૩૫ પછી થએલા સંશોધનકાર્યનું વધારે વિગતવાર વર્ણન આપવું તે અસ્થાને નથી છતાં પ્રકાશિત થએલા ગ્રન્થો અને લેખોનું અત્યારના સમયે તટસ્થ સરવૈયું આપવું તે, તે તે વિદ્વાનોના ગુણવિવેચન કરતાં વધારે યોગ્ય છે. તેથી પ્રથમ તબકકાના સ્વરૂપ કરતાં એનું સ્વરૂપ બદલવું પડશે. ગ્રન્થકર્તાઓ અકારાદિ અનુક્રમની અને ગ્રન્થો આનુપૂર્વની દષ્ટિએ ગોઠવ્યાં છે. અપવાદાત્મક સ્થળોએ ઈ. સ. ૧૯૩૫ પહેલાં પ્રસિદ્ધ થએલાં પ્રકાશનોનો સમાવેશ કર્યો છે. ગ્રન્થસમીક્ષણો અને લોકભોગ્ય લેખોની ગણતરી કરી નથી. જૈન વિદ્યા સાથે નિકટનો સમ્પર્ક ન ધરાવતા લેખોને ટૂંકામાં પતાવ્યા છે. જેનો ખુલાસો આ રીતે ન થઈ શકે એવી અસંગતિઓને માટે લેખક ક્ષમા પ્રાર્થે છે. પુસ્તકોનાં શીર્ષકો જર્મનમાં અને અંગ્રેજીમાં આપ્યાં છે. ઉપશીર્ષકો અને લેખોના શીર્ષકો માત્ર અંગ્રેજીમાં આપ્યાં છે. જો બીજી રીતે કહેવાયું ન હોય તો ભાષા જર્મન છે એમ સમજવું. ગ્રન્થોના નામોની વારંવાર આવૃત્તિને કારણે સંક્ષેપોનો ઉપયોગ અનિવાર્ય છે – ANIST : Alt-und Neu-Indische Studien (Hamburg, 1928 ff) ZDMG : Zeitschrift der Deutschen Morgenlandischen Gesellschaft (Leipzig 1847 ff., Wiesbaden 1950 fF). અ૫ : અપભ્રંશ; દિ: દિગમ્બર; પ્રા : પ્રાકૃત; સ : સંસ્કૃત, શ્વેઃ શ્વેતામ્બર; વસુ : વસુદેવહિકિ. (૧) લુડવિગ આસડો (હાબુર્ગ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ, શુબિંગના શિષ્ય). Der Kumārapalapratibodha (3 41 પ્રતિબોધ) (ANIST 2,1928):– યાકોબીએ ભવિસત્તાકહા (દિ.) અને સર્ણકુમારચરિય (.)ની સમીક્ષિત આવૃત્તિદ્વારા અપભ્રંશ-ભાષા અને-સાહિત્યના અભ્યાસનો પાયો નાંખ્યો હતો. સોમપ્રભાચાર્યના કુમારપાલપ્રતિબોધ (છે, રચના ઈ. સ. ૧૧૯૫)ના અપભ્રંશ ભાગોના અભ્યાસ દ્વારા આસડોર્ફ યાકોબીના કાર્યને આગળ ધપાવે છે. સમીક્ષિત આવૃત્તિ અને ભાષાન્તર ઉપરાન્ત તેઓ ભાષા અને છન્દનું પૃથકકરણ પણ આપે છે. (એની ભાષા

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 524