Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 12
________________ સ મા ચા ૨ સંકલ ન વિધિની આરાધના અંગે નિવેદન જૈન સમાજના સુપ્રસિદ્ધ અગ્રેસર અને ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ એ એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે “ગુરૂવાર તા. ૭-૮-૫૮ ના રોજ સંવત્સરીની આરાધના એકજ દિવસે કરવાની સૈ આચાર્ય મુનિમહારાજની સંમતિ આવતાં જૈન જનતામાં અનેરો ઉમંગ આવ્યો હતો. ત્યારબાદ તિથિ આરાધના પણ એકજ દિવસે કરવા સારુ મેં અનેક પ્રયત્નો કર્યા છતાં તેમાં સફળતા મળી નથી. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે અમુક આચાર્ય મુનિરાજોને બાદ કરતાં મોટાભાગના બન્ને પક્ષોનું વલણ એવા પ્રકારનું છે કે જેમાં તેઓ સમજયા એ સાચું મનાવવાની તમન્ના સેવાઈ રહી છે. જ્યારે તેથી જૈન સંસ્કૃતિ અને સમાજને કેટલું પારાવાર નુકશાન થઈ રહ્યું છે અને થવાનું છે તે તેમના ધ્યાન બહાર રહે છે.” શેઠશ્રી કસ્તુરભાઈનું પ્રેરક પ્રવચન જૈન સમાજે જીવવું હોય તો અંદરના ઝગડાઓને તિલાંજલિ આપવી જોઇશે; અને આપણું ઝગડાઓ કોર્ટ નહિ લઈ જતાં સાથે બેસી સમજવા જોઈશે. ' તિથિચર્ચા માટે મારા પ્રયાસો કેમ કામ નહિ આવ્યા તે અંગે સાધુઓનો દોષ નહીં કાઢતાં, આપણે જ અંદર અંદર સાધુઓનો પક્ષ લઈ બેસી જઈએ છીએ અને સમજતા નથી, તેમજ તેને મહત્ત્વ આપીએ છીએ તે ઈચ્છવા યોગ્ય નથી. તાંબરો અંદર અંદરના ઝગડાઓ નહિ મીટાવે તો બધાને એક કરવાની વાત જ ક્યાં ? કલકત્તામાં બધા ફીરકાના ભાઈઓ ભાઈચારાથી રહે છે તે માટે મને આનંદ થાય છે. બધી સંસ્કૃતિઓમાં જૈન સંસ્કૃતિ ઉત્કૃષ્ટ છે એમ જાણી એને આપણે બરાબર સાચવીએ, સમજીએ અને તે પંથે ચાલીએ તો જ “અહિંસા પરમો ધર્મ' જયકાર થયા વગર રહેશે નહિ. સાથોસાથ સન્માન અને આ સભા અંગે આભાર વ્યક્ત કરું છું” આ રીતે તા. ૨૦ ડિસેમ્બર, ૧૯૫૮ના રોજ કલકત્તા જૈન ભવન હોલમાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ એ શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખસ્થાને મળેલી સભામાં ભાષણ કરતાં જણાવ્યું હતું. આ સભામાં ચારે ફીરકાના આગેવાનોએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. રતલામ શિવલિંગ પ્રકરણ અંગે ચુકાદોઃ ઈદોરના વધારાના જીલ્લા ન્યાયાધીશ શ્રી કીર્તનેએ રતલામ શિવલિંગ પ્રકરણમાંથી ફૂટેલા એક ફણગા અંગે ચુકાદો આપતાં શ્રી નેમીચંદ કાને ફોઝદારી ધારાની ૨૯૫મી કલમ હેઠળ આરોપ અંગે નિર્દોષ કરાવેલ છે. ના. ન્યાયાધીશે એકવીસ પાનાના ચુકાદામાં જણાવ્યું છે કે સાક્ષીઓ અને દસ્તાવેજો દ્વારા નીચેના મુદ્દા પુરવાર થાય છે : (૧) શ્રી શાંતિનાથ જૈન મંદિર સરકારી માલિકીનું નથી. (૨) એ મંદિર જૈનોનું છે. (૩) તેમાં કોઈ પણ વખત શિવલિંગ હતું નહી, મુનિશ્રી માણેકવિજયજી પણ નિર્દોષ ઠરેલ છે બીજા કેસમાં શ્રી ચાંદમલજી અને શ્રી લાલચંદજીને પણ નિર્દોષ કરાવ્યા છે. સંઘની સ્થાપના : શ્રી ભાયખલા જૈન મૂર્તિપૂજક સંઘની સ્થાપના કરવામાં આવી છે. કાર્યાલય ૧૭૨, મોતીશા જૈન પાર્ક, લવલેન, મુંબઈ ૨૭ માં રાખવામાં આવેલ છે. શ્રી પુષ્પાબહેન ભપતરાય પારેખ સિદ્ભાઈ ખાતું: શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ મુંબઈ સમિતિ દ્વારા ચાલતા ઉદ્યોગગૃહમાં શ્રી { આ વિભાગની આ અંકથી શરૂઆત થાય છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક વિભાગને સ્પર્શતા સમાચાર તા. ૨૦ મી સુધીમાં દર મહિને નીચે જણાવેલ છે સરનામે મોકલવા નિમંત્રણ છે. આ સમાચાર ટૂંકા અને મુદ્દાસરના સ્પષ્ટ હસ્તાક્ષરમાં શાહીથી લખેલા હોવા જોઈએ. સમાચાર મોકલનારે પિતાનું પુરું નામ, સરનામું જણાવવું. તંત્રીઓ, “જૈન યુગ” co શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધૂની, મુંબઈ ૨.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 524