Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 16
________________ જૈન યુગ જાન્યુઆરી ૧૯૫૦ પરંપરાએ આત્મા સકલકર્માંકથી રહિત થતાં સંપૂર્ણ શુદ્ધ બને, અને આત્માનો સંપૂર્ણ શુદ્ધ પર્યાય તેનું નામ જ મોક્ષ કહેવાય. આહાર લેવાનું પ્રયોજન અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ આ ચારે ય પ્રકાર પૈકી કોઈ પણ પ્રકારનો આહાર લેવો એ આત્માનો મૂલધર્મ નથી. આત્માનો મૂલધર્મ તો અણહારીપણું છે. અને એ અણુહારીપદની પરિસ્થિતિએ પહોંચવા માટે જ તપોધર્મની આરાધના છે, સાચા શબ્દોમાં કહેવું હોય તો તપોધર્મ એ અણાહારીપદ અને તેના સાધનભૂત છાનો નિરોધ પ્રાપ્ત કરવા માટે અનુપમ અભ્યાસની શાળા છે. અનંત ઐશ્વર્યનો પ્રભુ આજે પામર થઈ ગયો છે, પરમાત્મસ્વરૂપ આપણો આત્મા અનંતકાળથી બહિરાત્મા બની ગયો છે–પુનઃ પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે શરીર એ બાહ્ય સાધનોમાં મુખ્ય સાધન છે, એ સાધનનો એ રીતે ઉપયોગ કરવા માટે મર્યાદિત આહારનું પોષણ શરીરને આપવું એ પણું આવશ્યક છે. આહાર કિંવા ખાનપાનાદિની પ્રવૃત્તિ શરીરને દુષ્ટપુષ્ટ કરવા માટે તેમ જ ઈન્દ્રિયો અને મનને ઉન્મત્ત બનાવવા માટે નથી, પરંતુ આત્માના ઉત્કર્ષ કિંવા ધર્મની સાધનામાં શરીર એ અનંતર સાધન છે, અને આહાર એ પરંપર સાધન છે. આ મુદ્દો ખ્યાલમાં રાખીને જ સંયમપૂર્વક આહારની પ્રવૃત્તિ અંગે સુરત મહાનુભાવોએ ખાસ ધ્યાન આપવાનું છે. ” રાપરમાદ્ય વહુ ધર્મસાધનમ્” વગેરે આમ વાક્યોનું રહસ્ય પણ આ જ છે. ઈન્દ્રિય અને મનોનિગ્રહ એ સર્વશિરોમણિ તપ અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ, રાત્રિભોજનનો ત્યાગ, વિકારી (માક) ખાણીપીણાઓનો ત્યાગ વગેરે આહારસંબંધી ધાર્મિક મર્યાદાનું પરિપાલન એ પણ એક પ્રકારનો તપ છે. ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે જેમ તપ છે તેમ ઉપવાસ વગેરે તપના પારણે અથવા હંમેશા ભોજન પ્રસંગે ઉણોદરી (આહારના પ્રમાણમાં અમુક અંશે ન્યૂનતા) રાખવી એ પણ તપ છે. ઉદરી રાખવા સાથે વધુ રસકસ વાળા માદક પદાર્થોનો ઉપયોગ કરવામાં સંયમ રાખવો એ પણ તપ છે. એટલું જ નહીં પરંતુ અમુક જગ્યાએ અમુક સમયે અલ્પસંખ્યામાં અનાસક્તપણે ભોજન લેવું એ પણ તપ છે, કોઈપણ આત્માઓની સુખશાંતિ કિંવા પોતાના કલ્યાણ અર્થે કાયિક કષ્ટ સહન કરવું, કાયાનું સુકુમાળપણું છોડી પર શાંતિ માટે કાયિક ભોગ આપવો એ પણ તપ છે. અને એ બધાયની પાછળ ઈદ્રિયો અને મનનો સંયમ કેળવવો એ સર્વ શિરોમણિ તપ છે. ઉપવાસ, આયંબિલ વગેરે કરવા છતાં ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાય-કલેશ અને ઇકિય સંસીનતા જીવનમાં યથોચિત પણે ન પ્રાપ્ત થાય તો એ ઉપવાસ, આયંબિલ વગેરે તપશ્ચર્યા વાસ્તવિક તપ નથી, તપ સંબંધી છ પ્રકારના બાહ્ય ભેદો તેમ જ છ પ્રકારના અત્યંતર ભેદોનું રહસ્ય ઘણું જ વિચારણીય છે, અને રહસ્યના ચિંતન-મનન સાથે જે તપોધર્મની આરાધના થાય તો એ આરાધના સકામ નિર્જરા દ્વારા મોક્ષનું સાધન અવશ્ય બની રહે એ નિઃશંક બીના છે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 524