Book Title: Jain_Satyaprakash 1954 11 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાગની પ્રતિષ્ઠા , છે લેખક શ્રીયુત અમૂલ રાજમાર્ગથી હું પસાર થઈ રહ્યો હતે, તેવામાં એક છે ચકલામાં છોકરાઓનું ટોળું એક પાઘડીવાળા શેઠની મજાક ઉડાવી રહ્યું હતું. તેઓ અંદરો અંદર વાત કરતા હતાઃ “પૂરો મારવાડી, પાકે અમદાવાદી હરામજાદ, ખેરો ખાતર વ્યાજખેર. એક બીજાને કહ્યું : એના પૈસા શું કામ લાગશે? નથી હૈયું છોકરું કે એના માટે એ ભરી રાખે ! આ તે કંજુસને અવતાર છે ! પગે જેડા નથી. શિયાડે ખાધેલા એના લાંબા કટ માટે બે પાસાને સાબુ નથી. ધોતિયું યે જરી ગયું છે. પાઘડીને જરકસી છેડે માથે છેગાની માફક લટકી રહે છે. પૂરા પચાસ વર્ષની એની ઉંમરમાં એણે ધરાઈને ધાને પણ ખાધું નહિ હોય. મંદિરમાં પૈસે મૂકતાંયે વિચાર કરે છે ત્યાં મંદિર બહાર બેઠેલા ભિખારીને તે પાઈ-પૈસે ક્યાંથી આપે ? ચમડી તૂટે પણ દમડી કયાંથી છૂટે ! શેઠનું નામ હતું લક્ષમીચંદ. તેઓ મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ભિખારીઓ એમની આગળ પિતાને ખોળે પાથરી પઈ પૈસાની માગણી કરી રહ્યા હતા. એ પ્રસંગ જ આ છોકરાઓને આમે બોલવાનું કારણ આપી રહ્યો. લકમીચંદ શેઠ કંજૂસની ખ્યાતિ વરી ચૂક્યા હતા. બીજી રીતે શેઠમાં કેટલાક ગુણ પણ હતા. તેઓ પિતાના હકનું છેડતા નહિ. પણ કેઈની વધારાની રકમ હડપ નહોતા કરતા. કેઈની થાપણ એ ઓળવતા નહિ. હંમેશાં ગીતાને પાઠ કરતા. ગમે તેટલું દૂર હોય ટાઢ-તડકો લાગતે હોય કે મૂશળધાર વરસાદ તૂટી પડતા હોય છતાં તેઓ હમેશાં એક પંડિતજી પાસે કથાવાચન સાંભળવા જતા. પંડિતજી સૌ શ્રોતાઓને આદરસત્કાર કરી સામે બેસાડતા પણ આ કંજસને કદી કઈ ભાવ પૂછતું નહિ. લક્ષ્મીચંદ શેઠ રોજ બધા શ્રોતાઓની પાછળ એક ખૂણામાં જઈને બેસતા અને કથા સાંભળતા, રોજની માફક આજે પણ તેઓ આવ્યા હતા. આજે એક ભજનિકે આ શ્રોતાઓની વચ્ચે ભજને લલકાર્યા. આ ભજનિકને મીઠે સાદ, ગાવાની ઢબ, બધું તાલબદ્ધ હતું. ગમે તેવાનું દિલ હલી જાય અને તેમાં એકતાન બની જાય એ તાલ આ ભજનિકે જમાવ્યો હતે. એ તાલમાં ભંગ પાડે એ સૌના આશ્ચર્ય વચ્ચે રૂપિયા ખણખણાટ એ ભજનિકની સામે થઈ રહ્યો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28