Book Title: Jain_Satyaprakash 1953 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ ] શ્રી. જેન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૮ નથી. કોઈ મદિરા પીએ, પછી એ મદિરાથી એ બેહેશ બને, તેમાં શું અન્ય કેઈને હાથ છે ખરે? શું એ મદિરાનું મદિરા-પાનનું જ ફળ નથી? આને લઈને જૈન દર્શને ઈશ્વરને ફળદાતા” તરીકે માનતું નથી. જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે તે પછી ફળ ભોગવવામાં એ પરતંત્ર શા માટે?
કર્મનું ફળ કેટલીક વાર તરત તે કેટલીક વાર લાંબે ગાળે મળે છે તે શું એ ઈશ્વરેઅને અધીન છે? એમ હોય તે પણ એ ઉત્તર જૈન દર્શનને માન્ય નથી.
વિસ્તાર–જેના કર્મ-સિદ્ધાંતની એ એક આછી રૂપરેખા છે. એને ગુણસ્થાને અને માર્ગણદ્વારો સાથેનો સંબંધ, કયું કર્મ કયારે કેણુ બધેિ એને કેવી રીતે એ ભગવે, એ વિગત, મળ પ્રવૃતિઓની જન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિઓ, વર્ગણું, સ્પર્ધકે અને કંડકેનું વિસ્તૃત નિરૂપણ, સમુદ્દઘાત, કરણે કણે કેમ પ્રવર્તે ઈત્યાદિ અનેક બાબતે ઘણી જ ઝીણવટથી જૈન ગ્રંથોમાં વિચારાઈ છે. એના નિષ્કર્ષ રૂપે સહેજે લગભગ પંદરસો પૃષ્ઠ જેવડું પુસ્તક થઈ શકે. આ લેખ તે જાણે એની પ્રવેશિકા છે. અહીં મેં અજૈન ભારતીય દર્શનમાં નિરૂપાયેલી કર્મવિષયક હકીકત નોંધી છે, પણ એમાં જે ન્યૂનતા રહેતી હોય તે તે દર્શનના કર્મ-સિદ્ધાંતના સંપૂર્ણ નિરૂપણ પૂર્વક દર થવી ઘટે.
ઋણ સ્વીકાર–“આત્મતિને ક્રમ” નામનો લેખ “અખંડ આનંદ'માં છપાશે એવા સમાચાર મળતાં “જીવન શોધનનાં સપાન સંબંધી જૈન અજૈન મંત” નામને લેખ લખવાની વૃત્તિ ઉદ્દભવી અને એ લેખ તૈયાર કરતી વેળા આ પ્રસ્તુત લેખ લખવાની વૃત્તિ જાગી. એવામાં દેવેન્દ્રસૂરિકૃત પંચમ ક–પ્રથને અંગે ન્યાયતીર્થ ૫. કૈલાશચન્દ્ર હિંદીમાં લખેલી અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવના યાદ આવી. એ વાંચી જતાં મને આ લેખ તૈયાર કરવાની ઉકઠા વિરોષ સતેજ થઈ. આ પ્રસ્તાવના મને પ્રેરક નીવડી છે. વિશેષમાં એમની કેટલીક સામગ્રી જે તુલનાથે ઉપયોગી હતી તે સુલભ રીતે મને એમાંથી સાંપડી છે. એને મેં અહીં ઉપયોગ કર્યો છે એટલે અહીં ઋણસ્વીકાર રૂપે નિર્દેશ કરું છું. અંતમાં જેમ ભારતીય દર્શનેમજ ખાસ કરીને જૈન દર્શનમાં અને અંશતઃ ગદર્શન અને બૌદ્ધ દર્શનમાં કસિદ્ધાંતને વિચાર કરાયો છે, તેમ અભારતીય દાર્શનિક કૃતિઓમાં પણ કેઈ કઈ બાબત જોવાય છે, તે એ પાશ્ચાત્ય તત્વજ્ઞાનના વિશિષ્ટ અભ્યાસીને હાથે રજૂ થાય એમ હું ઇચ્છું છું.
આમ સર્વાગીણ નિરૂપણ માટેની ઇરછા અન્યાન્ય વિદ્વાનો દ્વારા તૃપ્ત થશે તે માનવ જીવનની મોટામાં મોટી સમસ્યાને ઉકેલ આવેલ હું ગણીશ.
૧. કર્મ મીમાંસાનું આયોજન જૈ. સ. પૂ. પુ. ૬૭ અં. ૨. આ લેખ વ. ૪, અંક ૧૨માં છપાયો છે. ૩. આ લેખ “જૈન સત્યપ્રકાશ”માં કટકે કટકે છપાયે છે, વ. ૧૭, સં. ૧૨થી એ શરૂ થયો છે. ૪. સુરતમાં પણ કર્મ વિષયક હકીક્ત છે.
For Private And Personal Use Only