Book Title: Jain_Satyaprakash 1954 11 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રતલામમાં વર્તેલું ભયનું સામ્રાજ્ય રતલામમાં શ્રી શાંતિનાથજી જૈન મંદિર પ્રકરણમાં કલેકટર મહેદયની પક્ષપાતપૂર્ણ નીતિ રતલામમાં એક બાવન જિનાલય દેરાસર શ્રી શાંતિનાથજી ભગવાનનું છે. દેરાસર ઘણું પ્રાચીન છે. શ્રી પ્રતિ મહારાજની ભરાવેલી ઘણી પ્રતિમાઓ દેરાસરમાં છે. ઘણા વરસો અગાઉ આ દેરાસરનો વહીવટ એક યતિછ કરતા હતા. બાદ તેમને વહીવટ તથા ચારિત્રય ઠીક નહિ હોવાથી શ્રી જૈન સંધ તરફથી સરકારને ફરિયાદ કરવામાં આવી. બાદ સરકારે કોર્ટ ઓફ વર્ડસની દેખરેખ નીચે દેરાસરને વહીવટ સએિ. બાદ દેરાસર વહીવટ છેલ્લાં ઘણાં વર્ષોથી કોટાવાલા શેઠ ચલાવે છે. વહીવટ સુંદર રીતે ચાલી રહ્યો હતે. - ઉપરોક્ત દેરાસરમાં બ્રાહ્મણ પૂજારી પૂજા કરતા હતા. રતલામ કલેકટર મહદય પાસે ઉપરોક્ત પૂજારી તથા બીજા સનાતન ધર્મના આગેવાનોએ ફરિયાદ કરી કે શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર સરકારી છે અને તેના અંદર ગભારાના ભાગમાં શિવલિંગ બિરાજમાન હતા તે જૈનોના સાધુ તથા હીરાલાલ ચૌધરી વિ. સાથે મળીને શિવલિંગની મૂર્તિને ત્યાંથી ખસેડી નાખી. બાદમાં આરોપ લગાવ્યો કે મૂતિ ચેરીને લઈ ગયા. આ જાતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી એટલે પોલીસ તરફથી પૂ. મહારાજ સા. શ્રી મનસાગરજી વિરુદ્ધ વેરંટ કાઢવામાં આવ્યું. પૂ. મહારાજ સા. તે કારતક સુદ ૧૫ ના રોજ વિહાર કરી ગયા હતા. બાદમાં હીરાલાલજી ચોધરીને હાથમાં બેડીઓ નાંખીને બજારમાં થઈને પોલીસ થાણુ ઉપર લઈ ગઈ અને પૂરી દીધા. બાદ જે જે જે ના આગેવાને હતા તે બધાને એક પછી એકને પકડીને લઈ ગયા પરંતુ હીરાલાલ ચોધરી તથા સમીરમલ સિવાય બીજા બધાને છોડી મૂકવામાં આવ્યા. હકીકતમાં આપણા મંદિરમાં કોઈ શિવલિંગની મતિ (લિંગ) પ્રતિષ્ઠા કરેલી હતી જ નહિ, કદાચ પૂજારીએ કોઈની પણ જાણ વગર કોઈ લિંગ અસ્થિર યાને હાલતું ચાલતું યાને ઉપાડી શકાય, બેસાડી શકાય તેવી રીતે રાખ્યું હોય તે દેઈને ખબર નથી. આ પ્રકરણ રાઈને પહાડ બની ગયે, કારણ તેની અંદર ગુંડા લોકો પણ સામેલ થઈ ગયા અને પબ્લિક મીટીંગ કરીને જેનધર્મ ઉપર જેટલા આક્ષેપ ગંદામાં ગંદા શબ્દોથી બોલી શકાય તેટલા મૂકવામાં આવ્યા. આ મીટીંગમાં ખુદ હેલ્થ મિનિસ્ટર શ્રી. પ્રેમસિંહજી રાઠોડ હાજર હતા. તેઓશ્રીએ પણ પિતાની ખુરશી જાળવવા ખાતર અને ભવિષ્યમાં પિતાને પબ્લિક તરફથી મત મળે તે દૃષ્ટિએ ભાષણ આપ્યું અને જાહેર કર્યું કે મૂર્તિની તપાસ કરવામાં આવશે. નહિ તે નવીન મૂર્તિ બિરાજમાન કરવામાં આવશે. પ્રભાતફેરી સનાતન ધર્મના આગેવાનોની ઉશ્કેરણીથી કાઢવામાં આવી, જેમાં નાના છોકરાઓ હતા અને બોલતા કે “જૈન ધર્મને નાશ છે.” રતલામ એક સ્ટેટ હતું. ત્યાંના દરબારના સમયમાં કોઈ દિવસ આ પ્રમાણે કોઈ ધર્મને નાશ હો તેવા ઉચ્ચાર સાંભળવામાં નથી આવ્યા. કલેકટર મહોદય જાતે મહાકાળના ભક્ત છે. તેમણે કલેકટર તરીકે નિષ્પક્ષ રહેવું જોઈતું હતું, તેના બદલે જાહેર સભામાં ભાષણ આપે છે કે, હું પણ એક સનાતની છું અને અસલ મૂર્તિ જરૂર પધરાવીશ. બાદ કલેક્ટર મહેયે દેરાસર ઉપર પોલીસને પહેરે ગોઠવી દીધો, અને દેરાસર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28