Book Title: Jain_Satyaprakash 1957 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. કૌન સત્ય પ્રકાશ
[ વર્ષ રર ચીરિક, રાજવિજ્ઞપ્તિકા વગેરે લેખેની પદ્ધતિમાં અભિનવ સિદ્ધરાજ જયસિંહને ઉદ્દેશી મહામાત્ય આલિગે લખેલ લેખ આશાપલ્લીથી લખેલ જણાવ્યો છે, તેમજ આશાપલી રાજધાનીમાં કુમારપાલના વિજયવંત રાજ્યમાં, મહામાત્ય જગદેવના સમયમાં મહામાત્ય ધરણીધરે વિજ્યકટકમાં રહેલા સારંગદેવને ઉદ્દેશી લખેલે લેખ આશાપલ્લીથી જણવ્યો છે, ત્યાં દર્શાવેલા સંવત ૧૨૮૮ વગેરે યથાયોગ્ય જણાતા નથી, તેમ છતાં તે તે મહારાજાઓના સમયમાં આશાપલ્લીની મહત્તા સમજી શકાય છે.
વિકમની ચૌદમી સદીમાં જેન ધાર્મિક ઉપદેશ અને આચાર-વિચારનાં નાનાં નાનાં ૧૩ જેટલાં પ્રા. સં. પ્રકરણની એક તાડપત્રીય પાઠય પુસ્તિકા પાટણના સંધવી પાડાનો ભંડારમાં વિદ્યમાન છે, જે વિ. સં. ૧૩૩૦માં આશ્વિન શુ. ૫ ગુસ્વારના દિવસે આ જ આશાપલ્લીમાં લખાયેલ જણાવી છે.૧૪ જેમાંની છેલ્લી કૃતિ આરાધના પ્રાચીન ગૂર્જર ભાષામય ગદ્યમાં હોઈ ગા. એ. સિ. નં. ૧૪ પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહમાં સન ૧૯૨૦માં પ્રકાશિત કરવામાં આવી છે.
વિદ્યાસિંહ અને વેજલ્લદેવીના સુપુત્ર મન્મથસિંહે રચેલ સૂક્તરત્નાકર નામના ૪૩૪૦ કિ પ્રમાણે સંસ્કૃત સુભાષિત ગ્રંથની એક પ્રતિ સં. ૧૩૪૭માં આષાઢ વદિ ૯ ગુરુવારે
આ જ આશાપલ્લીમાં મહું વારમે લખી હતી તે તેના અંતમાં ઉલ્લેખ છે. ૧૫ જે તાડપત્રીય પુસ્તિકા પાટણના સંઘવી પાડાન ભંડારમાં વિદ્યમાન છે. - દિલ્લીથી વિ. સં. ૧૩૫૬માં અલાવદીન સુલતાનના નાના ભાઈ ઉલૂખાને, મંત્રી માધવથી પ્રેરાઈને ગૂજરાત પર આક્રમણ કર્યું હતું. વચ્ચેનાં અનેક નગરને ભાંગતે આ આસાવલ્લી (આસાવલ)માં પણ આવ્યા હતા, અને કર્ણદેવ (બીજો) નાસી ગયો હતો, એની નેંધ પ્રાકૃત ભાષામય સત્યપુરતીર્થ– કલ્પમાં તેના સમકાલીન જિનપ્રભસૂરિએ લીધી છે. (“શ્રીજિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ' પૃ. ૧૦૪માં અમે એ જણાવ્યું છે.)
ગુજરાતના કવિ પદ્મનાભે વિ. સં. ૧૫૧રમાં રચેલા કાહ્નાદે-પ્રબંધમાં પણ એ દુઃખદ ઘટના વર્ણવી છે. અલાવદીનના લશ્કરે ગૂજરાત પર જે હલ્લો કર્યો હતો, ગુજરાતનાં જે મુખ્ય નગરે પર તેણે ઉપદ્રવ મચાવ્યો હતો તેમાં અસાઉલિ નામનો નિર્દેશ છે, તે આ આસાવલો સમજવું જોઈએ. કવિએ ખંડ ૧, કડી ૬૬-૬૮માં આ પ્રમાણે જણાવ્યું છે
“અલવિદીન પાતસાહ કરી, તું વતાવી આણ. ૬૬ ભણી કટક ઉપડ્યાં અસાઉલિ, ગઢમાંહિ મેહલૂ થાણું ગુજરાત દેસ હીલેલ્યુ, અતિ કીધું તરકાર્ડ ૬૭ અસાઉલિ, ધૂલકું, ખંભાતિ, સૂરતિ નઈ રાર;
બીજા નગર કેતલાં કહીઈ, ચંપઈ ચાંપાનેર. ૬૮” ૧૪ “સંવત્ ૧૩૨૦ વર્ષે રિવનશુ િ ી ાથે આવકg"
–પાટણ જૈન ભંડાર ગ્રંથસૂચી ભા. ૧, ૫૦ ૧૧૦-૧૧૧ ૧૫ “. ૧૨૪૭ ગાવાયવરિ ગૌ મારાપણાં મહું વિમેન શ્રીરત્નાક્ર-પુતિન્ના ઢિલિતા.”
–ાઓ ગા. એ. સિ. પાટણ જૈન ભંડાર-ગ્રંથરાયી ભા ૧, ૫૦ ૧૩૩-૧૩૮
For Private And Personal Use Only