Book Title: Jain_Satyaprakash 1957 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. સૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨ વિ. સં. ૧૩૩૪ માં પ્રભાચંદ્રસૂરિએ રચેલા પ્રભાવચરિત્રમાં વાદી દેવસૂરિ ચરિત્રમાં ધોળકાના “ઉદા–વસતિ નામના એક જિનમંદિરનો ઉલ્લેખ મળે છે કે-“પૂજ્ય શ્રીદેવસૂરિજીએ ધવલકપુર (ધોળકા) તરફ વિહાર કર્યો હતો, ત્યાં ઉદય નામના ધર્મનિષ્ઠ આગેવાન ગૃહસ્થ સીમંધરસ્વામીનું બિંબ કરાવ્યું હતું તેની પ્રતિકાવિધિ દેવરિહાર કરાવી હતી; તે ચૈત્ય “ઊદા-વસતિ” નામથી આજે પણ વિદ્યમાન છે.” (લે. ૪૮ થી પર) ઉપર્યુક્ત જિનમંદિર, પૂર્વોક્ત ઉદયન-વિહારથી સ્પષ્ટ જુદું જણાય છે, ધોળકાના ઉદય (ઉદા) અને સુપ્રસિદ્ધ મંત્રીવર ઉદયન એ બંને ભિન્ન વ્યક્તિ જણાય છે. બંને મંદિરની મૂર્તિઓ અને તેની પ્રતિષ્ઠા કરનાર આચાર્યોનાં નામ જુદાં છે, સ્થળ પણ જુદાં છે. ફાર્બસ રાસમાળા (૨. ઉ. ગુ. ભાષાંતર) માં અહીં વસતિ શબ્દનો અર્થ જિનચૈત્યજિનમંદિર ન સમજાયાથી મંદિરને બદલે અપાસરે જણાવ્યો છે. વિ. સં. ૧૩૩૪ માં પ્રભાચંદ્રસૂરિએ રચેલા પ્રભાવક ચરિત્ર (૨૧ મા વાદી દેવસૂરિચરિત)માં જણાવ્યું છે કે કર્ણાવતીના સંધેલ ઉત્કંતિ થઈ દેવસૂરિને ચોમાસા માટે આમંત્રણ કર્યું હતું, તેથી ત્યાં તેઓ પધાર્યા હતા. શુદ્ધ ઉપાશ્રયમાં સ્થિરતા કરી અરિષ્ટનેમિ-પ્રાસાદ સમીપમાં તેઓ સરસ વ્યાખ્યાન કરતા હતા. એ જ સમયમાં કેટદેશના રાજગુરુ (સિદ્ધરાજની માતા મયણલ્લાદેવીના પિતા જ્યકેશિદેવના ગુરુ) અહંકારી દિ. વાદી કુમુદચંદ્ર તે જ કર્ણાવતીમાં વાસુપૂજ્ય-ચૈત્યમાં ચોમાસા માટે આવેલ હતા. તેણે છે. વૃદ્ધ સાધ્વીનું અપમાન કરીને પૂર્વોક્ત આચાર્યને વાદ કરવા ફરજ પાડી હતી. તેના પરિણામે પાટણની રાજસભામાં વિ.સં ૧૧૮૧ માં તેની હાર થઈ હતી. વિક્રમની તેરમી સદીમાં વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં વિ. સં. ૧૨૮૬ લગભગમાં જયસિંહસૂરિએ રચેલા હમીરમદમર્દન નાટકમાં કર્ણાવતી નામથી આ આશાપલ્લી નગરીનું સંસ્મરણ કરવામાં આવ્યું છે. તે સમયે તે નગરી પર વીધવલ મહારાણાના પિતા લવણપ્રસાદનો અવિકાર જણાય છે. હમ્મીરના મદનું મર્દન કરી, બુદ્ધિ-ચાતુર્ય અને પ્રતાપથી શત્રુ-પક્ષને છિન્નભિન્ન કરી, નરવિમાન (સુખાસન)માં બેસી આબૂ તરફથી ધોળકા તરફ આવતા વીરધવલ અને તેજપાલના સંવાદના રૂપમાં કવિએ માર્ગમાં આવતાં સ્થળનું વર્ણન કરતાં જણાવ્યું છે કે વિરધવલે આંગળીથી દર્શાવતાં કહે છે કે-મહીરૂપી મહિલાના કાનના આભૂષણ-પૂલ જેવી આ કર્ણાવતી નગરી નયનના માર્ગમાં આવી જ છે. જે નગરીમાં નિરંતર તટ પર અથડાતા સાભ્રમતી (સાબરમતી)ના તરંગરૂપી વાગતા મૃદંગને ધ્વનિદ્વારા લમી અમારા પિતા લવણુપ્રસાદ દેવના કર-કમલરૂપી રંગમાં નાચે છે. તેજપાલ કહે છે કે-મહીમડલ-મંડન મહારાજ ! આ નગરીનું સૌંદર્ય કઈ રીતે કહી ૧૧ “ગળ લાલતી-સંઘો""૮૧ २० " संघ कर्णावतीपुर्याः श्रीमन्तो देवसूरयः ।। ११९ २१ “ संघः कर्णावतीपुयाँ परवादिजयोर्जितम् ॥ १२४ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28