Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 13
________________ જૈન યુગ જાન્યુઆરી ૧૯૫૯ પુષ્પાબહેન ભૂપતરાય પારેખ સિલાઈખાતું ખોલવામાં આવેલ છે. પ્રચાર અને પ્રવાસ : કોન્ફરન્સના પૂર્વ પ્રમુખ શ્રી પોપટલાલ રામચંદ્ર શાહે શ્રી વિશાશ્રીમાળી જ્ઞાતિના સંમેલન પ્રસંગે પડઘરી, વાંકાનેર, મોરબી, રાજકોટ વગેરે ગામોમાં પ્રવાસ કરી જૈન સમાજના ઉત્થાનાર્થે વ્યાખ્યાનો આપ્યાં હતાં. સમાન : શ્રી સી. ડી. દેશમુખના પ્રમુખપદે પૂના મ્યુનિસિપાલિટીના શતાબ્દિ મહોત્સવ પ્રસંગે શ્રી પોપટલાલ રામચંદ્ર શાહનો જાહેર સત્કાર કરવામાં આવ્યો હતો. શ્રી શાંતિચંદ્ર સેવા સમાજ: શ્રી શાંતિચંદ્ર સેવા સમાજ અમદાવાદના એકત્રીશમાં વાર્ષિકોત્સવની ઉજવણી તા. ૨૪-૧૧-૧૮ ના રોજ સમારોહપૂર્વક કરવામાં આવી હતી. આ સમાજ "તરફથી સંસ્થાના કાર્યાલયમાં (હાજા પટેલની પોળ) રાહતભાવથી કાપડ આપવાનું શરૂ કરવામાં આવેલ છે. ઉપધાન તપઃ મુંબઈ (ભાયખલા)માં પૂજ્ય જૈનાચાર્ય શ્રી વિજય- ધર્મસૂરિશ્વરજી મહારાજ આદિની પ્રેરણા અને સદુપદેશથી શનિવાર, તા. ૧૩–૧૨–૧૯૫૮ થી ઉપધાન તપની શરૂઆત થઈ છે. જુનાગઢ જૈન ભોજનશાળા : શ્રી જુનાગઢ-રેવતગિરિ જૈન ભોજનશાળાના જાણીતા સંચાલક શ્રી વીરચંદ ગોવિદજી શાહ નાદુરસ્ત તબિયતના કારણે નિવૃત્ત થતાં તેમની કિંમતી સેવાઓની નોંધ લઈ તેમના સ્થાને ગોંડળનિવાસી શ્રી કેવળચંદ કાનજીભાઈની નિયુક્તિ કરવામાં આવી છે. શ્રી શકુંતલા કાંતિલાલ ગર્લ્સ હાઈરલ: શ્રી શકુંતલા કાંતિલાલ જૈન ગ૯ર્સ સ્કુલની વિદ્યાર્થિની કુમારી નીલા ઈશ્વરલાલ શાહ ૪૯૦ ૭૦૦ માર્ક મેળવી એસ. એસ. સી. બોર્ડની ઑકટોબર ૧૯૫૮ ની પરીક્ષામાં છઠ્ઠ નંબરે ઉત્તીર્ણ થયાં છે. જુનીઅર રેડક્રોસ સોસાયટી–મુંબઈ સ્ટેટ દ્વારા આ વર્ષે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી શકુંતલા જૈન ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા રાસની આઈટેમ રજુ થતાં હરીફાઈમાં શ્રી જમશેદજી ડગન કપ (દ્વિતીય ઈનામ) મેળવેલ જે મુંબઈના રાજ્યપાલ શ્રી પ્રકાશના શુભહસ્તે તે સંસ્થાને અર્પણ થયેલ છે. ઈન્ડીઅન નેશનલ થીએટર પ્રયોજીત ગરબા-રાસ હરીફાઈમાં શ્રી શકુંતલા કાન્તિલાલ જૈન ગર્લ્સ સ્કૂલ ગરબા હરીફાઈમાં પ્રથમ નંબરે અને રાસ હરીફાઈમાં બીજે નંબરે આવેલ છે. ગરબા-રાસ હરીફાઈ આઈ. એન. ટી. યોજિત સાતમી ગરબા-રાસ હરીફાઈમાં નીચે જણાવેલી જૈન સંસ્થાઓ વિજેતા જાહેર થએલ છે – શાળા-કૉલેજ-ગરબા શ્રેષઃ શ્રી શકુંતલા કાન્તિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ સ્કુલ. શાળા-કોલેજ-રાસ (પ્રથમ) શેઠ ખે. ચ. પી. અજાણી શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન વિદ્ય લય. (બીજી); શ્રી શકુતલ કાન્તિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ સ્કૂલ. રાસ પુરુષોઃ શ્રેષ્ઠ : શ્રી કચ્છી દશા ઓસવાળ જૈન આઝાદ કચ્છ મંડળ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય : શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થી શ્રી સુમંતલાલ વાડીલાલ શાહને ચિત્રકળાના વિશિષ્ટ અભ્યાસ માટે માસિક રૂ. ૨૫૦ની શિષ્યવૃત્તિ બે વર્ષ માટે આપવાની જાહેરાત ભારત સરકાર તરફથી તાજેતરમાં થએલ છે. આ વર્ષે ભારત સરકારના વૈજ્ઞાનિક સંશોધન અને સાંસ્કૃતિક બાબતોને લગતા ખાતા તરફથી ભિન્ન ભિન્ન સાંસ્કૃતિક ક્ષેત્રોમાંની (ભારત નાટ્યમ, કથકલી, લોકનૃત્ય, વાદ્યસંગીત, ચિત્રકળા, શિલ્પકળા, રવીન્દ્ર સંગીત, નાટ્ય, વગેરે) ૪૬ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ અપાયેલ છે, જેમાં શ્રી સુમંતલાલ શાહનો સમાવેશ થાય છે. શ્રી સુમંતલાલ શાહ બી.એ. (ફાઈન આર્ટ્સ)ની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં તાજેતરમાં સયાજીરાવ યુનિવર્સિટીમાં ‘ફેલો” નીમાયેલ છે. હાલ તેઓ “મ્યુરલ અથવા ફ્રેસ્કો ”નો ચિત્રકામનો ખાસ વિષય લઈ એમ. એ. (ફાઈન આર્સ)નો અભ્યાસ કરે છે. . ગયે વર્ષે શ્રી શાહની ચિત્રકૃતિઓ બૉમ્બે આર્ટ સોસાયટીના ઑલ ઈન્ડીઆ પ્રદર્શનમાં પ્રદર્શિત થવા ઉપરાંત દેવી કા રથનું ચિત્ર ખાસ નોંધપાત્ર ઠરેલ હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની અમદાવાદ શાખાના વિદ્યાર્થી શ્રી હસમુખલાલ ચિમનલાલ મહેતા ઑક્ટોબર, ૧૯૫૮માં લેવાયેલ એમ. બી. બી. એસ.ની ડિગ્રી પરીક્ષામાં બેઠેલ સર્વે વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થએલ છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 524