Book Title: Jain_Satyaprakash 1954 11 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાકાય પ્રાણીઓ લેખક :-પૂજ્ય મુનિરાજ શ્રી. જ્ઞાનવિજ્યજી ( ત્રિપુટી) મુ. મેરઠછાવણી અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરસ્વામીએ જગતની સન્મુખ જે જે સત્યો મૂક્યાં છે તેને જૂઠાં કરાવવા માટે વિભિન્ન દર્શનાચાર્યો નિષ્ફળ નિવડ્યા છે. આજના વૈજ્ઞાનિકે તેમાંનાં ઘણાં સત્યોને પૂર્ણ સત્યરૂપે નિહાળી તેનું સમર્થન કરી રહ્યા છે. મહાકાય પશુ-પક્ષીઓ માટે પણ એવું જ એક સત્ય જગતના ચેકમાં ચમકી રહ્યું છે. ભૂસ્તરશાસ્ત્રીઓ ભૂમિના પડામાં દટાયેલી વસ્તુઓને બહાર કાઢી તેના આધારે પુરાણકાળના ઘણાં તને પ્રકાશમાં લાવી મૂકે છે. આવા સંશોધનમાં તેઓને જુદા જુદા સ્થાનમાંથી જુદા જુદા કાળે ઘણાં અસ્થિપિંજર (હાડકાનાં માળખાં) મલ્યાં છે. ભૂસ્તરશાસ્ત્રીઓ તેની ચારે બાજુની જમીન કે ચટ્ટાન વગેરે જે હોય તેને ઝીણવટથી હાઈ કલોરિક વગેરે દ્વારા હઠાવી, તેને અખંડરૂપે બહાર કાઢી, તેના પ્લાસ્ટિક નમૂનાઓ તૈયાર કરી, તે માળખાંઓના આધારે તે તે પ્રાણીઓની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જડબાનું માપ, માથાનું મા૫, મેંનું માપ, પિલાણ, માંસ રહેવાના ભાગો, માંસનું વજન, હાડકાનું વજન, શરીરનું વજન અને અખંડ શરીરનું મા૫ રજૂ કરે છે, અને એ રીતે તેમના સંશોધનમાં અનેક મહાકાય પ્રાણીઓને ઈતિહાસ ઊભો થાય છે. વૈજ્ઞાનિક એવું પણ અનુમાન કરે છે કે-કરોડો વર્ષ પહેલાં આ ભૂમિ પર એવા મહાકાય પ્રાણીઓ હતા. તે જ જાતિના લઘુકાય પ્રાણીઓ ગિરાળી, કાકી, નાળિયો, મગરમચ્છ, કાચ, ઉંદર, ઘુંસ, ઘે, સાપ વગેરે આજે આપણી સામે વિદ્યમાન છે. આ માટે એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકા ભા. ૧૭, ધી સ્ટોરી ઑફ એનિમલ લાઈફ (મૂર્સિબારન), એનિમલ ફાર્મ્સ એન્ડ પેન્ટર્સ (એડોલ્ફ પિટમેન) અને એનિમલ ઈમોલ્યુશન –એ સ્ટડી ઓફ રીસેન્ટ ન્યૂ ઓફ ઈટ્સ કાજેજ (જો, એસ. કાર્ટર) વગેરેમાં ઘણું નિર્દશન મળે છે. તેમાં ઘણાં પ્રાણીઓનું વર્ણન છે. તેમાંથી એક મહાકાય પ્રાણીઓનું વર્ણન નીચે આપવામાં આવે છે. મોટું શરીર–એવાં અસ્થિપિંજરે મળ્યાં છે કે જેના આધારે તે પ્રાણીઓનું વજન ૮૪૦ મણ અને લંબાઈ ૭૦ ફૂટની હશે એમ અનુમાન થાય છે. કેમ્પ–જે પ્રાણી કંગારુ જેવા આકારનું મહાકાય હતું. તે માંસભેજન કરતું નહતું. પ્લેટસેરસ–જે માંસાહારી અને ભયાનક હતું. તેના મુખથી પૂંછ સુધીની લંબાઈ - ૨૦. ફૂટ હતી. - એલેરિસ–તેની લંબાઈ ૩૦ ફૂટ હતી. તેના મેમાં ચપુ જેવા દાંતની ઘણી લાઈન ' હતી. એ શિકારી પ્રાણી હતું. આરકેપિરિસ–તે પ્રાણી એલરથી વધુ બલવાન હતું. આકાશમાં ઊડતું હતું અને ગિરેલી જેવા આકારનું હતું. સેરસ–તે ભીમકાય પ્રાણી નિરામિષભજી હતું. તેનું વજન ૮૪૦ મણ અને - નાર્કથી પૂછ સુધીની લંબાઈ ૭૦ ફૂટ હતી. તેને સાપ જેવી ગરદન, નાનું માથું અને ચમચા જેવાં દાંત હતા. સ્ટે –તેને કુબડી છાતી હતી, વજન ૨૮૦ મણ હતું અને લંબાઈ ૨૯ કુટ, નાના ૪ પગ અને મેં મેળ વગરનું હતું. પીઠ પર ત્રિકોણ કોઢ જેવું હતું. મોઢાનું માપ માત્ર ના છક હતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28