Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૪૬૪]
શ્રી જૈન સઝાય સંગ્રહ
સાતમી શીખ ભવયાં સુણે રે, પરિહરે સરસ આહાર; મંગુ મુનિ રસ લાલચી રે, પામ્યા દુઃખ અપાર રે. સુત્ર-૯ આઠમી વાડ એહવી કહી રે, અધિક ન કરે રે આહાર કુંડરીક ગયે નરક સાતમી રે, તે શીયલ તજી નિરધારો રે.
સુગુણ૦-૧૦ સ્નાન વિભૂષણ પરિહરે રે, મન ધર શીયલ રતન, વાડ સહીત વ્રત આદરે રે, નિત્ય કરે ધર્મ જતન રે. સુ-૧૧ સકલ ધર્મ કરણી માંહી રે, મહાટ એ વૃત સાર; નિરતિચાર આરાધતાં રે, ઉતરીએ ભવ પારે રે. સુટ-૧૨ દેવ દાનવ સાંનિધ કરે રે, ભકતે પ્રણમે રે પાય; મુનિ લાલા સેવક કહે રે, શીયલે શિવ સુખ થાય રે. સુટ-૧૩
શ્રી પ્રતિક્રમણની સઝાય
પાંચ પ્રમાદ તજી પડીકમણું, સાંજ સવારે કી જઈ અરિહંત સિદ્ધ સદગુરૂની શાખે, પાપ આલેયણા લીજે.-૧ સંઘે કરે રંગે રાજી, પડીકમણે મન ચંગે. એ આંકણી જ્ઞાન અક્ષર જે અધિકે એ છે, કોને માત્ર ભાખે; જિનશાસન પર શંકા કંખા, મિથ્યાત્વ મનમેં રાખે. સંઘ૦-૨ જીવ છકાય સમારંભ આરંભ, તિવ્ર પરિણામે કીધે; ક્રોધ કષાયે જૂઠ બલ્ય, અદત્તદાન વલી. લીધે. સંઘે-૩ પર સ્ત્રી દેખી પ્રેમ વધા, ધન લેભે મન લાગે; દિશ દશ વલી અધિક વધારી, ખાવે પહિર આઘે, સં૦-૪ કર્માદાને અનર્થડે, સામાયિક શુધ નાવે; દેશાવગાસી પિસો આઠમ, પાખી ભૂલ્ય ભાવે. સંઘે -૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540