Book Title: Jain_Satyaprakash 1954 11 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૨-૩] ગુફાઓમાં જૈન સંસ્કૃતિ ઉપરથી-અંકિત કરાયેલ વૃષભના ચિહ્ન ઉપરથી એ શ્રી. યુગાદિદેવની મૂર્તિ હશે એમ માલમ પડે છે. વળી, ઉત્તરદિશાના એક ખૂણે આવેલી દિવાલ પર સં. ૧૨૬૬ ને એક લેખ પણ છે. ચાંદવડ–પ્રાચીન જૈન સાહિત્યમાં આ સ્થળનું નામ “ચંદ્રાદિત્યપુરી' જેવાય છે. કહેવાય છે કે યાદવવંશી દીર્ધપન્નારે એ વસાવી હતી. પહાડની તળેટીમાં આ ગામ વસેલું છે. પહાડની ઊંચાઈ ૪૦૦૦-૪૫૦૦ ફીટની છે. ઉપર જવાનો માર્ગ વિલક્ષણ છે. પગ લપસી જવાનો ભય રહે છે. અર્ધા માર્ગે જે રેણુકાદેવીનું મંદિર છે તે ખરી રીતે જેન–ગુફા છે. જો કે તે ખાસ મોટી નથી છતાં પણ શિલ્પ–સ્થાપત્યની નજરે મહત્ત્વની છે. ગુફાની ત્રણે બાજુની દિવાલોમાં તીર્થકર દેવની પરિકરવાળી અત્યંત સુંદર કારીયુક્ત મૂર્તિઓ કંડારેલી છે. શાસનદેવીની મૂર્તિઓ પણ સારા પ્રમાણમાં છે. પ્રત્યેક યક્ષ-યક્ષિણી પિતાના વાહન અને આયુધથી સુસજિત હેઈ, મુખાકૃતિમાં પણ જૈન શાસ્ત્રમાં કરાયેલ વર્ણનને અનુરૂપ છે. જેનમૂર્તિ નિમણુકલા-વિકાસની પરંપરા અહીંના દરેક આલેખનમાં જણાય છે. અહીં મૂળનાયક શ્રી. ચંદ્રપ્રભુજી છે. સર્વ મૂર્તિઓ ઉપર સિંદુર ચઢાવાતું હોવાથી તેમજ દરરોજ તેલમાં સ્નાન તેમને કરવું પડતું હોવાથી આ સ્થાન તદ્દન અનોખા તીર્થરૂપ બનેલ છે. સને ૧૯૩૮ સુધી તે અહીં બલિદાન પણ અપાતું હતું ! ક્યાં કરુણાનિધેિ વીતરાગ દેવ, અને ક્યાં સ્વાર્થરત માનાએ વર્તમાનમાં સજેલી આ દશા ! જૈન સમાજ હજુ પણ ઉપરછલ્લા આડંબરમાં મશગુલ રહેશે ? આવા અનુપમ વારસાના રક્ષણ પ્રતિ એની નજર પણ નહીં જાય? અહીંના પૂજારીને ખબર પડે કે પ્રેક્ષક જૈન છે તે અંદર દીવો સરખો પણ એ નહીં કરવા દે, કારણ કે આ જેનમૂતિઓ છે એ વાત તે સારી રીતે જાણે છે. એ વાત સંપૂર્ણપણે સાબિત થયેલ છે; પણ પિતાના પેટ માટે આજે તે આ સ્થાન છેડવા તૈયાર નથી. સાથે દુર્ભાગ્યની વાત એ પણ છે કે જેનોનું આ તરફ ધ્યાને પણ ઓછું છે ! સિત્તનવાલ–દક્ષિણ ભારતમાં જૈન સંસ્કૃતિનું પ્રભુત્વ ઓછું નથી. અહીંના સાંસ્કૃતિક તેમજ નૈતિક વિકાસમાં જેને વેગ રહ્યો છે. પદુકોટાથી વાવ્યખૂણામાં નવ માઈલ ઉપર આ સ્થાન આવેલ છે. અહીં પથ્થરના ટેકરામાં જેનગુફા બનાવવામાં આવેલી છે. ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દીને એક બ્રાહ્મીલેખ પ્રાપ્ત થયેલ છે. એમાં સ્પષ્ટ જણાવાયું છે – જૈન મુનિઓને વસવા સારુ આ ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગુફાઓમાં જૈન મુનિઓની સાત સાત સમાધિશિલાઓ છે, જે દરેકની લંબાઈ ૬ ફૂટ લગભગ છે. વાસ્તુશાસ્ત્રની દષ્ટિએ એનું જેટલું મહત્ત્વ છે તે કરતાં અધિક મહત્ત્વ ચિત્રકળાની નજરે છે. મંડદક ચિત્ર ઘણાં જ સુંદર છે. એની શૈલી અજંતાને મળતી આવે છે. પલ્લવકાલીન ચિત્રકળાની ઉચ્ચતમ કૃતિઓમાં આની ગણના થાય છે. કલાકારે પ્રકૃતિનાં દશ્યને જે સ્વાંગ સજાવ્યો છે તે ખરેખર અનુપમ છે. જો કે કળાકારે ઘણા થોડા રંગને પ્રયાગ કર્યો છે છતાં ભાવની નજરે આકૃતિઓ સજીવ બની છે. કમળાકૃતિ, નર્તકી આદિ પ્રસંગ ઉપરાંત પૌરાણિક જૈન પ્રસંગો પણ ચિતરાયેલા છે. આનું સર્જન કળાવિલાસી મહેન્દ્રવર્માના સમયમાં થયેલ છે. મહેન્દ્રવમાં અક્ષરના ઉપદેશથી જૈનધમી બન્યો હતે પણ પાછળથી એક સ્ત્રીના પ્રયત્નથી એ ઉભય શિવ મતાનુયાયી થયાં હતાં. આનું મૂળ નામ સિવાર યાને “સિદ્ધોના ડેરા” છે. આ ગુફાઓમાં જેનમૂતિઓ પણ છે અને તે સર્વ પદ્માસનસ્થ છે. અહીંથી થોડા અંતર પર એક શિલાલેખ પ્રાપ્ત થયેલ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28