Book Title: Jain_Satyaprakash 1949 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
પરમધ્યેય શ્રી નવપદજી
[ ૧૩૧
આમાં પ્રતિનિયત વણે બતાવવામાં આવ્યા તે પણ સહેતુક છે. પાન ચિત્તની સ્થિરતા અથવા તદ્દન એકાગ્રતા રૂપ છે. તેને પૂર્વ વ્યાપાર ધારણું છે. ધારણું રાખવામાં જે સાધક પાવર બની જાય છે તેને ધ્યાનમાં પાવરધા થતાં જરાય હરકત આવતી નથી. આવી ધારણ નિયત વણે વિના શક્ય નથી. નિયત વર્ગો નિયત તનાં પ્રતીક છે. આનું ફલિત એ છે કે તે વને અવલંબી તે તે ધ્યેય પદાર્થમાં તે તે તત્વના પ્રધાન ગુણની ધ્યાતાએ આત્માભેદે ધારણા કરવી જોઈએ.
જલતત્વના પ્રતીક રૂપે અરિહંત પદને શ્વેતવણે છે. તેને પ્રધાન ગુણ નિર્મલતાને છે. સિદ્ધપદને રક્ત વર્ણ અગ્નિતત્વના પ્રતીક રૂપે છે. તેને પ્રધાન ગુણ દાહકતા યાને જલાવવાને છે. પૃથ્વીતત્વના પ્રતીક રૂપે આચાર્યપદને પીત–પીળો વધ્યું છે, જેને પ્રધાન ગુણુ કાઠિન્ય યાને આધારતાને છે. આકાશતત્વના પ્રતીકરૂપે નૌકવણું ઉપાધ્યાયપદને છે, જેને મુખ્ય ગુણ વિશાલતા-અવગાહકતાને છે. વાયુતત્ત્વના પ્રતીક રૂપે શ્યામવર્ણ સાધુપદને છે, જેને પ્રધાન ગુણુ અપ્રતિબદ્ધતાને છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપપદે આત્મગુ હેઈ નિમલતાકારક જલતત્વના પ્રતીક રૂપે શ્વેત વણે જ સિહચયંત્રમાં સ્થાપન કરેલ આપણે જોઈ શકીએ છીએ.
અરિહંત પદનું ધ્યાન કરતાં સાધકે તે પદ નિજાત્માને જાણે જલવત નિર્મલ કરી રહેલ હોય તેમ ધારણ કરવી. સિદ્ધિપદનું ધ્યાન કરતાં સાધકે નિજ કર્મોને અગ્નિવત જલાવી રહેલ હેવાની ધારણ કરવી. સૂરિપદના ધ્યાનમાં પૃથ્વીવત ઇબ્રાનિષ્ટ સ્પર્શી પ્રત્યે સમભાવમાં સ્થિર નિજત્માની ગુણભાજનતા ધારવી. વાચક પદના ધ્યાનમાં આકાશવત નિજની વિરાટ અવગાહતા ધારવી. સાધુપદના ધ્યાનમાં સાધકે વાયુક્ત નિજાત્માની પ્રતિબહતા-મુક્તતાની ધારણું કરવી. દર્શનાદિપનું ધ્યાન કરતાં પણ ધ્યાનકાએ નિજાત્માની નિર્માતાની જ ધારણ કરવી પ્રાપ્ત થાય છે
આ શ્રી નવપદનું ધ્યાન એટલે આત્માનું જ ધ્યાન છે. કેમકે અરિહંત આત્મા છે, સિહ આત્મા છે, આચાર્ય આત્મા છે, ઉપાધ્યાય આત્મા છે, સાધુ આત્મા છે; દર્શનજ્ઞાન-ચારિત્ર-તપ એ ચાર પણ આત્માના સ્વભાવભૂત ગુણો હેઈ આત્મા જ છે. અરિહંતાદિ સ્થાનાપન્ન આત્માનું ધ્યાન કરતે આત્મા થાનના ફલરૂપે પરમપદને પ્રાપ્ત કરનારે બને છે. એકએક પદનું ધ્યાન કરીને પણ અનન્ત આત્માઓ પરમપદને-મેક્ષને વર્યા છે, વરે છે, તથા વરશે; તે કાંતિ અરિહંત થઈને, કાંત પંદર ભેદે સિદ્ધ થઈને, કાંતિ આચાર્ય થઈને, ઉપાધ્યાય થઈને, કે સાધુ થઈને જ વયી છે, વરે છે, વરશે. પરંતુ અન્યથા તે નહિ જ, જે તમારે પણ તે પદ વરવાની અભિલાષા હેય તે તમે પણ અરિહંતાદિ પદનું એવું જ સક્રિય ધ્યાન કરે.
* અરિહંત થવા અરિહંત ભ, અશરીરી (સિદ્ધ) થવા અશરીરી ભજું, આચાર્ય થવા આચાર્ય ભજું, ઉપાધ્યાય થવા ઉપાધ્યાય ભજું, મુનિરાજ થવા મુનિરાજ ભજું,” એમ કહેવામાત્રથી કલ્યાણ થાય છે એમ નહિ, પરંતુ એ પ્રકારની ઉપાસના કરી નિજાત્માને તત્તસ્થાનારૂઢ કરવા તત્પર થવું જોઈએ, અને તે માટે સંસાર ભરની મોહમૂરછાઓ વાસનાઓ, અને કાવસાઓને ફગાવી દેવી જોઈએ.
For Private And Personal Use Only