Book Title: Jain_Satyaprakash 1947 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨ - ૭ એવંભૂત સમાનાર્થી શબ્દનો એક ઉપયોગ ન ગણતાં પર્યાયભેદ માનવા ઉપરાંત શબ્દના મૂળ ધાતુના અર્થ પ્રમાણેની ક્રિયામાં પ્રવૃત્ત હેઈએ ત્યારે તે શબ્દ વાપરવાનું સમજાવનાર અભિપ્રાય છે. દાખલા તરીક-પૂજારી જ્યારે પૂજા કરતો હોય ત્યારે જ પૂજારી કહેવાય
આમ નય સંબંધી સામાન્ય રવરૂપ બતાવ્યું. એ સંબંધી વિસ્તાર તે અતિ ઘણે છે અને બારીકાઈનો પાર નથી. એ અંગે સૂક્ષ્મ દષ્ટિથી જાણવા-વિચારવાનું હોવાથી અભ્યાસીએ ગુરુગની સહાય લેવાની ખાસ જરૂર છે. આ સબંધમાં વિદ્વાનેના ઘણું ઘણું ગ્રંથ રચાયેલા મેજૂદ છે.
સ્યાદવાદ–એક પદાર્થમાં અપેક્ષાપૂર્વક વિરહ નાના પ્રકારના ધર્મોને સ્વીકાર કરે એનું નામ સ્યાદવાદ છે. એ અનેકાંત માર્ગ પણ કહેવાય છે. જૈન દર્શનની રચનામાં આ પાયારૂપ છે.
સમભંગી-એકાંગી ઉત્તર એ કયારે પણ અપૂર્ણ જ હોય છે. તેથી ઉત્તર કિંવા વર્ણન સાપેક્ષ જ રહેવાનું. આવું વર્ણન સાત રીતે કરી શકાય છે. એ પદ્ધતિને “સપ્તભંગી' કહેવાય છે. કઈ પણ વસ્તુનું વર્ણન કરતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂ૫ ચાર પ્રકારની અપેક્ષા પર ધ્યાન રાખવું પડે છે. એટલે એ અપેક્ષા-ચતુષ્ટય કહેવાય છે.
૧ કોઈ પણ એક વસ્તુ સંબંધે બોલતાં આ અપેક્ષા-ચતુષ્ટયાનુસાર વસ્તુનું અસ્તિત્વ છે એમ કહેવું તે રચાર અસિત પ્રકાર.
૨ બીજી એકાદ વરસ્તુના અપેક્ષા–ચતુષ્ટયાનુસાર અસ્તિત્વની દૃષ્ટિએ પહેલી વસ્તુનું અસ્તિત્વ નથી એમ કહેવું તે ન જાતિ નામા બીજે પ્રકાર.
૨ કઈ પણ વસ્તુને માટે બીજી બે વરતુના સાપેક્ષ ચતુષ્ટયાનુસાર અસ્તિત્વ કિંવા શચત્ય કહેવું એ ત્રીજો પ્રકાર, એનું નામ તથા અતિ નતિ.
૪. કઈ પણ વસ્તુની બાબતમાં અન્ય બે વસ્તુના અપેક્ષા-ચતુષ્ટયાનુસાર એકદમ ઉત્તર આપવા અશકય હોવાથી અવકતવ્ય નામા જે પ્રકાર ચાર અવશ્ય કહેવાય છે.
૫. કઈ વસ્તુને માટે બીજી બે વસ્તુઓની દષ્ટિએ બોલવું અશક્ય, પણ એ વસ્તુને દષ્ટિએ અતિ પક્ષે ઉત્તર આપો એ પાંચમો સ્થાત્ અતિ પ્રકાર છે.
૬. કોઈ વસ્તુને માટે બીજી બે વસ્તુઓની દષ્ટિએ બોલવું અશક્ય પણ એક વસ્તુની દષ્ટિએ નાસ્તિપક્ષે ઉત્તર આપવો એ છઠો પ્રકાર છે. એનું નામ હયાત નાસિત भवक्तव्य.
૭. કઈ પણ વસ્તુને માટે બીજી બે વસ્તુની દષ્ટિએ એકીસાથે કહેવું અશકય, પણ અનુક્રમે આસ્ત નાસ્તિપણે ઉત્તર આપ એ સાતમ યાત અહિત નાત અલ્પ નામાં પ્રકાર છે.
આ સાત પદ્ધત્તિ વડે તર્ક ચલાવ્યા પછી જે સાર નિકળે તે ખરે છે એમ કહેવામાં હરત નથી. એકંદરે અપેક્ષાત્મક વિચાર કરવાની આ સર્વાંગિક પદ્ધતિ હોવાથી તે અત્યંત પરિણામકારક છે. એના પ્રશંસકોમાં વર્તમાનકાળે છે. ભાંડારકર, મહાત્મા ગાંધીજી તેમજ કેટલાયે પશ્ચાત્ય ને પૌવત્ય પંડિતે છે. ઉપરની સાત પતિને “સ્વાત
For Private And Personal Use Only