Book Title: Jain_Satyaprakash 1949 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ભગવાન મહાવીર સ્વામી
૧૪૩ ત્યાગ અને ઉગ્ર સંયમને કાયક્લેશ અને કષ્ટરૂપ માની તે માર્ગને શિથિલ કર્યો, પરિણામે ભવિષ્યમાં તેમના સાધુસંધમાં શિથિલાચાર, માંસાહાર વગેરે પેસી ગયાં. અહિંસા, સંયમ અને તપના અનલ્પિત અર્થ કરી જુદી જુદી શાખાઓમાં બૌદ્ધ સંઘ વિભકત થઈ ગયે, અને શ્રમનું સંસ્કૃતિ તેમજ વૈદિક સંસ્કૃતિ સામે ટકી ન શકવાથી તેને હિદ બહાર જવું પડ્યું. ગોશાલાને તો પોતાના અંતિમ સમયે જ પારાવાર પશ્ચાત્તાપ થયો અને છતાં તેનો નિયતિવાદ ઇન્નરૂપે કે મિશ્રણરૂપે ચાલતો રહ્યો, પરંતુ અત્યારે તે સેંકડો વર્ષોથી તે વિલીન થઈ ગયો છે. બૌદ્ધધર્મ ભારતની બહાર જઈને બર્મા, ચીન, જાપાનમાં ખૂબ ફાલ્ય ફૂલ્યો અને પાશ્ચાત્ય દેશોમાં પણ પહોંચ્યો છે, પરંતુ અહિંસા પરમો ધર્મને સિદ્ધાંત ભૂલાઈ ગયો. ચીની અને જાપાની બૌદ્ધ સાધુઓ પણ માંસાહારથી સર્વથા મુકત રહ્યા નથી અને માંસાહાર ખૂબ પ્રચલિત થઈ ગયો. હમણાં હમણાં ભારતમાં બૌદ્ધધર્મ પુનઃ પ્રચાર પામી પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે. તે વખતના બીજા ધર્મપ્રચારકે નામશેષ બની બ્રાહ્મણ સંસ્કૃતિમાં રૂપાન્તર પામી વિલીન થઈ ગયા છે, ત્યારે ભગવાન મહાવીરને ધમ તે આજે પણ ભારતમાં સર્વત્ર પ્રચલિત છે. - નિર્વાણુ–ભગવાન ત્રીશ વર્ષ કેવલ્ય અવસ્થામાં રહી, ૭૨ વર્ષનું આયુષ્ય પાળા, ઈ. સ. પૂર્વે પર૪માં અપાપા નગરીમાં, હસ્તિપાલરાજાની રાજસભામાં ચોવીહાર છઠ્ઠ કરી, ધર્મોપદેશ દેતાં દેતાં આસો વદિ ૦)) ની પાછલી રાત્રે નિર્વાણ પામ્યા, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની શાશ્વત સુખ-મોક્ષસુખ પામ્યાં.
આપણું કર્તવ્ય- ભગવાન મહાવીરના જન્મ દિવસે આપણે બધાએ સંગઠિત થઈ સહકારપૂર્વક કામ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. જ્યાં સુધી ભારતમાં ભગવાનને અહિંસા ધર્મની અસર પૂર્ણરૂપે રહી ત્યાંસુધી ભારત સુખી અને ઉન્નત રહ્યો. પરંતુ આપસની ફૂટ, ઈર્ષ્યા, અહંભાવ અને હેપ વધ્યાં ત્યારથી હિન્દનું ગૌરવ અને મહત્તવ ઘટયાં. અને દેશ પર ધીન થઈ ગયો. સભાગે આપણે હવે પરદેશીઓના બંધનથી મુક્ત થયા છીએ, પરંતુ આવેલી સ્વતંત્રતા ટકાવી રાખવી હોય, આઝાદી પચાવવી હોય, તો આપણે ભગવાનના વિશ્વધર્મના સિદ્ધાંત અપનાવવા પડશે. તે માટે અહિંસા અને સત્યની સૌથી પ્રથમ જરૂર પડશે.
આજના યäવાદે ભારતની દશા દીન, હીન અને દયનીય બનાવી છે. આજે તે જાણે અન્ન-વસ્ત્રની પણ સાંસાં પડી ગયા છે. આ બધામાંથી બચવાના ઉપાય અહિંસા, સત્ય, સંયમ, તપ, સદાચાર અને સહકારમાં જ રહે છે. અને ભગવાન મહાવીર સિહાંત આપણને એ જ શીખવે છે. ભગવાન મહાવીરના દરેક ઉપાસકની ફરજ છે કે સંકુચિત વાડાઓ છેડી ' વિશ્વબંધુત્વના વિશાલ મેદાનમાં બહાર આવે અને સાચા અહિંસક અને સત્યના ઉપાસક બની જગતના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરે. આપણે આપણી માનવતને શોભાવવી કે સજીવન કરવી હોય તે સૌથી પ્રથમ આપણે જ સાચા અહિંસક બનવું પડશે. શન ઉપર પણ મૈત્રી ભાવ રાખતા શીખવું પડશે અને વિરાધીને પણ પ્રેમથી જીતતાં શીખવું પડશે. અન્તમ–
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवंतु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखीभवन्तु लोकाः॥
–આ ભાવના સાથે આજના સંતપ્ત જગતને શાંતિ આપનાર ભગવાન મહાવીરનાં ચેડાં વચનામૃત નીચે આપી આ લેખ સમાપ્ત કરું છું.
For Private And Personal Use Only