Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 11
________________ જૈન યુગ તેનું જ જીવન ધન્ય મનાય છે. શ્રી કેશવલાલ શાહે સ્વર્ગસ્થને આત્મિક સંપત્તિના ખજાનારૂપ પુરુષ વર્ણવ્યા. શ્રી ગોવિંદજી શામજીએ પુણ્યનું ભાથું રિઝર્વ રાખી કોઈની પણ મુશ્કેલીમાં સહાય્યભૂત થનાર “ દિવ્યપુરુષ ’ના બિરૂદથી અજલિ આપી. શ્રી રતનશી પ્રાગજી, શ્રી જયવંતલાલભાઈ, શ્રી ૫. મોતીલાલભાઈ આદિએ સ્વર્ગસ્થને-વિવિધ સમાજ, ધર્મ અને શિક્ષણના કાર્યને પ્રેરણા અને પોષણ આપવા માટેની હકિકત વર્ણવી ઉચ્ચ શબ્દોથી અંજલિ આપી હતી. ધ્રાંગધ્રા, કાંદિવલી અને મુંબઈ તેમ જ પંજાબના અનેક સ્થળોએ તેઓશ્રી દ્વારા આર્થિક અને સેવાવૃત્તિથી પોષાયેલી સંસ્થાઓ આજે ખૂબ વિકસિત થઈ રહી છે તેની સભામાં વક્તાઓએ વિગતો રજૂ કરતાં એક દાનવીરના દેહવિલયથી મહાન ખોટ પડી હોવાનું દૃશ્ય સર્જાયું હતું. બાદ શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલે પ્રમુખસ્થાનેથી શોકદર્શક ઠરાવ રજૂ કરતાં સભાએ ઉભા થઈ શાંતિપૂર્વક તે સર્વાનુમતે પસાર કર્યો હતો. આ પ્રસંગે ધ્રાંગધ્રાના શ્રી આણંદજી કલ્યાણજી અને ઘેબરીઆ સંત્ર તેમજ ધ્રાંગધ્રા જૈન ોર્ડિંગના તાર સંદેશાઓ મળ્યા હતા. વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન : શિક્ષણની ભૂખ જે સમયે વધુમાં વધુ જાગૃત થયેલી છે તે વખતે તેનાં સાધનોની અનભિજ્ઞાદિને લઈ ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી અનુભવવી પડે છે એ વાતને વાર્ષિક પરીક્ષા પછી ઘેર ઘેર જઈ માર્ગદર્શન શોધતા વિદ્યાર્થીઓ દ્વારા પુષ્ટિ મળે છે. શહેરો કરતા ગામડાઓમાંના કેટલાય વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ ચોક્કસ માર્ગદર્શન કે સાધનના અભવે શિક્ષણ લેતા અટકી પડે છે. અને એ રીતે સમાજ તેમજ દેશને ઉગતી પ્રજાના ઉત્થાનમાં અવરોધ ઉપસ્થિત થતાં ઘણું સહન કરવું પડયું છે. આજે પ્રાયઃ સર્વત્ર શિક્ષણ માટેના સાધનો હોવા છતાં આ સ્થિતિ પ્રવર્તે એ વિચારણીય હોઈ કૉન્ફરન્સની કાર્યવાહી સમિતિએ નિયુક્ત કરેલ સાહિત્ય પ્રચાર સમિતિ દ્વારા એ વિષે વિદ્યાર્થી–જગતને ઉપયોગી એવી માહિતી એકત્ર કરી પ્રકટ કરવાનું સૂચન થયું. અને કૉન્ફરન્સની કાર્યવાહી સમિતિએ એનો સ્વીકાર કરતાં “ છાત્રાલય અને છાત્રવૃત્તિઓ ” નામક પુસ્તક ટૂંક સમયમાં પ્રકટ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ભારતવર્ષમાં અનેક ધર્મ અને જાતિઓ છે જેઓએ પોતપોતાના સમાજના બાલક-બાલિકાઓને શિક્ષણ જાન્યુઆરી ૧૯૫૯ અને વૈદકીય રાહત માટે જુદી જુદી સગવડો છાત્રાલયો અથવા છાત્રવૃત્તિઓ આદિના સ્વરૂપમાં ગોળ છે. પંચવર્ષીય યોજનામાં પણ રાષ્ટ્રે શિક્ષણ કાર્યને મહત્ત્વપૂર્ણ સ્થાન આપી તે માટે સમુચિત પ્રબન્ધ કરવા યોજનાઓ ઘડી છે. જૈન સમાજમાં પણ આજે વિદ્યાર્થીઓ માટે એ પ્રકારના કેટલાંક સાધન વિદ્યમાન હોવા છતાં જનતાને તેની ખબર નહીં હોવાથી તે સાધને વિદ્યાર્થીઓને અગવડો વેઠવી પડે છે. એવા કેટલાએ બનાવો ઉપરથી જણાયું છે. આ સ્થિતિ અટકે એટલું જ નહિ પણ યથાશક્ય પ્રયાસે સમાજના વિદ્યાર્થીને સહાયરૂપ થઈ પડે એ દષ્ટિએ કૉન્ફરન્સ તરફથા ઉપરોક્ત પુસ્તક પ્રકાશનનું જે કાર્ય આરંભ કરવામાં આવેલ છે તે યોગ્ય અને સમયસરનું લેખાશે. આ માટે જ્યાં જ્યાં શ્વે. મૂર્તિપૂજક વિભાગના વિદ્યાર્થીઓને લાભ આપતાં છાત્રાલય, ગુરુકુળ, બાલાશ્રમ, હોસ્ટેલ કે તે પ્રકારની કોઈ સંસ્થા હોય અથવા છાત્રવૃત્તિ માટે ફંડ આદિની વ્યવસ્થા હોય તેની વિસ્તૃત નોંધ મોકલી આપવા ‘સાહિત્ય પ્રકાશન સમિતિ' એ ફૉર્મ વગેરે મોકલાવ્યા છે અને તે તા. ૧૫-૧-૧૯૫૯ સુધીમાં ભરીને અવશ્ય મોકલી આપવા પુનઃ વિનંતી કરવામાં આવે છે. આગેવાન કાર્યકરો, સંરથાઓના વ્યવસ્થાપકો આદિએ પોતાના વિભાગમાં જ્યાં જ્યાં તે પ્રકારની સંસ્થાઓ અને ફંડો હોય તેની માહિતી એકત્ર કરી કૉન્ફરન્સ કાર્યાલયને મોકલી આપવાથી વિદ્યાર્થી જગતની એક મહાન સેવા બજાવી ગણાશે. આ અંગે કાર્ય વગેરે વિગતો નીચેના સ્થળેથી મેળવી લેવા વિનંતી છે ઃ— ગોડીજી બિલ્ડિંગ કાલબાદેવી મુંબઈ-૨ ધીર્જલાલ ટોકરશી શાહ મંત્રી, સાહિત્ય પ્રચાર સમિતિ શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ · જૈન યુગ 'ના ગ્રાહકબંધુઓને : નવેમ્બર, ૧૯૫૮થી ‘જૈનયુગ'ના દ્વિતિય વર્ષની શરૂઆત થએલ છે. જે ગ્રાહકબંધુઓએ બીજા વર્ષના લવાજમના બે રૂપીઆ ન મોકલ્યા હોય તેમને મોકલી આપવા વિનંતી છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 524