Book Title: Jain_Satyaprakash 1953 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ મતિની બે લાઈનમાં વીસ મતિઓ કોતરેલી છે. આ પદ ઉપર નીચેની પદીમાં એક લાઈનમાં લેખ છે. ઉપરના પટ્ટામાં મૂર્તિઓ શિવાય બીજું કશું કોતરકામ નથી. પટ્ટ નં. ૧ પાદુકાને છે. એક નાની ધ્યાનસ્થ મૂર્તિ છે. એક લંબચોરસ પથ્થર ઉપર ત્રણ વનિતાઓ કોતરેલી છે. ૫ ઉપરના શિલાલેખો અને ઈતિહાસ ઉપર વર્ણવેલાં સઘળો પટ્ટો એક જ દેવળના એક જ ભેાંયરામાંથી નીકળ્યાં છે. તે દરેક ઉપર લેખ છે પરતું આરસ પથ્થર ઉપર કતરેલા લેખની માફક ચૂનાનું મુલાયમ ચુર્ણ ભરવા છતાં અક્ષરો ઊઠી આવતા નથી. આ પ્રદેશમાં આવા પથ્થરમાં કોતરેલા સઘળા લેખ વાંચવામાં તેના કાકરાપણાથી ભૂકી બધે સરખી ચેટવાથી અક્ષરો ઊઠતા નથી. માત્ર નંદીવર પટ્ટમાં આવેલી શેડની એક મતિ નીચે નીચેના અક્ષરો સ્પષ્ટ ખાતરીપૂર્વક આ રીતે વાંચી શકાયા છે. જમણી બાજુએ–સ. ૧૪૨૩ સં. વિસર પદ નં. ૩ ઉપર અઠયાસી અક્ષર પૈકી વંચાયેલા અક્ષરો આ પ્રમાણે છે૧૨૪૨ () સં. ૧૪૨૩ ઘઉં...વાર ૧૨ રવિ શ્રેષ્ઠિ ઉપરના લેખમાં જણાવેલા સંઘપતિ વિસલની ઓળખાણ ઐતિહાસિક ગ્રંથોમાં વેરવિખેર પડેલી આ રીતે જાણવા મળે છે – સંધપતિ-વિસલના પિતા સંધપતિ વછરાજ ઇડરના રહીશ અને જ્ઞાતિએ ઓસવાલ હતા. તેમને રાણી નામે પત્નિથી સંધપતિ ગોવિંદ, સં. વિસલ, અક્રસિંહ અને હીરાભાઈ નામે ચાર પુત્રો હતા. - ઉપરોક્ત ચાર ભાઈ ઓ પૈકી સં. વિસલ મેવાડ રાજ્યના ઉદયપુરની ઉત્તરે આવેલા દેલવાડા ગામમાં રહેતા અને તે લાખા રાણાના માનીતા હતા. એ રાણાના મંત્રી રામદેવની પુત્રી ખેમાઈ સાથે તે પરણ્યા હતા. તેઓ કેટલેક વખત ત્યાં રહેતા. (જુઓઃ “પિટર્સન રીપોટ' ૬, પૃ. ૧૭, ૧૮, ઑ૦ ૧-૯-૧૨). સં. વિસલને ધીર અને ચંપક નામે બે પુત્રો હતા, જેમાં ધીર રાણુના લશ્કરી ખાતામાં અધિકારી હતા અને ચંપક ઈડરમાં રહેતા હતા. જુઓ સામસભાગ્ય કાવ્ય ' સ. ૯ કલાક ૭-૮). . સં. વિસલે ઈડરગઢની તળેટીમાં પાર્શ્વનાથનું વિશાળ દેવળ બંધાવ્યું હતું. વિસલના સ્વર્ગવાસ પછી તેની પત્નિ ખીમાઈએ પોતાના પુત્ર ચંપક દ્વારા તાણું આગળ ઊંચી વિશાળ ભૂતિ સ્થાપના કરી હતી. તેની પ્રતિષ્ઠાવિધિ શ્વેતાંબર તપાગચ્છાચાર્ય સેમસુંદરસૂરિએ કરી હતી. (જુઓઃ સેમસૌ. કા. સં. ૯, પૃ. ૧૫૮ થી ૧૬ ૦ શ્લોક ૨૦ થી ૨૮.) આ ઉપરાંત વિસલશાહે ચિતોડમાં શ્રીશ્રેયાંસનાથનું દેવળ બંધાવ્યું હતું. એ જ રીતે ઈડરી સરહદના કલેલ ગામની હદના પ્રસ્ત દેવાલયના મેયરામાંથી મળેલા આ પટ્ટ ખુદ વિસલ સંધપતિએ કરાવ્યાને લેખિત પુરાવે છે, તેમ ઉદયપુર પાસેના દેલવાડામાં તેની પત્ની, ખીમાઈએ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ચોવીસીની ભાવનાને પદ સં. ૧૪૮૫ના વૈ. સુ. ૧. સંધપતિ અને સંધવી એ બે શબ્દ વચ્ચેનું અંતર સમજવા ગ્ય છે. સ્થાનિક સંઘને આગેવાન તે સંધપતિ છે અને યાત્રા સંઘનો મુખી સંઘવી કહેવાય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28