Book Title: Jain_Satyaprakash 1954 11 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૨–૩] જૈન વિદ્યા સામગ્રીની રક્ષા થયેલી છે. જેન ભંડારોમાં ઘણાયે અલભ્ય ગ્રંથે સુરક્ષિત રહી ગયા છે. પાટણ અને જેસલમેરના ભંડારની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી જ છે. પુરાતન પ્રબંધ, વિજ્ઞપ્તિપત્ર, ઐતિહાસિક ગીત, રાસગ્રંથ–આ બધામાં ઇતિહાસ ધનની સામગ્રી મળી શકે એમ છે. ખાસ કરીને બે દિશાઓમાં જેન વિદ્યા માટે હમે ક્ષેત્ર ખુલ્લું છે. આમાંથી પહેલું તે ભિન્ન ભિન્ન વિષયો ઉપર જૈન વિદ્વાન દ્વારા લખાયેલા પરચુરણ ગ્રંથ છે. તેની અંતર્ગત ગણિત, જ્યોતિષ, વાસ્તુ આદિ વિષયોના ગ્રંથ છે. કેટલીક વખત આ ક્ષેત્રમાં વિલક્ષણ સામગ્રી મળી આવે છે. હમણાં જ અલ્લાઉદ્દીન ખિલજીના સમકાલીન તેની ટંકશાળના અધ્યક્ષ શ્રી, ઠક્કર ફેરના પ્રથાને પરિચય પ્રકાશિત થયો છે. ઠક્કર ફેરુ પ્રતિભાશાળી લેખક હતા. મધ્યકાલીન વાસ્તુવિદ્યા ઉપર તેમને “વાસ્તુસાર' નામને એક ગ્રંથ છપાઈ ચૂક્યો છે. પરંતુ હાલમાં જ પુરાણા સિક્કાઓ ઉપર લખેલા “દ્રવ્યપરીક્ષા’ નામક તેમના બીજા પુસ્તકનો પરિચય મળ્યો છે. એ પુસ્તકની એક પ્રતિલિપિ શ્રી. અગરચંદ નાહટાની કૃપાથી અમારા જોવામાં આવી. આ પુસ્તકમાં લગભગ ૮૦૦ ઈ. સ. થી લઈને ૧૩૦૦ ઈ. સ. સુધીના ભારતીય સિક્કાઓનાં નામો. તલ અને સત્યને ઘણું જ પ્રામાણિક વેણન કરેલું છે. ભારતીય મુદ્રાશાસ્ત્રના ઇતિહાસમાં આવા પ્રકારનું કઈ પુસ્તક પહેલાં કદી જોવામાં આવ્યું નથી, ઠક્કર ફેરનું પિતાના દેશવાસીઓ માટે આ અનુપમ અર્પણ છે. અને જે દિવસે આ ગ્રંથનું વિસ્તૃત સચિત્ર સંસ્કરણ પ્રકાશિત થશે તે દિવસ આપણે આ મહાન લેખકની કૃતિનું મહત્ત્વ પામીશું. પરંતુ આ બધાથીયે વધીને એક બીજા ક્ષેત્રમાં જૈન વિદ્યાનું સર્વોપરિ મહત્ત્વ આપણી સામે આવે છે, અને તે છે ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં. ભારતની પ્રાયઃ બધીયે પ્રાંતીય ભાષાઓને વિકાસ અપભ્રંશથી થયો છે. જૈન સાહિત્યમાં અપભ્રંશ ભાષાના ગ્રંથોનો જાણે ભંડાર ભર્યો છે. હજી વીસ વીસ વષે તે આ સાહિત્યને પ્રકાશિત કરવામાં લાગશે. પરંતુ જે કોઈ ગ્રંથ છપાઈ જાય છે તે પણ હિંદી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ માટે ઘણી નવી સામગ્રી આપણી આગળ પ્રસ્તુત કરે છે. હિંદી ભાષામાં એકેક શબ્દની વ્યુત્પત્તિ ધી કાઢવાનું બહુ મેટું કાર્ય હજી બાકી છે. વ્યાકરણની દૃષ્ટિએ વાક્યોની રચના અને મહાવરાના આરંભનો ઈતિહાસ પણ મહત્ત્વપૂર્ણ છે. એ માટે અપભ્રંશ સાહિત્યથી મળનારી સમસ્ત સામગ્રીને તિથિકમ અનુસાર તારવવી પડશે અને કેશ તેમજ વ્યાકરણને માટે તેનો ઉપયોગ કરવો પડશે. અત્યારે પૂરી રીતે એ અનુમાન લગાવવું કઠણ છે કે, અપભ્રંશ સહિત્યની કૃપાથી હિંદીને કેટલે અધિક ઉપકાર થવાને સંભવ છે. એમ કહી શકાય કે, આપણા ભૂતકાળથી જીવન, રહેણીકરણી અને ભાષાને જે ઉત્તરાધિકાર આપણને મળ્યો છે તેના ઉપર અપભ્રંશ ભાષાનું ળિયું ચઢેલું છે. ઈતિહાસના અપભ્રંશકાળના તળેિ આપણી ભાષા અને રહેણીકરણીનાં જે સુ છે તેનું ઉદ્દઘાટન તેના પોતાના જ વિકાસને સમજવા માટે અત્યંત આવશ્યક છે. આજથી પચીસ વર્ષ પહેલાં અપભ્રંશ સાહિત્યના આ બહુ મૂલ્યનિધિનું કોઈને ધ્યાન અથવા પરિચય નહોતું. પરંતુ આજે તે એવું જણાય છે કે, આપણું સાહિત્યના કોઠારે આ નવી સામગ્રી આવી જતાં ભરપૂર બની ગયા છે. હિંદી જગતના બહુસંખ્યક વિદ્વાનોએ અને પ્રકાશકોએ પોતાનો સમય, પારશ્રમ અને ધનની શક્તિ આ તરફ લગાડવી જોઈશે ત્યારે જ આપણે અપભ્રંશ સાહિત્યની આ સંપત્તિને અધિકારમાં લાવી શકીશું. સાહિત્યથી ભારતીય સંસ્કૃતિને અપરિમિત લાભ થાય છે. એક પ્રકારે બૌદ્ધ સાહિત્ય ભારતીય સંસ્કૃતિને ઊંચા આસને બેસાડી દીધી છે. એ જ રીતે જૈન સાહિત્યની સહાય તાથી ભારતીય સંસ્કૃતિને નવા પ્રકાશ મળવાની આશા અને સંભાવના છે. [મહાવીર સ્મૃતિગ્રંથ'માંથી “જિનવાણીમાસિકમાં પ્રગટ થયેલ હિંદી લેખ ઉપરથી સાભાર અતિ]. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28