Book Title: Jain_Satyaprakash 1953 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શનને કમ–સિદ્ધાંત [૧૫૭ (૩) ઉવર્તન, (૪) અવિના, (૫) ઉદીરણ, (૬) ઉપશમના, (૭) નિધતિ અને (૮) નિકાચના. . - દશ અવસ્થાએ થાને ક્રિયાઓ–ઉપર્યુક્ત આઠ કરણ તેમજ ઉદય અને સત્તા એ દશાને કર્મની મુખ્ય, દશ અવસ્થાઓ યાને ક્રિયાઓ તરીકે ઓળખાવાય છે. “ ઉદય ” એ કરણ નથી, કેમકે એ આત્મવીર્યપર્વક નથી. યોગદાન પ્રમાણે કર્મની અવસ્થાઓ-ગદર્શનના વ્યાસકૃત ભાષ્યમાં અદષ્ટ-જન્મવેદનીય -- અનિયતવિપાક-કર્મની ત્રણ અવસ્થાઓ દર્શાવાઈ છે. (૧) કરેલાં કર્મને વિપાક થયા વિના એને નાશ', (૨) પ્રધાન કર્મમાં આવા પગમન, અને (૩) નિયત વિપાકવાળા પ્રધાન કર્મ દ્વારા અભિભૂત થઈ લાંબે વખત ટકી રહેવું. પહેલી અવસ્થાને આપણે પ્રદેશદય સાથે, બીઝને સંક્રમણ-કરણ, અને ત્રીજીને નિધતિ ઇત્યાદિ સાથે સરખાવી શકીએ. કલેશ” એ કર્ભાશયનું મૂળ કારણ છે, એમ યોગદર્શનનું કહેવું છે. કલેશ એ જૈન દર્શનનું “ભાવ-કર્મ' ગણાય. ગિદર્શન (૨, ૪) માં કલેશેની ચાર અવસ્થા બતાવાઈ છે: (૧) પ્રસુત, (૨) તન, (૩) વિચ્છિન્ન અને (૪) ઉદાર. અબાધા-કાળ પર્વતની કર્મની અવસ્થા તે “પ્રસુપ્ત' છે. કર્મને ઉપશમ કે ક્ષપશમ એ એની “તનુ' અવસ્થા છે. અમુક કર્મને ઉદય, પિતાનાથી કઈ સબળ અને વિરોધી પ્રકૃતિના ઉદયાદિ કારણને લઈને જે રોકાઈ જાય, એ એની “વિચ્છિન્ન” અવસ્થા છે; અને ઉદય એની ઉદાર અવસ્થા છે. બંધ સત્તા અને સંકમણ-સત્તા–સત્તા, અસ્તિત્વ, અવસ્થાન, વિદ્યમાનતા, હયાતી ઇત્યાદિ શબ્દો એકાWક છે. કાશ્મણ-વર્ગણાને સંસારી આત્મા સાથે બંધ થતી વેળા એનું જે સ્વરૂપ નક્કી થાય છે એ જ સ્વરૂપે એ આત્મા સાથે જોડાયેલ રહે તેને “સત્તા કહે છે. આ સ્વરૂપમાં સંક્રમણ-કરણ દ્વારા જે પલ આવે તે સંક્રાંત સ્વરૂપે રહે. આમ કર્મોની સત્તા બે પ્રકારની છે. આ બંને ભેદ ખ્યાલમાં રહે એ માટે પ્રથમ પ્રકારની સત્તાને “બંધ-સત્તા ” અને બીજા પ્રકારની સત્તાને “સંક્રમણ-સત્તા” એવા નામથી એક વિદ્વાને ઓળખાવી છે. કર્મનું સ્વતઃ ફલદાયિત્વ જૈન દર્શન પ્રમાણે અનંત છ અત્યાર સુધીમાં મેક્ષે ગયા છે અને હવે પછી પણ જશે, એ મુક્ત થયેલા તમામ છ તેમજ “જીવન-મુક્ત તીર્થકરે એ જેનોના દેવાધિદેવ છે-ઈશ્વર છે, પરંતુ આ પૈકી એકે ઈશ્વર જગતના કર્તા કે નિયતા નથી. એટલું જ નહિ, પરંતુ એમને અંગે આમ માનવું કે કહેવું એ જૈન દર્શનને મતે એમના વાસ્તવિક અશ્વને બદનામ કરવા બરાબર છે. જેની દષ્ટિએ જગત્ અનાદિ અનંત છે. પુદગલને કે જીવન કેઈ સર્જનહાર નથી. પ્રસ્તુતમાં કર્મનું ફળ સ્વતઃ મળે છે-એ માટે ઈશ્વર જેવા ન્યાયાધીશની કે અન્ય કેદની દખલગીરી કે દરવણી માટે સ્થાન ૧. આમાં પ્રદેશદયને સ્થાન છે, - ૨, જુઓ દેવેન્દ્રસૂરિકૃત બીજા કર્મગ્રંથને હિંદી અનુવાદ (. ૭૫-૭૬ ). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28