Book Title: Jain_Satyaprakash 1949 04 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] સિદ્ધરસ અને રસકૂપ [ ૧૨૫ સાંભળી એ બીધો. એણે વલભીની નજીકમાં આવેલા એક વણિકને ઘેર એ તુંબડી મૂકી અને પોતે સોમનાથની જાત્રાએ ગયો. કેઈ પર્વ આવતાં ચૂલા ઉપર તાવી (તાપિકા) મૂકાતાં તુંબડીના કાણામાંથી રસનું બિન્દુ એના ઉપર પડયું અને એ સેનાની બની ગઈ. એ ઉપરથી આ ફિરસ છે એમ જાણી એ રંક શેઠે તુંબડી તેમજ ઘરની બીજી ઉત્તમ વસ્તુ લઈ લીધી અને પછી પોતાના ઘરને આગ ભગાડી અન્યત્ર જઇને એ રહ્યો. મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૩૬ ૧માં પ્રબંધચિન્તામણિ નામની કૃતિ રચી છે. એમાં (પૃ.૧૦ ૮, સિધી જન ગ્રન્યમાળા) ૫ણ ૨ક શેઠની કથા છે કે જેના આધારે ઉપયુંકત થા યોજાઈ હશે એમ લાગે છે, રંકનું ખરું નામ કા છે. એના નાના ભાઈ પાતાકને ઠપકે સહન નહિ થવાથી એ એક વેળા ઘર છેડી “વલભી” ગયો. અને ત્યાં ઘાસની ઝૂંપડીમાં રહેવા લાગ્યો. એક દિવસ કેક કાપી કશ્યપુસ્તકના આધારે “રેવતક' પર્વત પરથી તુંબડીમાં સિહરસ લઈને આવતું હતું, રસ્તામાં “કાયતુંબડી ' એવી અશરીરી વાણું સિદ્ધરસમાંથી નીકળતી સાંભળી એ બધા અને રંકને ગરીબ જાણી એને ત્યાં એ રસ સહિત તુંબડી મૂકી સોમેશ્વરની યાત્રાએ ગયે. એક વાર કોઈ પર્વ આવતાં ચૂલા ઉપર કે તાવડી મૂકી. તુંબડીના કાણામથી રસનું બિદુ પડતાં એ સેનાની થઈ ગઈ. એ જોઈ એણે તુંબડી તેમજ ઘરનું સર્વસ્વ લીધાં અને પછી ઘરને આગ લગાડી અન્યત્ર જઇને રહ્યો. “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ ધારાશાસ્ત્ર (પ્ર. ૧૨. લે. ૧૨ ૧) માં સિદ્ધરસને અને એ દ્વારા લેઢાનું સપનું બને છે એ બાબતને નિર્દેશ કર્યો છે. સિદ્ધરસ" વિષે આ કરતાં પ્રાચીન ઉલેખ કયાં કયાં છે? રસકપ અને એને ક૯૫–અજિતપ્રભસૂરિએ વિ. સં. ૧૩૮૪માં સંસ્કૃતમાં શાન્તિનાથ ચરિત્ર રચ્યું છે. એના છઠ્ઠા પ્રસ્તાવમાં પાંચમા વ્રતને અંગે સુલસની કથા નીચે મુજબ અપાઈ છે. એક વેળા સુસ એક પરિવ્રાજકને મળે. અને પૈસાદાર થવાની પિતાની ઈચ્છા એણે એને જણાવી. એ ઉપરથી એ પરિવ્રાજકે એને કહ્યું: મારી પાસે રસકૂપન કલ્પ છે. એના એક બિન્દુ વડે લેઢાની અનેક કટિઓ વીંધાય છે. તેથી તું એની સામગ્રી તૈયાર કર. સૌથી પ્રથમ તે ભેંસનું એક મોટું લાંબુ પૂછડું લાવ. સુલસ એ લઈ આવ્યા એટલે પરિવ્રાજકે એને છ મહિના સુધી તેલમાં રાખી મૂકયું. પછી એણે એક હાથમાં રસકૂપના કેમ્પનું પુસ્તક રાખ્યું, અને બીજા હાથમાં પેલું પૂછડ, અને બે રજજુ (દોરડાં) રાખ્યાં, એણે સુલસના માથા ઉપર બે નંબડાં, એક માંચી, પૂજાની છાબડી અને અગ્નિચ્છિકા રાખ્યાં. પછી કુલ સને લઇને પેલે પરિજિક પર્વતની ગુફા પાસે આવ્યો. ત્યાં દરવાજે સ્થાપન કરેલી યક્ષની પ્રતિમાની એણે પૂજા કરી. પછીથી એ અને સુસ ગુફામાં પિઠા. આ તરફ સલસ જે કઈ ભૂત, તાલ, રાક્ષસ આવતા તેની સન્મુખ નિર્ભયપણે બળિ નાખો. १. “ श्रयते सुवर्णभाव सिद्धरसस्य स्पर्शतो यथा लोहम् । भारमध्यानादारमा परमात्मत्वं तथाऽऽप्नोति ॥ १२॥" For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28