Book Title: Jain_Satyaprakash 1949 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ ઉપાધ્યાય પણ એ જ રીતે સંસાર ત્યાગી હેઈ ગછની સર્વ ચિંતા કરવાના અને શિષ્યોને વિનય, સૂત્ર આદિ ગ્રહણ કરાવવાદિકના વિશેષ ગુણના બળે જૈનશાસનમાં આચાર્યથી બીજે નંબર ઉપાધ્યાય જેવું ગૌરવવંતુ પદ ધારણ કરનારા ઉપાધ્યાય, પાક અથવા વાચક કહેવાય છે. ૪
આચાર્ય, ઉપાધ્યાયની નિશ્રામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કરી જ્ઞાનાદિ રત્નત્રયીનું સભ્યપણે વર્ષ પાલન કરનારા અને પાલન કરવાના અભિલાષી આત્માઓને સહાયક થનારા ક્ષમા શાંત્યાદિ ગુણગણુવિભૂષત મુનિમતંગજો કહેવાય છે. ૫
દર્શન મોહનીયાદિ કર્મોને ઉપશમ, ક્ષયે પશમ આદિ થતાં તત્ત્વરુચિ-શ્રદ્ધા ગુણ પ્રગટવા રૂ૫ આત્મપરિણામ નિસર્ગાદિ અનેક ભેદથી દર્શન નામે કહેવાય છે. ૬
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશાદિ ભાવે જીવ અછવાદિ પદાર્થોની યથાવસ્થિત જાણકારી વિરતિગુણને લાવનારી જે આત્માને પરિણમે છે તે શ્રી મતિજ્ઞાનાદિ ભેદથી જ્ઞાન ગુણ કહેવાય છે. ૭
ચારિત્રમેહનીય કર્મના ક્ષયોપશમાદિ બળે પરિણમતો, આશ્રય દોષ નિવારક અને સંવરગુણાધાયક સમ્યગદર્શનજ્ઞાનમૂલક સામાયિકાદિ ભેદ યુકત આત્માને ચારિત્રગુણ હોય છે. ૮
વિયતરાયાદિ કર્મોના ક્ષયોપશમાદિ થતાં અનાહારી સ્વભાવને સ્થાપન કરનાર આહારાદિ મૂછનો ત્યાગરૂપ ગુણને અનશનાદિ બાહ્યાભ્યતર તપ કહેવાય છે.
અભ્યાસી સાધકને બરાબર માફક આવી જાય તેવી આ શ્રી નવપદઆરાધનની વિધિ છે. પ્રતિવર્ષે ચિત્ર તથા આશ્વિન માસમાં ઓળીના નવ દિવસે આવે છે. તેના પ્રતિદિવસે આયંબીલને તપ કરી અરિહંતાદિ પદેનું ધ્યાન કરવું. યદ્યપિ આ ધ્યેય પદના ગુણ પર્યાયોને પાર પમાય તેમ નથી, તથાપિ સાધક ગુંચાઈ ન જાય તે માટે પ્રથમ દિવસે અરિહંતના અષ્ટમહાપ્રાતિહાર્યાદિક બાર ગુ લક્ષમાં લઈ શ્વેતવણે ધ્યાન ઉપાસના કરવી. બીજે દિવસે સિહના અનંતજ્ઞાનાદિ અષ્ટ ગુણે લક્ષમાં લઈ રકત વણે ધ્યાન ઉપાસના કરવી. ત્રીજે દિવસે આચાર્યના પાંચ ઈન્દ્રિય સંવરાદિ તથા પ્રતિરૂપદિ અનેક પ્રકારે થતા ત્રીસ ગુ લક્ષમાં લઈ પીત–પીળા વણે ધ્યાન ઉપાસના કરવી. એથે દિવસે ઉપાધ્યાયના અગિયાર અંગ તથા ચૌદ પૂર્વના સ્વાધ્યાયાદિ પચીસ ગુણના લક્ષ્ય કરી નીલ વર્ણ ધ્યાન ઉપાસના કરવી. પાંચમે દિવસે સાધના છ વ્રત તથા પાય સંધમાદિ સત્તાવીસ ગુણો લક્ષમાં રાખી શ્યામ વર્ણ ધ્યાન ઉપાસના કરવી. છઠું દિવસે દર્શનના ચાર સદુહણાદિ સડસઠ પ્રકાર લક્ષમાં રાખી શ્વેત વર્ણ ધ્યાન ઉપાસનાદિ કરવી. સાતમે દિવસે જ્ઞાનના અવતાદિ એકાવન ભેદને અનુસરીન વણે ધ્યાન ઉપાસના કરવી. આઠમે દિવસે ચારિત્રના મૂલગુણ ઉત્તરગુણરૂપ ચણ સિત્તરી આદિ સિત્તેર પ્રકારને અનુલક્ષી શ્વેત વર્ણ ધ્યાન ઉપાસના કરવી. નવમે દિવસે તપના થાવત્કથિત તથા ઇવર અનશનાદિ બાલાવ્યંતર પચાસ ભેદો લક્ષમાં લઈ શ્વેત વર્ણ ધ્યાન ઉપાસના કરવી. ધ્યાન એટલે બ્રહ્મચર્ય પૂર્વક ને તે પદોને કાઉસગ્ગ અને ૨૦૦૦ જાપ કરવા તથા ઉપાસના એટલે તેની સ્નાત્રપૂજા, ભક્તિ, સાથિયા, ખમાસમણું, પ્રતિલેખન, દેવવંદન, પ્રતિક્રમણદિ ક્રિયા કરવી.
For Private And Personal Use Only