Book Title: Jain_Satyaprakash 1954 11 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અખંડ જેડ (શ્રીનેમિ-રાજિમતીના ગૂર્જર કવનને આછો પરિચય) લેખક–પૂજ્ય પં. શ્રીધર ધરવિજયજી - આજન્મ બ્રહ્મચારી બાવીશમાં શ્રી નેમિનાથ પ્રભુ અને રાજિમતી એ બન્નેને વિવાહવિધિ થયું ન હતું છતાં તેમનું અખંડિત દામ્પત્ય અજર-અમર ગવાય છે. - નવ ભવની ચાલી આવતી એ જોડી છેવટે એવી એકમેક બની ગઈ કે જેને કોઈ કદી પણ છૂટી પાડી શકે નહિ. એ જેડીની અવિખંડતાએ કવિઓના મન ઉપર એવું તો કામણ કર્યું છે કે, કવિ એકને સંભારવા જાય ત્યારે બીજાને ભૂલી શકે નહિ. કવિઓની સૃષ્ટિમાં વિચરીએ ત્યારે એમ લાગે કે, દરેક કવિને આ શ્રીનેમિ પ્રભુનું કવન કરવામાં આ વસ્તુ સિવાય બીજી વસ્તુ જાણે સૂઝતી ન હોય ! તે સંબંધી પ્રાચીન–સ્તવને અને અન્ય પોનો આછો. પરિચય અહીં આપવામાં આવે છે. (૧) શ્રી આનંદઘનજી – - તેઓશ્રીની ચાવીશીમાં ૧૬ ગાથાનું સ્તવન શ્રીનેમિનાથજીનું છે. રાજિમતી પ્રભુને ઉદ્દેશીને કહે છે. જુદા જુદા વિરોધાભાસનું સુંદર દર્શન આ સ્તવનમાં થાય છે. પ્રેમભક્તિ ગનું પ્રતિબિમ્બ અહીં હૂબહૂ ખરું થયું છે. છેવટે અધ્યાત્મ તરફ તેને વળાંક કવિએ એટલી સરસ કુશળતાથી લીધું છે કે કવિની એ શક્તિ વાચકને મુગ્ધ કરી દે છે. (૨) શ્રી યશોવિજ્યજી– મહાતાર્કિક છતાં અહીં ખરેખર યશોવિજયજી મહારાજ રસિક કવિ તરીકેની છાપ પાડે છે. રાજિમતી પ્રભુને ઉપાલંભ આપે છે. કુરંગ-હરણ કે જેને લઈને નેમિ રાજિમતીને ન પરણ્યા, તેને યાદ કરીને પછી મુક્તિ ઉપર રોષ ઠાલવ્યો છે. પ્રેમની મહત્તા વર્ણવીને તેને વૈરાગ્ય તરફ વળાંક લઈને છ ગાથાના સ્તવનમાં કવિએ ઘણી વાત સમજાવી દીધી છે. આ કવિની બીજી ચોવીશીમાં પણ ઉપરના જેવો ભાવ છે પણ છે અને ભાષા જુદી છે. બાર ગાથાનું એ શ્રીનેમિજિન સ્તવન છે. કવિની ત્રીજી વીશી ચૌદ બેલની છે તેમાં પણ આ અખંડ જેડની સુન્દર ઝળક દેખાય છે. નવ ગાથામાં ચાર-પાંચ ગાથામાં આ ભાવ રમે છે. (૩) શ્રી વિનયવિજયજી– આપની વીશીમાં શ્રીનેમિનાથ પ્રભુનાં ત્રણ સ્તવનો છે. તેમાં પહેલા સ્તવનમાં રાજિમતી શ્રી નેમિને, નારીને નાથનો આધાર કે છે, તેનું વર્ણન કરે છે ને તેમાં પણ “આમ અધવચ્ચે રઝળતી મૂકીને જાવ ત્યારે મારી કેવી દશા થાય તે રસમય ભાષામાં કહે છે. છેવટે ગિરનારે જાય છે અને બધી બળતરા ઠારે છે. બીજા સ્તવનમાં પરણવા આવ્યા અને એમ ને એમ ચાલ્યા તે કે'ના જેવું છે તેનું વર્ણન છે. આ બન્ને સ્તવને સાત-સાત ગાથાનાં છે. ત્રીજું છ ગાથાનું સ્તવન છે. તેમાં એકવાર મારું વચન માનો પણ શ્રીનેમિએ ન માન્યું એટલે રાજુલને લાગ્યું કે મારા નાથને મુક્તિએ ભેળવ્યો છે એટલે તેની ખબર લઈ લઉં ! ખરેખર, તે તેની ખબર લેવા નીકળી પડે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28