Book Title: Jain_Satyaprakash 1953 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન તીર્થ ચંદ્રપ્રભાસ પાટણ
અને
પ્રતિમા લેખો
લેખકઃ-પૂજ્ય મુનિરાજ શ્રીચનસાગરજી ચંદ્રપ્રભાસ તીર્થ માટે જેને શાસ્ત્રોમાં એવી હકીકત મળે છે કે-શ્રી. શંત્રુજ્ય તીર્થને આ અવસર્પિણીમાં પ્રથમ ઉદ્ધાર કરી ભરત ચક્રવર્તી શ્રી. શત્રુંજયની પશ્ચિમ દિશાએ ઊતરી શ્રીસંધસહિત રહ્યા હતા તે સમયે બાહુબલીના પુત્રો સમયશા વગેરે વનરાજી જોવા જતાં સૌથી પહેલાં તાપસને જોયા અને આશ્ચર્ય પામ્યા. તેમને પૂછતાં ખાત્રી થઈ કે કેટલાક વિદ્યાધરો અસાધ્ય રોગથી પીડાતા ઈન્દ્ર મહારાજની પ્રેરણાથી અહીં આવી વસ્યા છે અને પ્રભુથી વિખુટા પડી ગયેલા ક૭ મહાક૭ની તાપસી દીક્ષા ગ્રહણ કરી આદિજિનનું નામ સ્મરણ કરતા અહીં નદીના કાંઠે વસી રહ્યા છે. તે વિદ્યાધર તાપસ પાસેથી વધુ હકીક્ત મેળવતાં એ પણ જાણવામાં આવ્યું કે, “આ પવિત્ર ભૂમિ પર આઠમા તીર્થંકર શ્રીચન્દ્રપ્રભસ્વામીનું સમવસરણ થશે.' સામયશા કુમારે ભરત ચક્રવતી પાસે આ ભૂમિનું વર્ણન કર્યું હતું અને તેમણે પણ શ્રીચન્દ્રપ્રભસ્વામીના પધારવાની હકીકત પણ કહી હતી. આથી ભારત ચક્રવર્તીએ ત્યાં “ચન્દ્રપ્રભાસ’ નામનું નગર વસાવી; શ્રીચન્દ્રપ્રભ પ્રભુનું દેરાસર બંધાવી તીર્થ તરીકે સ્થાપના કરી હતી. - આ સમયે દરિયે ઘણો દૂર હે જોઈએ. કારણ કે, ભરત ચક્રવર્તીની નધિ લેતાં દરિયા સંબંધી કંઈ ઉલ્લેખ મળતું નથી અને એ વાત પણ પ્રસિદ્ધ છે કે, શ્રીસિદ્ધગિરિજીના રક્ષણ અર્થે સગર નામના બીજા ચક્રવતી દરિયાને નજીક લાવ્યા હતા, બીજા તીર્થકર અજિતનાથ પ્રભુના સમયમાં સગર ચક્રવતી એ જ્યારે આ તીર્થની યાત્રા કરી ત્યારે પણ દરિયાને ઉલ્લેખ નથી થયું એટલે સાથે સાથે એ પણ માની લેવું રહ્યું કે, સગરચક્રીએ યાત્રા કર્યા બાદ દરિયે નજીક આણ્યો.
શ્રી ચન્દ્રપ્રભસ્વામી છઘસ્થ અવસ્થામાં દરિયાના કાંઠે કાઉસ્સગ ધ્યાને રહ્યા હતા ત્યારે દરિયાઈ માં તેમને અથડાવા લાગ્યાં. આથી દરિયાની અધિષ્ઠાયિકા દેવીએ તે સ્થાને એટલે જળના સ્થાને સ્થળ ભૂમિ કરી. અત્યારે પણ વધુ ઊંડમાં ખોદકામ કરતાં દરિયાઈ રેતીના થશે અને શિલાઓ મળી આવે છે. આ વસ્તુ સ્પષ્ટ કહે છે કે આવું કંઈક થયું હોવું જોઈએ.
શ્રીચન્દ્રપ્રભસ્વામી કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી અહીં સમવસર્યા ત્યારે અહીંના રાજા-રાણીએ દીક્ષા લીધી હતી, અને તે રાજાના પુત્ર અહીં ચન્દ્રપ્રભુનું દેરાસર બંધાવી, પ્રભુની સન્મુખમાં પિતાના પિતાની પ્રતિમા સ્થાપી હતી. ત્યારબાદ એમણે સંઘ કાઢી દીક્ષા લીધી.
સોળમાં શ્રી શાન્નિાથ પ્રભુના પુત્રે અહીંની યાત્રા કરી અઢાઈ મહેચ્છવ કરેલે, તેમ વીશમા શ્રીમુનિસુવ્રતસ્વામીના સમયમાં સતી સીતાદેવીએ યાત્રા કરી નવીન દેરાસર બંધાવી શાસન-પ્રભાવના કરેલી. શ્રી નેમિનાથ પ્રભુના સમયે પાંડવોએ પણ યાત્રા કરેલી અને
For Private And Personal Use Only