Book Title: Jain_Satyaprakash 1957 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભદ્રાવતી તી (ભાંડક) પ્રતિમા-લેખ-સ ગ્રહ સ'. પૂ. મુનિશ્રી કુચનવિજયજી ભદ્રાવતી તીર્થં દક્ષિણ અને મધ્ય પ્રદેશનાં ત્રણ તીર્થો ( શ્રમાણિકચરવાની–કુલપાક, શ્રીસ્વપ્નદેવ કેશરિયા પાર્શ્વનાથ-ભદ્રાવતી, શ્રીઅ ંતરીક્ષ પાર્શ્વનાથ-સિરપુર)માંનું આ એક ભદ્રાવતી (ભડક) તીર્થ છે. તે મધ્ય પ્રદેશના વરાડ પ્રાંતના ચાંદા જિલ્લામાં આવેલું છે. ત્યાં જવા માટે વર્ષોં જંકશનથી ખુલાસા જતી ગાડીમાં ભાંડક ( ભદ્રાવતી પાર્શ્વનાથ) સ્ટેશન આવે છે. તે સ્ટેશન વર્ષાથી દક્ષિણમાં પ૯ માઈલ પર છે. દક્ષિણમાંથી આવનારને હૈદરાબાદ કે ભેજવાડાથી કાજીપૈઠ આવવાનુ થાય છે અને ત્યાંથી ખલારસા આવે છે અને અલારસાથી વર્ષો જતી ટ્રેનમાં ઉત્તરમાં ભાંકડ સ્ટેશન ૨૪મા માલ પર છે. સ્ટેશનથી ભદ્રાવતી એક માઈલ છે. ત્યાં જવા પાકી સડક છે. કારખાના તરફથી રાતની અને દિવસની મળી ચારે ગાડીઓ ઉપર બળદગાડી આવે છે. આ તીર્થ અંગેના ઈતિહાસ ને પુરાતત્ત્વની અંગે કેટલીક વાતોને મુનિરાજશ્રી જંબૂવિજયજીએ ‘ ભદ્રાવતી પાર્શ્વનાથ તીર્થં ' નામને લેખલખી શ્રીઆત્માન’દ્ર પ્રકાશમાં(તા. ૧૪-૧૧-૧૯૫૦ માં) પ્રગટ કરાવ્યા છે, તેથી તે વાતે ત્યાં જોવા ભલામણ છે. પરંતુ પ્રતિમાજીના પ્રગટ થયા પછીના ઇતિહાસ અને મહિમા તથા કેટલાક સ્થાપત્ય અંગે સામગ્રી મેળવી ભવિષ્યમાં લેખ લખવા હું ઇચ્છા રાખુ` છું. આથી અત્રે પાષાણના તેમ જ ધાતુપ્રતિમાના લેખના અંગે ઉપયોગી વાતના જ ઉલ્લેખ કરીશ. પ્રતિમાનો પાદુર્ભાવ એક વખત ભાંડકના જંગલોમાં ફરતાં પાદરીએ પ્રતિમા જોયા. તેથી સરકારને ખબર આપી. આ બાજુ શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથજીના મુનીમને સ્વપ્ન આવ્યું. તપાસ ચાલી. પ્રભુની ભેટ થઈ. ચાંદાઆદિ સંધના ઉદ્યમાથી કો મળ્યો. એટલે કે સં. ૧૯૬૬ના માહ સુદ પાંચમે સ્વપ્નું આવ્યું અને *૧૯૭૬ના ફાગણ સુદ ૩ના દિવસે તપાગચ્છાચાર્ય શ્રીજયસરિ દ્વારા પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા કરવા માટે ખુરાનપુર વગેરે ગામામાંથી જિંખે લવાયાં અને જરૂર પડતા ભિખાની અંજનશલાકા પણ કરી, જક્ષ-ક્ષિણી પણ નવાં ભરાવ્યાં. સ્વપ્નદેવ ૫૧ ઈંચના ઊંચા છે અને ૧૧ ઇંચની ફણાવાળા છે. વળી ખાંધકામ કરતાં એક જ પાષાણમાં કારેલા, ખે બાજુ ફણા સહિત પાર્શ્વનાથ, સામે આદિનાથ ને પાછળ ચંદ્ર પ્રભુની પ્રતિમાવાળા ચૌમુખજી મહારાજ નીકળ્યા હતા. તે શિખરમાં સ. ૧૯૭૯ના વૈ. શુ. ૩ના બિરાજમાન કરવામાં આવ્યા છે. * મુનિરાજશ્રી જમ્મૂવિજયજી પ્રતિષ્ઠા સંવત નોંધવામાં ભૂલ્યા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28