Book Title: Jain_Satyaprakash 1957 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે જ ! अखिल भारतवर्षीय जैन घेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૨ | વિક્રમ સં. ૨૦૧૩: વીર વિ. સં. ૨૪૮૩; ઈ. સ. ૧લ્પ૭ માં સંવ : -૪ | પોષ સુદ ૧૪ મંગળવાર : ૧૫ જાન્યુઆરી | ર દ્દ સાચી શિક્ષા લેખક : શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ આથમતી સંધ્યાની સિંદૂરણી આભા, ઉજજૈનીના રાજપ્રાસાદ, હર્યો અને દેવમંદિર ઉપર છેલ્લી રંગોળી પૂરીને, પિતાની કળા સંકેલી રહી હતી. સ્નાનસુંદરીઓ, હસ્તીઓ અને ધાબીઓની ક્રીડાઓથી ક્ષુબ્ધ અને ડહોળાં થયેલાં સિખાનાં જળ, જાણે સૂર્યબિંબને પિતાના અંતરમાં સમાવી લેવા માટે, ધીરગંભીર–શાંત બનીને વહેતાં હતાં. માનવીઓ, પશુઓ અને પક્ષીઓ, દિવસ આખાના શ્રમ અને રઝળપાટ બાદ, વિશ્રામની આશાએ, પિતપોતાના નિવાસસ્થાન તરફ ઉલ્લાસભેર પાછાં ફરતા હતાં, સુખનું ભેજન, આનંદભર્યો વાસ્તવિક અને શાંતિની નિદ્રાના મનોરમ સ્વનની છાયા જાણે સર્વત્ર પ્રસરી રહી હતી. દેવમંદિરની છેલ્લી આરતીઓની ઝાલરો અને દેવઘંટાઓની નિનાદોથી ઉજૈનીનાં રાજમાર્ગો અને વીથિકાઓ રણઝણી ઊઠવાને ઘડી-બે-ઘડીની જ વાર હતી. સર્વત્ર આનંદનું વાતાવરણ વિસ્તર્યું હતું. આવે સમયે ઉજૈનીના એક વિશાળ ધર્માગાર (ઉપાશ્રય )ના એક લાંબા ખંડમાં એક મહાપુરુષ, પાંજરે પડેલા સિંહની જેમ, આમતેમ આંટા મારતા હતા. ઘડીકમાં એ આથમતી સંધ્યાના છેલ્લા પ્રકારનું દર્શન કરતા હોય એમ, આકાશની સામે સ્થિર નયને નિહાળી રહે છે; તે ઘડીકમાં એ, જાણે અંતરમાં કઈ શોધતા હોય એમ, કમળદળણાં પિતાનાં નેત્રો નીચાં કાળી લે છે. એમના વિશાળ નેત્રો ગગનમાં વિહાર કરે કે અંતરમાં ઊતરી જાય, છતાં એમના ચરણને કઈ જાતની નિરાંત નથી. એ તે આખા ખંડમાં આમથી તેમ અને તેમથી આમ ઘૂમી જ રહ્યા છે. અને એમના ચરણોની આ સતત ગતિશીલતા જાણે એમના અંતરની ગતિશીલતાનું સૂચન કરી રહેલ છે. એમના ચરણોની ગતિને આજે ક્યાંય થંભ નથી. એમના અંતરને પણ આજે ક્યાંય વિશ્રામ નથી. એ તે જેમ જેમ ચાલે છે એમ એમ વધુ ચિંતનમાં ઊતરતા જાય છે. અરે, આ તે જાણે મનના ચિંતનને વેગ જ ચરણને અસ્થિર-વધુ ગતિશીલ-અતિ વેગવાન બનાવી રહેલ છે ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28