Book Title: Jain_Satyaprakash 1949 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] ભગવાન મહાવીરસ્વામી [ ૧૩૭ રાજપુત્ર તરીકે જન્મ લે છે. બાલ્યાવસ્થામાં જ તેમને રાજ્ય મળે છે. ત્યાં એવીશ લાખ ૧ રાજ્ય પાળી પર લાચાર્ય પાસે દીક્ષા સ્વીકારી ઘોર તપસ્યા કરે છે અને નિરં:દર માસખમણ કરીને અરિહંત, સિહ, પ્રવચન, આચાર્ય, વિર, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દ, વિનય, ચારિત્ર, બ્રહ્મચર્ય, સમાધિ, તપ, દાન, વૈયાવચ્ચ, સંચમ, અભિનવજ્ઞાન, ભૂત, એને તીર્થદ–એ વશ પદના આરાધના માટે વીશ સ્થાનક તપ માદરી તીર્થંકર નામક ઉપાર્જન કરે છે, અને એક લાખ વર્ષ લગી શુદ્ધ સંયમ પાળી છેવટે બે માસની અનિત્તમ સંલેખ કરી પ્રાણુત દેવલેકમાં પુષ્પોત્તર વિમાનમાં છવ્વીસમા ભાવમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. જન્મ–ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે, કુલ મદ કર્મ અદ્યાવધિ -જીણું હોવાથી, તે કમ ભેગવવા, સત્યાવીશમા ભવમાં આ ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાહડ ગ્રામના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષીમાં પુત્ર તરીકે અષાઢ શુદિ ૬ને દિવસે ગભ માં આવે છે. પરંતુ તીકોને જન્મ હીન કુલમાં ભિક્ષુકુલમાં ન થાય એ શાશ્વતાંનયમ પ્રમાણે ઇદ્રરા હરિણ મેષ દેવદ્વારા તેમનું અપહરણ કરાવી ક્ષત્રિયકુંડ ગ્રામના પ્રતાપી અને પુણ્યશાલી રાજા સિદ્ધાની સુશીલ સતી રાજરાણી ત્રિશલાદેવીની કુક્ષીમાં પધરાયા; એ નિશાને ગર્ભ દેવાનંદાની કુલીમાં મુકાવ્યો એટલે નવ મહિના અને સાડી સાત રાત્રિ દિવસ પૂર્ણ થતાં ત્રિશલા દેવીની કુક્ષીમાં નયસાર જીવ અન્તિમ તીર્થંકર શ્રી વર્ધમાન તરીકે ન. માતૃશકિત–વર્ધમાન કુમાર હજી તે જગ્યા ન હતા ત્યારનો એક પ્રસંગ છે. ગર્ભમાં પિતાના હલનચલનથી માતાને કષ્ટ થશે એમ ધારી તેમણે ગર્ભમાં હલનચલન બંધ કર્યું. પિતાના ઉદરસ્થ ગર્ભનું હલન-ચલન બંધ થવાથી ત્રિશલા માતા ઊલટું જ સમજ્યાં અને એમને સંશય ઉત્પન્ન થયો કે મારા ગર્ભને કાંઈ અનિષ્ટ તે નથી થયું? જેમ જેમ વિચાર વધતે ગો તેમ તેમ માતૃવત્સલ હૃદય ગભરાયું, દુઃખાયું અને આખરે સદનમાં પરિણમ્યું. આ સમાચારથી રાજાને મને પ્રજાને પણ દુઃખ થયું, ત્રિશલામાતાને મૂચ્છ આવી. આખરે અવધિજ્ઞાનથી ગર્ભસ્થ જીવે આ સ્વરૂપ જાણ્યું અને માતાની ભક્તિ માટે જે કહ્યું હતું તે ઊલટું દુઃખને માટે થયું એમ વિચારી અંગ કમ્પાવ્યું. ઉદરમાં કમ્પન થતાં જ માતૃત્સલ્ય ઊછળ્યું અને માતાને હર્ષ થયા. માતાને આવો નિરવધિ પ્રેમ જોઈ ગર્ભમાં જ આ માતૃભકત પુત્રરત્ન પ્રતિજ્ઞા કરી કે જે માતાએ હજી મારું મુખ પણું જોયું નથી, ત્યાં જ આટલું વાત્સલ્ય છે તે મારા જન્મ પછી તેમનું વાતસલ્ય કટલું હશે ? માટે માતાપિતાના જીવતાં સુધી સંસાર છોડી હું શમણુધર્મ નહીં સ્વીકારું. આમ નવ મહિના અને સાડી સાત દિવસ વ્યતિક્રાન્ત થયા પછી ચતર શુદિ તેરશની ધ્યરાત્રિએ તેમનો જન્મ થયો. જે વખતે તેમને જન્મ થયો ત્યારે વસંતઋતુ પૂર બહારમાં ખીલી હતી. મધ્યરાત્રિએ પવન મંદમંદ શીતય વહી રહ્યો હતો અને સુધાકર આકાશપટમાં શત રીતે ખીલી મધુરી સ્નાથી જગતને શોભાવી રહ્યો હતો. આખું જગત શાંત રીતે નિદ્રાધીન થઈ રહ્યું હતું. તે વખતે તેમના જન્મ સમયે દેવેન્દ્રનું આસન કયું. દેવોએ જન્મોત્સવ ઊજવ્યો અને પ્રાતઃકાલે સિદ્ધાર્થ રાજાએ પણ રાજપૂત્રને જન્મોત્સવ ઊજવ્યો. અનુક્રમે પિતાના અભિલાષ પરિપૂર્ણ થવાથી પુત્રનું ગુણનિષ્પન્ન નામ શ્રીવર્ધમાન કાર રાખ્યું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28