Book Title: Jain_Satyaprakash 1954 11 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ]. શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨ (૪) શ્રી મેહનવિજ્યજી આ કવિ તે “લટકાળા ” ઉપનામે પ્રસિદ્ધ છે. તેમની વીશીમાં ભગવાનને મીઠો. ઉપાલંભ આપવાની તેમની ખૂબી બીજા બધા કરતાં જુદી તરી આવે છે. તેમને તે શ્રી નેમિનાથના સ્તવનમાં પોતાને પ્રિય વિષયનું જે વસ્તુ સાંપડી ગયું એટલે પછી કહેવામાં મણ શા માટે રાખે ? સાત ગાથામાં રાજુલ પાસે શ્રી નેમિને તેમણે ઘણું કહેવડાવ્યું છે. એક ત્રીજી ગાથાથી કવિની ખૂબી કેવી છે તેનો ખ્યાલ આવી જશેઃ સુણી હરણીના હો રાજ ! વચન કામિનીના હે રાજ ! સહી તે બીના રે વહાલા આવા આવતાં; કુરંગ કહાણો હે રાજ! ચૂકે ન ટાણે હે રાજ! જાણો વહાલા રે, દેખી વર્ગ વિરંગ : ૩:” ખરી મજો તે આખું સ્તવન વાંચતાં આવે. બીજું પણ તેમનું સ્તવન સાત ગાથાનું છે. તેમાં રાજુલ શ્રી નોમને જુદી જુદી રીતે ઉપાલંભ આપે છે ને છેવટે સંયમ લઈ વહેલી વહેલી શિવને વરે છે. (૫) શ્રી કાંતિવિજ્યજી– સાત ગાથાના સ્તવનમાં શરૂમાં વર્ષાઋતુનું વર્ણન છે ને એવે સમયે વિગ વ્યથામાં કેવી ક્રૂરતા કરે છે તે રાજુલને મેએ બોલાવીને જે આમ મને છેતરીને ચાલ્યા જવાના છે એવું હું પહેલેથી જાણતી હતી તે લાજ ત્યજીને હાથ પકડી રાખત ને ન જવા દેત. છેવટે સંયમને શિવ તે આવે છે એ વગર અખંડિતતા ન જળવાય. કાંતિવિજયજી પણ રસિક કવિ છે. અષ્ટમીના સ્તવનથી તેમની પ્રસિદ્ધિ છે. તેમના ગુરુનું નામ પ્રેમવિજયજી છે. (૬) શ્રી રામવિજયજી– સુમતિવિજયજીના શિષ્ય રામવિજયજી સ્તવન–સાહિત્યમાં પ્રસિદ્ધ અને પ્રચલિત છે. શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ, શ્રી ચંદ્રપ્રભુજીનું સ્તવન શ્રી શાંતિજિન સ્તવન વગેરે તેમનાં સ્તવને વ્યાપક છે. સાત ગાથાના શ્રી નેમિજિન સ્તવનમાં રાજુલ, મુક્તિએ પિતાના નાથને ભોળવ્યો છે એટલે હું તેની સરસાઈ કરીને નાથને વશ કરું એ ભાવને આગળ કરીને એવું જ કાર્ય રાજુલ પાસે કરાવે છે. (૭) શ્રી ન્યાયસાગરજી– મુક્તિએ સંયમસુન્દરી રૂપી દૂતી મેલી છે તેની સાથે સ્વામી ગઢ ગિરિનાર ગયા છે. ત્યાં પોતે જાય છે અને અનુભવ મન્દિરમાં રમે છે. આમ રાજુલ અને શ્રી નેમિનું ચિત્ર સાત ગાથાના સ્તવનમાં ખડું કર્યું છે. બીજા છ ગાથાના સ્તવનમાં પ્રથમ ઘેડે ઉપાલંભ આપીને પછી પ્રભુ સંકેત કરવા આવ્યા હતા એમ રાજુલ સમજે છે અને સંયમ લઈ શિવ વરે છે. ઉત્તમસાગરજીના શિષ્ય ન્યાયસગિરિજી માર (૮) શ્રી માનવિજયજી શાંતિવિજય વિબુધના શિષ્ય માનવિજયજી ઉપાધ્યાય તેમની વીશીના ભાગંભીર કેટલાંક સ્તવનોથી વિખ્યાત છે. શ્રી નેમિનાથ પ્રભુના સ્તવનમાં શૃંગારિક ભાવને વૈરાગ્ય તરફ તેમને એવી સરસ ખૂબીથી ખેંચી લીધું છે કે જે તેમની કવિત્વ શક્તિ પ્રત ઘેરું બહુમાન ઉત્પન્ન કરે છે. સ્તવન નવ ગાથાનું છે. તેમ-રાજુલના નવે ભવની પ્રીત છે. શરૂઆત ગોપીઓની મનામણીથી કરી છે. વિવાહમંડપ સુધી વર્ણન કરીને--આ સર્વે મેહની સાથે નવભવથી ચાલ્યું આવતું યુદ્ધ છે. વિવાહમંડપ એ કોટ છે. ત્યાં જઈને શ્રી નેમિએ તેને માર્યો અને રાજુલને પણ બચાવી. પછી તો તે કેવું સૈન્ય તૈયાર કર્યું તે વર્ણવીને પૂર્ણ સ્થિતિ પહોંચાડી છે. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28